Nepali literature
ઉપાધ્યાય, પુષ્પલાલ
ઉપાધ્યાય, પુષ્પલાલ (જ. 17 ઑક્ટોબર 1906, લાઇમાકુરી, લક્ષ્મીપુર, આસામ ; અ. 30 ડિસેમ્બર 1989) : નેપાળી કવિ. તેમની રચના ‘ઉષામંજરી’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1988ના વર્ષનો પુરસ્કાર મળ્યો હતો. તેમણે શોણિતપુર (આસામ), વારાણસી તથા જનકપુર(નેપાળ)માં સંસ્કૃતનો અભ્યાસ કર્યો હતો. તેમણે 1942ના સ્વાતંત્ર્ય-આંદોલનમાં પણ સક્રિય ભાગ લીધો હતો. તેમની લેખનપ્રવૃત્તિનો પ્રારંભ પણ…
વધુ વાંચો >ક્ષત્રી, લીલ બહાદુર
ક્ષત્રી, લીલ બહાદુર (જ. 1 માર્ચ 1933, ગુવાહાટી) : નેપાળી સાહિત્યકાર. તેમની ‘બ્રહ્મપુત્ર કા છેડછાડ’ નામની કૃતિને 1987ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમણે શાળાકીય શિક્ષણ શિલોંગમાં અને ઉચ્ચ શિક્ષણ ગુવાહાટીમાં મેળવ્યું. ત્યાંથી જ તેમણે 1958માં અર્થશાસ્ત્રમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. થોડો વખત ગુવાહાટી ખાતેના આકાશવાણી કેન્દ્રમાં સ્ટાફ આર્ટિસ્ટ…
વધુ વાંચો >ગિરિ, રામચંદ્ર
ગિરિ, રામચંદ્ર (જ. 1905, તુરા, ગારો હિલ્સ) : નેપાળી સાહિત્યકાર. તેમના ‘સમાજદર્પણ’ નામના મહાકાવ્યને 1984ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ નાના હતા ત્યારથી જ આઝાદીના આંદોલનમાં જોડાયા હતા. રાષ્ટ્રીય નવચેતનાના પગલે શાળાકીય અભ્યાસ છોડી દઈ તેઓ અમદાવાદમાં સાબરમતી આશ્રમમાં આવી વસ્યા હતા. અહીં તેઓ સંસ્કૃત તથા કાંતણ…
વધુ વાંચો >ગુરુંગ, માર્ટિન માઇકલ
ગુરુંગ, માર્ટિન માઇકલ (જ. જાન્યુઆરી 1926, રુંગનીત ટી એસ્ટેટ, દાર્જિલિંગ, પ. બંગાળ; અ. 2014) : જાણીતા નેપાળી વિવેચક અને વાર્તાકાર. તેમને તેમના ‘બિરસિયકો સંસ્કૃતિ’ નામક સાંસ્કૃતિક અભ્યાસગ્રંથ (1980), માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી કેટલોક વખત દાર્જિલિંગ ખાતે સેંટ…
વધુ વાંચો >ગ્વિન, ઓકિમા
ગ્વિન, ઓકિમા (જ. 1920, હાગકાગ) : નેપાળી ભાષાના નવલકથાકાર, નાટ્યકાર તથા અનુવાદક. તેમની નવલકથા ‘સુનખરી’ને 1980ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ સૅન્ડહર્સ્ટમાંથી સ્નાતક થયા હતા. તેમણે રૉયલ બ્રિટિશ નૅવીમાં ઇજનેર તથા રડાર-પ્રશિક્ષક તરીકે કામગીરી બજાવી હતી. 1946માં તેઓ દાર્જિલિંગમાં સ્થાયી થયા અને નેપાળીમાં લેખનકાર્ય આરંભ્યું. તેમણે 15…
વધુ વાંચો >ચૅમ્લિંગ, ગુમાનસિંઘ
ચૅમ્લિંગ, ગુમાનસિંઘ (જ. 1942, તિસ્તા, દાર્જીલિંગની ટેકરીઓ) : ખ્યાતનામ નેપાળી વિવેચક, વાર્તાકાર અને કવિ. તેમને તેમના વિવેચનગ્રંથ ‘મોવલો’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે સંસ્કૃત, હિંદી, ગ્રીક અને લૅટિન ભાષાઓનો પણ અભ્યાસ કર્યો છે. હાલ તેઓ ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય કરે છે. 1962માં તેમણે તેમનો…
વધુ વાંચો >છેત્રી, શરદ
છેત્રી, શરદ (જ. 1947, રાજબાડી, દાર્જિલિંગ) : સુપરિચિત નેપાળી વાર્તાકાર અને કવિ. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ચક્રવ્યૂહ’ બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાંથી નેપાળીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. તેઓ તાલીમબંદ સ્નાતક હોવાને કારણે શાળામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. પાછળથી તેઓ સ્ટેટ…
વધુ વાંચો >નેપાળી ભાષા અને સાહિત્ય
નેપાળી ભાષા અને સાહિત્ય : ઇન્ડોઆર્યન જૂથની, નાગરી લિપિમાં લખાતી નેપાળ રાજ્યની અધિકૃત ભાષા. નેપાળમાં કિરાતી, ગુરુંગ (મુરમી), તામંગ, મગર, નેવારી, ગોરખાલી વગેરે બોલીઓ પ્રચલિત છે. રાજધાની કાઠમંડુના વિસ્તારમાં વસેલી નેવાર જાતિને પ્રાગૈતિહાસિક ગંધર્વો, કિરાતો અને પ્રાચીન યુગના લિચ્છવીઓની આધુનિક પ્રતિનિધિ પ્રજા માની શકાય. નેવાર જાતિ પોતાની બોલીને ‘નેપાળી ભાષા’…
વધુ વાંચો >પ્રધાન, મત્સ્યેન્દ્ર
પ્રધાન, મત્સ્યેન્દ્ર (જ. 1939, હૅપી વૅલી ટી એસ્ટેટ, દાર્જિલિંગ, પ. બંગાળ) : નેપાળી વિવેચક અને નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘નીલકંઠ’ માટે 1985ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો છે. તેમણે તત્વજ્ઞાનમાં એમ.એ.ની ડિગ્રી મેળવી છે. કિશોરાવસ્થાથી જ અનેક નેપાળી સામયિકોમાં તેમનાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ પ્રકાશિત થવા માંડેલાં. પાછળથી…
વધુ વાંચો >યોન્જન, જસ, ‘પ્યાસી’
યોન્જન, જસ, ‘પ્યાસી’ (જ. 14 ડિસેમ્બર 1949, સિરિસય ચૉંગટૉગ ટી એસ્ટેટ, જિ. દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી લેખક. નૉર્થ બૅંગૉલ યુનિવર્સિટીમાંથી નેપાળીમાં એમ.એ. થયા (1980). કુરસેઆગ કૉલેજના નેપાળી વિભાગના સિનિયર લેક્ચરર. તેમણે અનુવાદક ઉપરાંત દૂરદર્શન, કુરસેઆગ (1976) અને દૂરદર્શન, ગંગટોક(1983)ના સંદેશાવાચક તરીકે કારકિર્દી શરૂ કરી. સાહિત્યિક માસિક ‘દિયાલો’ના સંપાદક. 1993–97…
વધુ વાંચો >