૧૦.૦૨
નજીબ (જનરલ), મહંમદથી નરનસબંધી અને તેની પુનર્રચના
નજીબ (જનરલ), મહંમદ
નજીબ (જનરલ), મહંમદ (જ. 20 ફેબ્રુઆરી 1901, ખાર્ટુમ (સુદાન); અ. 28 ઑગસ્ટ 1984, કૅરો) : ઇજિપ્તના લશ્કરી અધિકારી અને રાજપુરુષ. 1952માં ઇજિપ્તના રાજવી ફારૂક પહેલાને પદભ્રષ્ટ કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. નજીબે ઇઝરાયલની સામે ઇજિપ્તના થયેલ પરાજયના સમયે નોંધપાત્ર કામગીરી બજાવી તથા જમાલ અબ્દેલ નાસરની નેતાગીરી નીચેના રાષ્ટ્રવાદી લશ્કરી…
વધુ વાંચો >(ડિપ્ટી) નઝીર એહમદ
(ડિપ્ટી) નઝીર એહમદ (જ. 6 ડિસેમ્બર 1836, બિજનોર, ઉત્તરપ્રદેશ; અ. 19 ઑક્ટોબર 2008, અલીગઢ) : ઉર્દૂના વિખ્યાત નવલકથાકાર, દિલ્હી કૉલેજના અરબી ભાષા-સાહિત્યના અધ્યાપક, ભારતીય ફોજદારી ધારો(Indian Penal Code)ના સર્વપ્રથમ ઉર્દૂ-હિન્દી અનુવાદક. પંજાબમાં Deputy Inspector of Schools અને અલ્લાહાબાદમાં Inspector of Schools તથા છેવટે નિઝામ હૈદરાબાદમાં Revenue Officerના ઉચ્ચ હોદ્દા ઉપર…
વધુ વાંચો >(ડૉ.) નઝીર એહમદ
(ડૉ.) નઝીર એહમદ (જ. 3 જાન્યુઆરી 1915, કોલ્હી ગરીબ ગામ, જિ. ગોન્ડા, ઉત્તરપ્રદેશ; ) : ઉર્દૂ-ફારસીના સંશોધક, પ્રખર વિદ્વાન, વિશાળ દૃષ્ટિ ધરાવતા વિચારક, બુદ્ધિવાન સાહિત્યકાર અને દીર્ઘદૃષ્ટિવાળા વિવચક હતા. તેઓ ઉર્દૂ, ફારસી તથા અંગ્રેજી – ત્રણે ભાષાઓમાં નિપુણતા ધરાવતા હતા. ઉપરાંત અરબી અને હિન્દીમાં કુશળ હતા. તેઓ અરબી, ફારસી, ઉર્દૂ…
વધુ વાંચો >નઝીર, મોહંમદવલી અકબરાબાદી
નઝીર, મોહંમદવલી અકબરાબાદી (જ. 1740, દિલ્હી; અ. 16 ઑગસ્ટ 1830, આગ્રા) : ઉર્દૂ ભાષાના કવિ. તેમણે પ્રણાલી મુજબ જરૂરી શિક્ષણ મેળવ્યું હતું. અરબી-ફારસી ભાષા તેઓ સારી રીતે સમજતા હતા, છતાં તેમની કવિતા અરબી-ફારસીના પ્રભાવથી મુક્ત રહી છે. તેમણે શિક્ષણ-અધ્યાપનનો વ્યવસાય અપનાવ્યો હતો. નઝીરના વ્યક્તિત્વમાં વિનમ્રતા, હૃદયની વિશાળતા તેમજ ધાર્મિક સદભાવના…
વધુ વાંચો >નઝીરી નીશાપુરી
નઝીરી નીશાપુરી (જ. – ; અ. 1662, અમદાવાદ) : મુઘલ યુગના ગઝલકાર. કવિનો જન્મ નીશાપુરમાં થયો હતો. મૂળ નામ મુહમ્મદ હુસેન અને કવિનામ ‘નઝીરી’. તેમણે નીશાપુરમાં શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું અને યુવાવસ્થા સુધી તે માદરે વતનમાં જ રહ્યા. પિતાના અવસાન પછી પોતાની મિલકત પોતાના ભાઈઓને સોંપી યુવાવસ્થામાં પ્રવાસે નીકળી પડ્યા.…
વધુ વાંચો >નટઘર
નટઘર : ચંદ્રવદન મહેતાની કલ્પનાનું આદર્શ નાટ્યગૃહ. તેની ઇમારત દૂરથી મોઢેરાના સૂર્યમંદિર જેવી અથવા સોમનાથના સોમમહાલય જેવી ગોળ દેખાતી હોય, તેની બહાર એક ભાગમાં કલાકારીગરી માટેનાં લાકડાંથી માંડી ઝવેરાત સુધીની વિવિધ ઘર-ઉપયોગી વસ્તુઓથી સભર એવો પ્રદર્શનખંડ હોય અને બીજા ભાગમાં ખાવાપીવા માટેનું સ્વચ્છ સ્થાન હોય. અંદરના ભાગમાં પ્રવેશ કરો તો…
વધુ વાંચો >નટ-નટી
નટ-નટી : નાટકના પાત્રનો અભિનય કરનાર, અભિનેતા – અભિનેત્રી. ‘નાટકના પાત્રના ભાવને પ્રેક્ષકો તરફ (अभि) લઈ જનાર ’. આચાર્ય શંકુક દર્શાવે છે તેમ, નટ નાટકના પાઠનું માત્ર પઠન નથી કરતો (એ માત્ર મિમિક્રી થાય) પણ પાઠનો અભિનય કરે છે. નટ-નટી આંગિક, વાચિક, આહાર્ય અને સાત્વિક અભિનય તેમજ રીતિ, વૃત્તિ અને…
વધુ વાંચો >નટમંડપ / નટમંદિર
નટમંડપ / નટમંદિર : ઉત્તર ભારતની નાગર શૈલીમાં બનેલો ઓરિસાનાં મંદિરોનો એક મંડપ. આ મંદિરોમાં મુખ્ય દેઉલ અર્થાત્ ગર્ભગૃહની આગળ જગમંડપ અને પછી નટમંદિર તથા ભોગમંદિર બનાવાતાં. એક જ ધરી પર બનાવાયેલા આ મંડપોમાંના નટમંદિરનો ઉપયોગ ભગવાન સમક્ષ કરાતાં નૃત્ય વગેરે માટે અને ભોગમંદિરનો ઉપયોગ ભગવાનને ભોગ ધરાવવા માટે કરાતો,…
વધુ વાંચો >નટમંડળ
નટમંડળ : અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાને ઉપક્રમે સ્થપાયેલું નિયમિત નાટકો ભજવવા માટેનું નટો અને નાટ્યવિદોનું કાયમી જૂથ. લગભગ 1948માં અમદાવાદની ગુજરાત વિદ્યાસભાના આશ્રયે નાટ્યવિદ્યા મંદિર નામની સંસ્થા શરૂ કરવામાં આવી. આમાં નાટ્યવિદ્યામાં રસ ધરાવનારાં લગભગ પચીસેક ભાઈબહેનોએ હાજરી આપી. આમાં નાટ્યવિદ્યાસંબંધી વિવિધ વિષયો પર તજ્જ્ઞો મારફત વ્યાખ્યાનો તથા પરિસંવાદો યોજવામાં આવતાં…
વધુ વાંચો >નટરાજ
નટરાજ : શિવનાં અનેક સ્વરૂપોમાંનું એક. શિવ નર્તક રૂપે હોવાથી તે નટરાજ કહેવાય છે. આ સ્વરૂપે તેમણે નૃત્ય-નાટ્યકલા પ્રવર્તાવી. નટરાજ એટલે નૃત્ય-નાટ્યના અધિષ્ઠાતા દેવ. ઈશ્વરસ્વરૂપે તેઓ પોતાના નૃત્યના પ્રેક્ષક પણ છે. બ્રહ્માંડ એ તેમની રંગભૂમિ છે. પુષ્પદંતે તેના શિવમહિમ્ન: સ્તોત્રમાં આ નૃત્યનું તાદૃશ વર્ણન કર્યું છે : मही पादाधाताद् व्रजति…
વધુ વાંચો >નમિનાથ
નમિનાથ : જૈન ધર્મના એકવીસમા તીર્થંકર. અનુશ્રુતિ અનુસાર પૂર્વજન્મમાં તેઓ કૌશાંબી નગરીના રાજા સિદ્ધાર્થ હતા. તેમણે સુદર્શન મુનિની પાસે દીક્ષા લઈને કઠોર તપ કર્યું અને તીર્થંકર બન્યા. સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા – એ ચાર તીર્થો તેમણે સ્થાપ્યાં તેથી તેઓ તીર્થંકર કહેવાયા. સમાધિપૂર્વક દેહત્યાગ કરી અપરાજિત નામના સ્વર્ગમાં દેવ તરીકે…
વધુ વાંચો >નમિસાધુ
નમિસાધુ (ઈ. સ. 1050–1150 આશરે) : આચાર્ય રુદ્રટે રચેલા ‘કાવ્યાલંકાર’ નામના કાવ્યશાસ્ત્રના સંસ્કૃત ગ્રંથ પરની ટીકાના લેખક. તેમનું બીજું નામ નમિપંડિત છે. તેઓ શ્વેતાંબર જૈન હતા એવું સૂચન તેમના નામની આગળ મૂકવામાં આવેલા ‘શ્વેતભિક્ષુ’ એવા શબ્દ વડે મળે છે. તેઓ શાલિભદ્રસૂરિ નામના ગુરુના શિષ્ય હતા એવો નિર્દેશ તેમણે પોતે જ…
વધુ વાંચો >નમુચિ
નમુચિ : બળવાન રાક્ષસનું નામ. ઇન્દ્રને હાથે તેનું મૃત્યુ થયાનો ઉલ્લેખ મહાભારત, સભાપર્વમાં (અધ્યાય 50ના શ્લોક 22) અને કાલિદાસના રઘુવંશમાં (9/22) થયો છે. બધા રાક્ષસોને ઇન્દ્રે હરાવ્યા, પરંતુ નમુચિએ ઇન્દ્રને કેદ કર્યો. એ પછી નમુચિએ ઇન્દ્ર તેને દિવસે કે રાતે, ભીની કે સૂકી વસ્તુથી મારી ના શકે એ શરતે ઇન્દ્રને…
વધુ વાંચો >નમ્મયાસુંદરીકહા (નર્મદાસુંદરીકથા)
નમ્મયાસુંદરીકહા (નર્મદાસુંદરીકથા) : મહેન્દ્રસૂરિએ 1131માં પ્રાકૃત ગદ્યપદ્યમાં રચેલી કથા. આમાં नम्मया એટલે નર્મદાસુંદરીના ચરિત્રનું વર્ણન છે. આનો ગદ્ય-પદ્ય ભાગ સરલ અને રોચક છે. જૈન ધર્મમાં અત્યંત શ્રદ્ધાશીલ શ્રેષ્ઠી સહદેવની પત્ની સુંદરીએ નર્મદાસુંદરીને જન્મ આપ્યો હતો. નર્મદાસુંદરીના સૌન્દર્યથી આકર્ષિત થઈ મહેશ્વર દત્તે જૈન ધર્મનો સ્વીકાર કર્યો. શેઠે મહેશ્વરને જૈન સમજીને તેની…
વધુ વાંચો >નમ્યદંડ (flexible shaft)
નમ્યદંડ (flexible shaft) : શાફ્ટ બે પ્રકારની છે. નમ્ય અને અનમ્ય. શાફ્ટનું કાર્ય મુખ્યત્વે મશીનમાં એક જગાએથી બીજી જગાએ ગતિ કે યાંત્રિક શક્તિનું પરિવહન કરવું તે છે. શાફ્ટ પર ગરગડી કે દાંતાચક્રો લગાવાય છે અને તેની દ્વારા ગતિનું પરિવહન એક શાફ્ટથી બીજી શાફ્ટ પર થાય છે. જરૂરિયાત પ્રમાણે શાફ્ટને એક…
વધુ વાંચો >નયગાંધી, જયરામદાસ જેઠાભાઈ
નયગાંધી, જયરામદાસ જેઠાભાઈ (જ. 26 ઑગસ્ટ 1904, અંજાર, જિ. કચ્છ; અ. 20 ડિસેમ્બર 1974) : કચ્છના ઇતિહાસકાર અને અર્થશાસ્ત્રી. જયરામદાસનો જન્મ કચ્છના ભાટિયા પરિવારમાં થયો હતો. તેમના પિતાનાં ત્રણ વહાણો તૂણા બંદરે હતાં. જયરામદાસને કિશોર વયથી વાચનલેખનનો શોખ હતો અને તેમણે મૅટ્રિકની પરીક્ષા કૉલકાતાથી પસાર કરી હતી. શરૂઆતમાં વહાણવટાનો વ્યવસાય…
વધુ વાંચો >નયનસુખ
નયનસુખ (જ. આશરે 1710થી 1724, ગુલેર, ઉત્તરાખંડ; અ. આશરે 1763, બશોલી, ઉત્તરાખંડ) : પહાડી લઘુચિત્રકલાના પ્રસિદ્ધ ચિત્રકાર. બ્રાહ્મણ કુટુંબમાં જન્મ. પિતા સેઉ અને ભાઈ મણાકુ બંને પ્રસિદ્ધ પહાડી ચિત્રકારો. ચિત્રકલાનો વ્યવસાય અપનાવ્યો હોવાથી સમગ્ર પરિવારે પોતાને બ્રાહ્મણને બદલે સુથાર ગણાવવાનું પસંદ કર્યું હતું. પરિવારની મૂળ અટક ‘મિશ્રા’ પણ તેમણે તજી…
વધુ વાંચો >નયનંદી (દસમી સદી)
નયનંદી (દસમી સદી) : જૈનોની દિગંબર પરંપરાના આચાર્ય. તેમનો સમય દસમી સદીનો ઉત્તરાર્ધ અને અગિયારમી સદીનો પૂર્વાર્ધ મનાય છે. તેઓ રાજા ભોજદેવના સમકાલીન હતા, એ સ્પષ્ટ ઉલ્લેખ ભોજદેવના શિલાલેખમાં મળે છે. મહાન દિગંબર આચાર્ય કુંદકુંદની શિષ્યપરંપરામાંના તેઓ એક હતા. તેમના ગુરુનું નામ માણિક્યનંદી ત્રૈવિધ હતું. નયનંદી ધર્મોપદેશક અને તપસ્વી હતા.…
વધુ વાંચો >નયસુંદર
નયસુંદર (ઈ. સ.ની સોળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીનો પૂર્વાર્ધ) : મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના જૈન સાધુ કવિ. તેઓ વડતપગચ્છના ધનરત્નસૂરિની પરંપરામાં પંડિત ભાનુમેરુગણિના શિષ્ય હતા. એમણે ઉપાધ્યાયપદ પણ પ્રાપ્ત કર્યું હતું. નયસુંદરની રચનાઓ 1581થી 1629 સુધીનાં રચનાવર્ષો દર્શાવતી હોઈને આ કવિનો જીવનકાળ ઈશુની સોળમી સદીના ઉત્તરાર્ધથી સત્તરમી સદીના પૂર્વાર્ધ વચ્ચેનો નિશ્ચિત…
વધુ વાંચો >નય્યર શફીઉદ્દીન
નય્યર શફીઉદ્દીન (જ. 1903, આત્રોલી, જિ. અલીગઢ, ઉત્તરપ્રદેશ; અ. 1978, નવી દિલ્હી) : ઉર્દૂ લેખક, કવિ અને વાર્તાકાર. બાળપણમાં માબાપ ગુમાવતાં તેમણે દિલ્હીમાં ઉર્દૂ છાપાંના ફેરિયાનું કામ સ્વીકાર્યું. પાછળથી કેટલાક શિક્ષકોની મદદથી ઍંગ્લો-અરેબિક હાઈસ્કૂલમાં દાખલ થયા અને મેરિટ સ્કૉલરશિપ મળી. 15 વર્ષની વયે તેમનો એક લેખ ખ્યાતનામ લેખક અને પત્રકાર…
વધુ વાંચો >