ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નૈષધીય ચરિત
નૈષધીય ચરિત : સંસ્કૃત ભાષામાં રચાયેલું પ્રસિદ્ધ મહાકાવ્ય. મહાકવિ શ્રી હર્ષ(અગિયારમી કે બારમી સદી)નું સંસ્કૃત પંચમહાકાવ્યોમાં ગણના પામેલું સુપ્રસિદ્ધ મહાકાવ્ય. એમાં નિષધ દેશના રાજા નળના વિદર્ભ દેશની રાજકુમારી દમયંતી સાથેના પ્રણયનું નિરૂપણ છે. તેમાં હંસ, દિકપાલો અને સ્વયંવરની ઘટનાઓ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં નળ વનવિહાર કરતાં પકડેલા હંસ…
વધુ વાંચો >નૈસર્ગિક ઉદ્યોગો
નૈસર્ગિક ઉદ્યોગો : જુઓ, ઔદ્યોગિક પ્રવૃત્તિઓ.
વધુ વાંચો >નૈસર્ગિક પસંદગી
નૈસર્ગિક પસંદગી : જુઓ, પ્રાકૃતિક પસંદગી.
વધુ વાંચો >નૈસર્ગિક સંપત્તિ
નૈસર્ગિક સંપત્તિ સજીવોના જીવનને ટકાવવામાં ઉપયોગમાં આવતા જલાવરણ, મૃદાવરણ અને વાતાવરણના ઘટકો. જમીન, હવા, પાણી, વનસ્પતિઓ, પ્રાણીઓ, ઊર્જા વગેરે નૈસર્ગિક સંપત્તિ ગણાય છે. મનુષ્ય નૈસર્ગિક સંપત્તિનો ઉપયોગ પોતાનું અસ્તિત્વ ટકાવવા અને પ્રગતિ સાધવા માટે કરે છે. નૈસર્ગિક સંપત્તિનું વર્ગીકરણ : નૈસર્ગિક સંપત્તિના મુખ્યત્વે બે પ્રકાર પાડવામાં આવે છે : (1)…
વધુ વાંચો >નોઆખલી
નોઆખલી : બાંગ્લાદેશના ચિત્તાગોંગ ક્ષેત્રીય વહીવટી વિભાગમાં આવેલો જિલ્લો અને જિલ્લાનું વહીવટી વડું મથક તથા બંદર. ‘નોઆખલી’નો અર્થ ‘નવેસરથી છેદાયેલો જળમાર્ગ’ એ પ્રમાણે થાય છે. તે બંગાળના ઉપસાગર પર મેઘના નદીના મુખભાગમાં નદીનાળ-પ્રદેશમાં આવેલો છે. ભૌગોલિક દૃષ્ટિએ 1822માં સ્થપાયેલો આ જિલ્લો 22° 49´ ઉ. અ. અને 91° 06´ પૂ. રે.ની…
વધુ વાંચો >નોએલ-બેકર, ફિલિપ
નોએલ-બેકર, ફિલિપ (જ. 1 નવેમ્બર 1889, લંડન; અ. ઑક્ટોબર 1982, લંડન) : આંતરરાષ્ટ્રીય નિ:શસ્ત્રીકરણના હિમાયતી, ઇંગ્લૅન્ડના અગ્રણી મુત્સદ્દી તથા 1959નું શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર રાજપુરુષ. લંડનના એક ક્વેકર કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. ગરીબોની નિ:સ્વાર્થ સેવા કરનાર માતાપિતાને ત્યાં ઉછેર. તેમના પિતા જૉસેફ ઍલન બેકર ઇંગ્લૅન્ડની સંસદના નીચલા ગૃહના સભ્ય…
વધુ વાંચો >નૉક આઉટ સ્પર્ધા
નૉક આઉટ સ્પર્ધા : મોટાભાગની રમત સ્પર્ધાઓ આ પદ્ધતિએ ખેલાય છે. આને ગુજરાતીમાં ‘બાતલ પદ્ધતિ’ કહેવામાં આવે છે. આમાં વિજેતા ટુકડી કે ખેલાડીને જ આગળ રમવાની તક મળે છે, તેથી પરાજિત ટુકડીઓ કે સ્પર્ધકોને અંત સુધી રોકાવાની જરૂરિયાત રહેતી નથી. પરિણામે આર્થિક દૃષ્ટિએ આ પદ્ધતિ વધુ લાભદાયી થાય છે. બેના…
વધુ વાંચો >નોકરશાહી (bureaucracy)
નોકરશાહી (bureaucracy) : મોટા પાયા પરનાં સંગઠનોનો વહીવટ કરવાની એવી પ્રથા, જેમાં સત્તાનું એક ચોક્કસ માળખું હોય તથા નિયમો અને પ્રવિધિઓ સ્પષ્ટ હોય. આવી નોકરશાહી પ્રથા સરકારી તંત્રો, સંગઠિત સંપ્રદાયો, શિક્ષણસંસ્થાઓ, મોટી વેપારી-ઔદ્યોગિક પેઢીઓ વગેરેમાં જોવા મળે છે. જર્મનીના સમાજશાસ્ત્રી મૅક્સ વેબરે નોકરશાહીના એક આદર્શ સ્વરૂપને ઘડી કાઢીને તેને સૈદ્ધાંતિક…
વધુ વાંચો >નોકાર્ડીઆ
નોકાર્ડીઆ : ઍક્ટિનોમાયસિટ્સ જૂથના જીવાણુની પ્રજાતિ. આ પ્રજાતિના જીવાણુ લાંબા, તંતુ આકારના, ફૂગને મળતા હોય છે. તે વાતજીવી છે. તેની વૃદ્ધિ વિભાજન દ્વારા થતી હોવાથી તે આકારમાં દંડાણુ અને ગોલાણુ આકારના બને છે. તે ગ્રામધની છે. જેમની કોષદીવાલમાં નોકાર્ડોમાયકૉલિક ઍસિડ નામનું દ્રવ્ય આવેલું હોય, એવી જાતિઓ ઍસિડપ્રતિકાર (acid fast) કરતી…
વધુ વાંચો >નૉજ, ઈમ્રે
નૉજ, ઈમ્રે (જ. 7 જૂન 1896, કાપોસ્વાર, હંગેરી; અ. 17 જૂન 1958, બુડાપેસ્ટ) : હંગેરિયન રાજનીતિજ્ઞ અને મુત્સદ્દી, સ્વતંત્ર સામ્યવાદી તથા સોવિયેત યુનિયનના સકંજામાંથી હંગેરીને મુક્ત કરવા મથતા હંગેરિયન ક્રાંતિકારી સરકારના વડાપ્રધાન (1956). ખેડૂત કુટુંબમાં જન્મેલ નૉજ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભરતી થતાં પહેલાં લુહાર તરીકે કામ કરતા હતા. રશિયનો દ્વારા અટકાયત…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >