ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નમિસાધુ
નમિસાધુ (ઈ. સ. 1050–1150 આશરે) : આચાર્ય રુદ્રટે રચેલા ‘કાવ્યાલંકાર’ નામના કાવ્યશાસ્ત્રના સંસ્કૃત ગ્રંથ પરની ટીકાના લેખક. તેમનું બીજું નામ નમિપંડિત છે. તેઓ શ્વેતાંબર જૈન હતા એવું સૂચન તેમના નામની આગળ મૂકવામાં આવેલા ‘શ્વેતભિક્ષુ’ એવા શબ્દ વડે મળે છે. તેઓ શાલિભદ્રસૂરિ નામના ગુરુના શિષ્ય હતા એવો નિર્દેશ તેમણે પોતે જ…
વધુ વાંચો >નમુચિ
નમુચિ : બળવાન રાક્ષસનું નામ. ઇન્દ્રને હાથે તેનું મૃત્યુ થયાનો ઉલ્લેખ મહાભારત, સભાપર્વમાં (અધ્યાય 50ના શ્લોક 22) અને કાલિદાસના રઘુવંશમાં (9/22) થયો છે. બધા રાક્ષસોને ઇન્દ્રે હરાવ્યા, પરંતુ નમુચિએ ઇન્દ્રને કેદ કર્યો. એ પછી નમુચિએ ઇન્દ્ર તેને દિવસે કે રાતે, ભીની કે સૂકી વસ્તુથી મારી ના શકે એ શરતે ઇન્દ્રને…
વધુ વાંચો >નમ્મયાસુંદરીકહા (નર્મદાસુંદરીકથા)
નમ્મયાસુંદરીકહા (નર્મદાસુંદરીકથા) : મહેન્દ્રસૂરિએ 1131માં પ્રાકૃત ગદ્યપદ્યમાં રચેલી કથા. આમાં नम्मया એટલે નર્મદાસુંદરીના ચરિત્રનું વર્ણન છે. આનો ગદ્ય-પદ્ય ભાગ સરલ અને રોચક છે. જૈન ધર્મમાં અત્યંત શ્રદ્ધાશીલ શ્રેષ્ઠી સહદેવની પત્ની સુંદરીએ નર્મદાસુંદરીને જન્મ આપ્યો હતો. નર્મદાસુંદરીના સૌન્દર્યથી આકર્ષિત થઈ મહેશ્વર દત્તે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. શેઠે મહેશ્વરને જૈન સમજીને તેની…
વધુ વાંચો >નમ્યદંડ (flexible shaft)
નમ્યદંડ (flexible shaft) : શાફ્ટ બે પ્રકારની છે. નમ્ય અને અનમ્ય. શાફ્ટનું કાર્ય મુખ્યત્વે મશીનમાં એક જગાએથી બીજી જગાએ ગતિ કે યાંત્રિક શક્તિનું પરિવહન કરવું તે છે. શાફ્ટ પર ગરગડી કે દાંતાચક્રો લગાવાય છે અને તેની દ્વારા ગતિનું પરિવહન એક શાફ્ટથી બીજી શાફ્ટ પર થાય છે. જરૂરિયાત પ્રમાણે શાફ્ટને એક…
વધુ વાંચો >નયગાંધી, જયરામદાસ જેઠાભાઈ
નયગાંધી, જયરામદાસ જેઠાભાઈ (જ. 26 ઑગસ્ટ 1904, અંજાર, જિ. કચ્છ; અ. 20 ડિસેમ્બર 1974) : કચ્છના ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી. જયરામદાસનો જન્મ કચ્છના ભાટિયા પરિવારમાં થયો હતો. તેમના પિતાનાં ત્રણ વહાણો તૂણા બંદરે હતાં. જયરામદાસને કિશોર વયથી વાચનલેખનનો શોખ હતો અને તેમણે મૅટ્રિકની પરીક્ષા કૉલકાતાથી પસાર કરી હતી. શરૂઆતમાં વહાણવટાનો વ્યવસાય…
વધુ વાંચો >નયનસુખ
નયનસુખ (જ. આશરે 1710થી 1724, ગુલેર, ઉત્તરાખંડ; અ. આશરે 1763, બશોલી, ઉત્તરાખંડ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા સેઉ અને ભાઈ મણાકુ બંને પ્રસિદ્ધ પહાડી ચિત્રકારો. ચિત્રકલાનો વ્યવસાય અપનાવ્યો હોવાથી સમગ્ર પરિવારે પોતાને બ્રાહ્મણને બદલે સુથાર ગણાવવાનું પસંદ કર્યું હતું. પરિવારની મૂળ અટક ‘મિશ્રા’ પણ તેમણે તજી…
વધુ વાંચો >નયનંદી (દસમી સદી)
નયનંદી (દસમી સદી) : જૈનોની દિગંબર પરંપરાના આચાર્ય. તેમનો સમય દસમી સદીનો ઉત્તરાર્ધ અને અગિયારમી સદીનો પૂર્વાર્ધ મનાય છે. તેઓ રાજા ભોજદેવના સમકાલીન હતા, એ સ્પષ્ટ ઉલ્લેખ ભોજદેવના શિલાલેખમાં મળે છે. મહાન દિગંબર આચાર્ય કુંદકુંદની શિષ્યપરંપરામાંના તેઓ એક હતા. તેમના ગુરુનું નામ માણિક્યનંદી ત્રૈવિધ હતું. નયનંદી ધર્મોપદેશક અને તપસ્વી હતા.…
વધુ વાંચો >નયસુંદર
નયસુંદર (ઈ. સ.ની સોળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીનો પૂર્વાર્ધ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જૈન સાધુ કવિ. તેઓ વડતપગચ્છના ધનરત્નસૂરિની પરંપરામાં પંડિત ભાનુમેરુગણિના શિષ્ય હતા. એમણે ઉપાધ્યાયપદ પણ પ્રાપ્ત કર્યું હતું. નયસુંદરની રચનાઓ 1581થી 1629 સુધીનાં રચનાવર્ષો દર્શાવતી હોઈને આ કવિનો જીવનકાળ ઈશુની સોળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીના પૂર્વાર્ધ વચ્ચેનો નિશ્ચિત…
વધુ વાંચો >નય્યર શફીઉદ્દીન
નય્યર શફીઉદ્દીન (જ. 1903, આત્રોલી, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1978, નવી દિલ્હી) : ઉર્દૂ લેખક, કવિ અને વાર્તાકાર. બાળપણમાં માબાપ ગુમાવતાં તેમણે દિલ્હીમાં ઉર્દૂ છાપાંના ફેરિયાનું કામ સ્વીકાર્યું. પાછળથી કેટલાક શિક્ષકોની મદદથી ઍંગ્લો-અરેબિક હાઈસ્કૂલમાં દાખલ થયા અને મેરિટ સ્કૉલરશિપ મળી. 15 વર્ષની વયે તેમનો એક લેખ ખ્યાતનામ લેખક અને પત્રકાર…
વધુ વાંચો >નરક
નરક : ધર્મશાસ્ત્ર અનુસાર મનુષ્યે કરેલાં પાપકર્મોની સજા ભોગવવાનું સ્થળ. ક્યારેક આ જગતમાં ખરાબ કાર્ય કરવા પીડા સહેવી પડે તો તે પીડાને પણ નરક કહે છે. ધર્મશાસ્ત્ર મુજબ મનુષ્ય પુણ્યકાર્યો કરે તો સ્વર્ગનાં સુખો મળે છે; પરંતુ પાપ કરે તો નરકનાં દુ:ખો ભોગવવાં પડે છે. ધર્મશાસ્ત્ર અને પુરાણો માને છે…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >