ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
નેટ્રોલાઇટ
નેટ્રોલાઇટ : ઝિયોલાઇટ વર્ગનું ખનિજ. રાસા. બં. : Na2Al2Si3 O10.2H2O; સ્ફ. વ.: ઑર્થોર્હૉમ્બિક; સ્ફ. સ્વ.: સ્ફટિકો પ્રિઝ્મૅટિક, પાતળા, નાજુકથી સોયાકાર, ઊભાં રેખાંકનોવાળા; સામાન્ય રીતે રેસાદાર, વિકેન્દ્રિત, દળદાર, દાણાદાર કે ઘનિષ્ઠ પણ મળે, યુગ્મતા (010) (011) (031) ફલકો પર મળી શકે, પણ વિરલ. પારદર્શકથી પારભાસક. સં. : (110) ફલક પર પૂર્ણ,…
વધુ વાંચો >નેતન્યાહુ, બેન્જામિન
નેતન્યાહુ, બેન્જામિન (જ. 21 ઑક્ટોબર, 1949, તેલઅવીવ, ઇઝરાયેલ) : ઇઝરાયેલના 9મા સૌથી લાંબો કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન. બિનસાંપ્રદાયિક યહૂદી પરિવારમાં જન્મેલા નેતન્યાહુનો ઉછેર જેરૂસલેમમાં અને ફિલાડેલ્ફિયામાં થયો હતો. માતા ઝીલા સેગલ અને તેમના પિતા બેન્ઝિઓન નેતન્યાહુ હતાં. તેમણે જેરૂસલેમમાં હેનરીએટા સ્ઝોલ્ડ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેઓ ચેલ્ટનહામ હાઈસ્કૂલમાં ભણ્યા અને…
વધુ વાંચો >નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સ
નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સ : વિવિધ રમતોના રાહબરો દેશમાં તૈયાર થાય તે માટે 1959માં પતિયાળા મુકામે રાજમહેલમાં સ્થાપવામાં આવેલી રાષ્ટ્રીય તાલીમ સંસ્થા. 1961થી આ સંસ્થા વધુ વ્યવસ્થિત બની અને તેનું સંચાલન ભારત સરકાર નિયુક્ત બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. 300 એકર જેટલા વિસ્તારમાં પથરાયેલી આ સંસ્થાનાં…
વધુ વાંચો >નેતૃત્વ
નેતૃત્વ : જૂથના સભ્યો પર પ્રભાવ પાડી તેમને કાર્યરત કરવા માટે પ્રેરણા પૂરી પાડવાની શક્તિ. પેઢી કે ઉદ્યોગના સંચાલનના સંદર્ભમાં વિચારીએ તો નેતૃત્વ એ નીચલા સ્તરના જુદા જુદા અધિકારીઓ તથા અન્ય કર્મચારીઓ પાસેથી તેમને સોંપવામાં આવેલું કાર્ય સંતોષકારક રીતે કરાવી લેવાની કળા ગણાય. નેતૃત્વની શક્તિને કારણે જૂથના સભ્યો સ્વેચ્છાથી, આત્મવિશ્વાસથી…
વધુ વાંચો >નેત્રખીલ (trachoma)
નેત્રખીલ (trachoma) : આંખની ફાડની સપાટી બનાવતાં નેત્રકલા અને સ્વચ્છાનો લાંબા ગાળાનો ચેપ. બે પોપચાંની અંદરની દીવાલ પર તથા કીકી સિવાયના આંખના ગોળાની સફેદ સપાટી પર નેત્રકલા (conjuctiva) નામનું આવરણ આવેલું છે. આંખની કીકીના પારદર્શક ઢાંકણને સ્વચ્છા (cornea) કહે છે. ક્લેમાઇડિયા ટ્રેકોમેટિસ પ્રકારના વિષાણુ (virus) અને જીવાણુ(bacteria)ની વચ્ચેની કક્ષાના સૂક્ષ્મજીવોથી…
વધુ વાંચો >નેત્રબિંબશોફ (papilloedema)
નેત્રબિંબશોફ (papilloedema) : આંખના દૃષ્ટિપટલમાં આવેલા નેત્રબિંબ કે દૃષ્ટિચકતી(optic disc)નો અશોથજન્ય (non-inflammatory) સોજો. જ્યારે ચેપ કે ઈજાને કારણે પેશીમાં લોહીનું પરિભ્રમણ વધતાં પીડાકારક સોજો આવે અને તેથી તે ભાગ લાલ થઈ જાય ત્યારે તે પ્રકારના વિકારને શોથ (inflammation) કહે છે. જ્યારે કોઈ જગ્યાએ ફક્ત પ્રવાહી ભરાવાથી સોજો આવે તો તેને…
વધુ વાંચો >નેત્રવેલ (pterygium)
નેત્રવેલ (pterygium) : આંખની કીકીને ઢાંકતું નેત્રકલા(conjunctiva)નું ત્રિકોણાકાર પડ. આંખની કીકી પરનું પારદર્શક ઢાંકણ સ્વચ્છા (cornea) કહેવાય છે. જ્યારે આંખની ફાડના કીકી સિવાયના સફેદ ભાગ પરના આવરણને નેત્રકલા (conjunctiva) કહે છે. આંખના ગોળા પર નાકની બાજુથી કે કાન તરફથી નેત્રકલાનું જાડું માંસલ (fleshy) અને નસોવાળું ગડીરૂપ ત્રિકોણાકાર પેશીપડ સ્વચ્છા પર…
વધુ વાંચો >નેત્રાર્બુદો (tumours of the eye)
નેત્રાર્બુદો (tumours of the eye) : આંખમાં કે તેની આસપાસ થતી ગાંઠો. આંખનાં પોપચાં, અશ્રુગ્રંથિ, દૃષ્ટિચેતા તથા આંખના ગોખલામાં થતી ગાંઠો ઉપરાંત આંખની અંદર પણ ક્યારેક ગાંઠો વિકસે છે, જેમાં દૃષ્ટિપટલ બીજકોષાર્બુદ (retinoblastoma), રુધિરવાહિનીઓવાળા મધ્યપટલનું કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma) તથા પોપચાંને અસર કરતું તલકોષી કૅન્સર (basal cell carcinoma) મુખ્ય છે…
વધુ વાંચો >નેત્રાંત:નિરીક્ષા (opthalmoscopy)
નેત્રાંત:નિરીક્ષા (opthalmoscopy) : આંખના ગોળાની અંદર કરવામાં આવતું અવલોકન–પરીક્ષણ. એ માટેના સાધનને નેત્રાંત:દર્શક (opthalmoscope) કહે છે, અને તે પ્રક્રિયાને નેત્રાંત:નિરીક્ષણ કે નેત્રાંત:નિરીક્ષા કહે છે. આંખના પોલાણના અંત:સ્તલ(fundus)ને જોવાની આ પ્રક્રિયા હોવાથી તેને અંતસ્તલ-નિરીક્ષણ (fundoscopy) પણ કહે છે. આંખના દૃષ્ટિપટલ (retina) પરથી પરાવર્તિત થતા પ્રતિબિંબના નિરીક્ષણને દૃષ્ટિપટલ–નિરીક્ષણ અથવા દૃષ્ટિપટલ–પ્રતિબિંબ–નિરીક્ષણ (retinoscopy) કહે…
વધુ વાંચો >નેત્રીય બહિર્વર્તિતા (exophthalmos)
નેત્રીય બહિર્વર્તિતા (exophthalmos) : આંખનો ડોળો બહાર ઊપસી આવ્યો હોય તે. તે સીધેસીધો કે કોઈ એક બાજુ સહેજ ત્રાંસો પણ ઊપસી આવે છે. નેત્રીય બહિર્વર્તિતાને આંખનો પૂર્વપાત (proptosis) પણ કહે છે. જો આંખનો ડોળો વધુ પડતો મોટો હોય કે આંખનાં પોપચાં ઉપર નીચે કે એમ બંને તરફ ખેંચાયેલાં હોય અથવા…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >