ખંડ ૧૦
નઈ તાલીમથી પવનશક્તિ
પણિ
પણિ : ઋગ્વેદકાલીન એક જાતિ. આ પ્રજા વેપાર-ધંધાઓ સાથે જોડાયેલી હતી. તેમના માટે આર્યોને આદર ન હતો, કારણ કે પણિઓને વૈદિક કર્મકાંડ, યજ્ઞ વગેરે અનુષ્ઠાન અને વૈદિક દેવતાઓમાં શ્રદ્ધા ન હતી. પરિણામે વેદના ઋષિઓ તેમને ‘અક્રતુ’ અને ‘અયજ્ઞ:’ (યજ્ઞ નહિ કરાવનારા), ‘મૃધવાક્’ (મીઠાબોલા), ग्रथिन् (સંપત્તિ એકઠી કરનારા), ‘અશ્રદ્ધ’ (શ્રદ્ધા વિનાના)…
વધુ વાંચો >પણિકર, (ડૉ.) કે. અય્યપ્પા
પણિકર, (ડૉ.) કે. અય્યપ્પા (જ. 12 સપ્ટેમ્બર 1930, કેરળ; અ. 23 ઑગસ્ટ 2006, તિરુવનંતપુરમ્) : કેરળના સમર્થ કવિ. કવિતા માટે 1975માં તેમને કેરળ સાહિત્ય અકાદમી ઍવૉર્ડ ઉપરાંત કૃષ્ણ મેનન ઍવૉર્ડ પણ મળ્યો હતો. વડાકેલ ઍવૉર્ડ, રાઇટર્સ કોઑપરેટિવ સોસાયટી ઍવૉર્ડ (1978), સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ (1989), મહાકવિ કુટ્ટનાથ…
વધુ વાંચો >પણિક્કર, કે. એમ.
પણિક્કર, કે. એમ. (જ. 3 જૂન 1895, કોવલમ, કેરળ; અ. 10 ડિસેમ્બર 1963, મૈસૂર) : જાણીતા ભારતીય લેખક, કવિ, નવલકથાકાર, નિબંધકાર અને અનુવાદક, ઇતિહાસવેત્તા, કુશળ વહીવટી અધિકારી, મુત્સદ્દી, રાજદૂત અને કેળવણીકાર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કોવલમમાં. તેમના ઉચ્ચશિક્ષણની શરૂઆત ત્રિવેન્દ્રમમાં; પરંતુ પછી 1914માં ઇતિહાસના વધુ અધ્યયન માટે તેઓ ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ…
વધુ વાંચો >પણિક્કર, શંકર
પણિક્કર, શંકર (આશરે ચૌદમી સદીનો ઉત્તરાર્ધ અને પંદરમી સદીનો પૂર્વાર્ધ) : તમિળ કવિ. જે કણ્ણશ કૃતિઓ આજે ઉપલબ્ધ છે, તેમાં શંકર પણિક્કરનું કર્તૃત્વ નોંધપાત્ર છે. તેમની જન્મભૂમિ તિરુવલ્લા તાલુકાનો નિરણમ્ નામનો પ્રદેશ હતો. ‘મણિપ્રવાલમ્’ શૈલી તેમણે અપનાવી હતી. કણ્ણશ કૃતિઓમાં તેમની ‘ભારતમાલા’ મહત્ત્વની કૃતિ છે. તે કેવળ અનુવાદ નથી બલકે…
વધુ વાંચો >પણ્ણવણા
પણ્ણવણા : ચોથું ઉપાંગ ગણાતો જૈન-આગમ ગ્રંથ. શ્વેતાંબર જૈનોના આગમ-ગ્રંથોને અંગ અને ઉપાંગ જેવા બે વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. તેમાં પ્રાકૃત ગદ્યમાં રચાયેલા ‘પણ્ણવણા’ને (સં. પ્રજ્ઞાપના : ‘ગોઠવણી’, ‘વિતરણ’) ચોથા ઉપાંગ તરીકે સ્થાન આપ્યું છે. જૈન પરંપરામાં આગમોના અંગ-ઉપાંગ જેવા વિભાગોની પ્રક્રિયા પાછળ પણ પ્રાચીન બ્રાહ્મણ-પરંપરાનું અનુકરણ થયું છે. ‘પ્રજ્ઞાપના’ને…
વધુ વાંચો >પણ્યાવર્ત (turnover)
પણ્યાવર્ત (turnover) : ઉદ્યોગ અને વેપાર ધંધામાં માલ અથવા સેવાના વેચાણથી પ્રાપ્ત થયેલી એકત્ર રકમ વકરો. વિક્રય પરથી આવેલો ‘વકરો’ શબ્દ પણ વેચાણનો જ સંકેત કરે છે. મોટેભાગે વાર્ષિક ગાળા માટે ગણતરી કરાય છે. વેપારમાં માલના વેચાણથી જ આવક થાય તેનું પરિમાણ વેપાર, વેચાણ અને આવકના પ્રમાણનો તેમજ લાભની માત્રા…
વધુ વાંચો >પતઝડ કી આવાઝ
પતઝડ કી આવાઝ (1965) : ઉર્દૂ લેખિકા કુર્રતુલઐન હૈદર (જ. 1928)ની ટૂંકી વાર્તાઓનો સંગ્રહ. તેમાં કુલ આઠ વાર્તાઓ છે જે પૈકીની ‘હાઉસિંગ સોસાયટી’ને લેખિકાએ લઘુનવલ (novelette) તરીકે ઓળખાવી છે. આ વાર્તાઓની ઘટનાસૃષ્ટિનાં સ્થળો અનેકવિધ છે. એમાં પ્રયાગરાજ, લખનૌ, કાનપુર, દિલ્હી, મુંબઈ, લાહોર, કરાંચી તથા ભારત-પાકિસ્તાનનાં બીજાં કેટલાંક શહેરો અને પરદેશનાં…
વધુ વાંચો >પતન-સ્તર
પતન–સ્તર : પર્ણપતન દરમિયાન જીવંત પેશીઓને કોઈ પણ જાતની ઈજા પહોંચાડ્યા સિવાય પ્રકાંડ પરથી પર્ણને છૂટું પાડતું સ્તર. પર્ણપાતી વૃક્ષોમાં પર્ણપતનની ક્રિયા જટિલ હોય છે અને ક્રમશ: થાય છે. સમશીતોષ્ણ પ્રદેશની બહુવર્ષાયુ વનસ્પતિઓમાં શિયાળાની શરૂઆતમાં અને ઉષ્ણપ્રદેશમાં ઉનાળાની શરૂઆતમાં આવર્તક રીતે આ ક્રિયા થાય છે. આ ક્રિયા જે ચોક્કસ પ્રદેશમાં…
વધુ વાંચો >પતરંગો (Bee Eater)
પતરંગો (Bee Eater) : ભારતનું નિવાસી પંખી. તેનું કદ આમ તો લીલી ચકલી જેવું, 17 સેમી.નું ગણાય; પરંતુ એની ઝીણી પાતળી વળેલી ચાંચ અને પૂંછડી સહેજ લાંબી હોવા ઉપરાંત એનાં વચલાં બે પીંછાં લોખંડના કાળા તાર જેવાં હોવાથી તેની પૂરી લંબાઈ લગભગ 22 સેમી. જેટલી થાય છે. તે દેખાવે ગિલ્લી…
વધુ વાંચો >પતંગ
પતંગ : પતંગ ચગાવવાની રમત વિશ્વના ઘણા દેશોમાં લોકરમત તરીકે પ્રચલિત છે. વાંસની સળીમાંથી બનાવેલા કમાન અને ઢઢ્ઢા ઉપર ડાયમંડ (ચોરસ) આકારનો પાતળો કાગળ ચોટાડી તથા નીચે ફૂમતું લગાવી પતંગ બનાવવામાં આવે છે; અને તેને કન્ના બાંધી દોરી વડે ચગાવવામાં આવે છે. પતંગ બનાવવાનો વિચાર તો ઈ. સ. પૂર્વે ચોથા…
વધુ વાંચો >નઈ તાલીમ
નઈ તાલીમ : ભારતના શિક્ષણક્ષેત્રે ગાંધીજીનું વિશિષ્ટ પ્રદાન. વિદ્વાનોએ તેને અલગ અલગ નામે વર્ણવી છે. ખુદ ગાંધીજીએ પોતે તેને ‘ગ્રામોદ્યોગ દ્વારા અપાતું રાષ્ટ્રીય શિક્ષણ’ એવું વર્ણનાત્મક નામ આપ્યું હતું. ઝાકિર હુસેન સમિતિએ તેને ‘બુનિયાદી તાલીમ’ અથવા ‘પાયાની કેળવણી’ એવું નામ આપ્યું. એ જ અર્થમાં તેને ‘જીવનશિક્ષણ’ એવું નામ પણ મળ્યું.…
વધુ વાંચો >નઈ દુનિયા
નઈ દુનિયા : ભારતમાં મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાંથી પ્રકાશિત થતું હિંદી દૈનિક. પ્રારંભ, જૂન, 1947. 1997ના વર્ષમાં ‘નઈ દુનિયા’ની સુવર્ણજયંતી ઊજવાઈ. ‘નઈ દુનિયા’ના પ્રથમ સંપાદક કૃષ્ણકાંત વ્યાસ હતા, પરંતુ થોડા જ સમયમાં તેમણે પત્ર લાભચંદ છજલાનીને સોંપી દીધું. એના વર્તમાન તંત્રી અભય છજલાની છે. પ્રારંભે ‘નઈ દુનિયા’ વર્તમાનપત્ર માત્ર ચાર પાનાંનું…
વધુ વાંચો >નકશાશાસ્ત્ર
નકશાશાસ્ત્ર : ભૂગોળને લગતા નકશાઓ તથા આલેખો બનાવવાની વિદ્યા. તેમાં મુખ્યત્વે ત્રણ બાબતોનો સમાવેશ થાય છે : સર્વેક્ષણ, ભૌગોલિક પ્રક્ષેપો ઉપસાવવા માટેની પદ્ધતિઓ તથા રંગો, મુદ્રાંકન (વર્ણસ્તર પદ્ધતિ) અને અન્ય પ્રકારનાં દૃશ્યપ્રતિનિધાનો. સારી ગુણવત્તાવાળા નકશા બનાવવા માટે વૈજ્ઞાનિક સૂઝ અને સુરુચિપૂર્ણ કલાકૌશલ્યના ઉચિત સંયોજનની જરૂર પડે છે. નકશાશાસ્ત્રનું વિષયવસ્તુ મુખ્યત્વે…
વધુ વાંચો >નકશો
નકશો : પૃથ્વી કે તેના નાનામોટા ભાગનું કે અવકાશી પિંડોનું કાગળની સમતલ સપાટી પર અમુક ચોક્કસ પ્રક્ષેપ તેમજ ચોક્કસ પ્રમાણમાપની મદદથી દોરેલું રૂઢ આલેખન. નકશામાં ભૂમિસ્વરૂપો તથા તેમની લાક્ષણિકતાઓ, જળપરિવાહરચના, વસાહતો અને માર્ગોની ચોક્કસ સ્થિતિ દર્શાવેલી હોય છે. કોઈ પણ નકશામાં દર્શાવાતી માહિતીનું પ્રમાણ નીચેની બાબતો પર આધાર રાખે છે…
વધુ વાંચો >નકારનું પ્રમાણપત્ર (protest)
નકારનું પ્રમાણપત્ર (protest) : હૂંડી/વિનિમયપત્ર (bill of exchange) કે વચનપત્ર(promissory note)ના અસ્વીકારની નોંધ કરી તે અંગે નોટરીએ આપેલું પ્રમાણપત્ર. હૂંડી/વિનિમયપત્ર એટલે એવો સંલેખ કે જેમાં તે લખનારે કોઈ ચોક્કસ વ્યક્તિને કે તેવી વ્યક્તિના હુકમ અનુસાર અથવા તે લેખ રજૂ કરનારને ચોક્કસ રકમ ચૂકવવા અન્ય ચોક્કસ વ્યક્તિને ઉદ્દેશીને બિનશરતી હુકમ કરી…
વધુ વાંચો >નકુલ
નકુલ : મહાભારતનું એક પાત્ર. અશ્વિનીકુમારોના અંશથી, માદ્રીના ગર્ભથી, જોડિયા જન્મેલા બે પુત્રોમાંનો પાંડુનો ‘ક્ષેત્રજ’ મોટો પુત્ર અને ચોથો પાંડવ. અનુપમ સૌન્દર્યથી સંપન્ન નકુલ દેખાવે અત્યંત સોહામણો હતો. પાંડુ સાથે સતી થતાં, માદ્રીએ પોતાના બંને પુત્રો કુન્તીને સોંપ્યા હતા. નકુલને દ્રૌપદીગર્ભથી જન્મેલો, શતાનીક નામક પુત્ર હતો અને ચેદિરાજકન્યા કરેણુમતી સાથેનાં…
વધુ વાંચો >નક્સલવાદ
નક્સલવાદ : ચીનના સામ્યવાદી નેતા માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રભાવિત ભારતનાં ઉગ્રવાદી ક્રાંતિકારી સામ્યવાદી જૂથોની વિચારધારા. પશ્ચિમ બંગાળના 700.84 ચોકિમી.ના નક્ષલ પરગણામાં 1967ના મધ્યભાગમાં ચારુ મજુમદાર અને કનુ સન્યાલના રાજકીય અને વૈચારિક નેતૃત્વ હેઠળ ગરીબ અને જમીનવિહોણા ખેડૂતોએ કરેલા હિંસક અને સંગઠિત વિપ્લવ પરથી આ પ્રકારની ચળવળોને ‘નક્ષલવાદી’ તરીકે ઓળખવામાં…
વધુ વાંચો >નક્ષત્ર અને રાશિ
નક્ષત્ર અને રાશિ : ક્રાંતિવૃત્તનો અથવા રવિમાર્ગનો અનુક્રમે સત્તાવીશમો અને બારમો ભાગ. પૃથ્વીને મધ્યેથી બે ભાગે વહેંચતી કાલ્પનિક રેખા એટલે કે 0 અક્ષાંશને વિષુવવૃત્ત કહે છે. પૂર્વમાં ઊગેલો સૂર્ય પશ્ચિમમાં આથમે અને વિષુવવૃત્ત પરથી પસાર થતો લાગે, પરંતુ વાસ્તવમાં સૂર્યનો આ માર્ગ વિષુવવૃત્તથી થોડો અલગ પડે છે. આકાશી ફલક પર…
વધુ વાંચો >નક્ષત્રજ્યોતિષ
નક્ષત્રજ્યોતિષ : નક્ષત્રને આધારે ભવિષ્યકથન કરવાની પદ્ધતિ. આકાશના બારમા ભાગને (અર્થાત્, 30 અંશને) રાશિ કહેવાય અને આકાશના 13° અને 20’ જેટલા ભાગને નક્ષત્ર કહેવાય. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાં મનુષ્યના જન્મની રાશિ અને તે રાશિના સ્વામી ગણાયેલા ગ્રહની જન્મકુંડળીમાંની સ્થિતિને આધારે મનુષ્યનું ભવિષ્ય ભાખવામાં આવે છે. જ્યારે દક્ષિણ ભારતમાં મનુષ્યના…
વધુ વાંચો >નક્ષત્રપટ
નક્ષત્રપટ : તારાઓના બધા સમૂહોને બતાવતું ચિત્ર. આકાશમાં આપણે નજર કરીએ તો અસંખ્ય તારાઓથી મઢેલું રમણીય આકાશ જોવા મળે છે. નરી આંખે બહુ જ ઓછા તારાઓ દેખાય છે, પણ વાસ્તવમાં અસંખ્ય તારાઓથી ભરેલું આકાશ જ્યારે પૃથ્વી ઉપર રહેલો માનવી જુએ છે, ત્યારે તેને તેનું પૂર્ણ દર્શન થતું નથી. તેથી અહીં…
વધુ વાંચો >