મુકુન્દ પ્રા. શાહ

ઉદેશી, ચાંપશી વિઠ્ઠલદાસ

ઉદેશી, ચાંપશી વિઠ્ઠલદાસ (જ. 24 એપ્રિલ 1892, ટંકારા, મોરબી તાલુકો; અ. 26 ફેબ્રુઆરી 1974, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર અને લેખક. માતા ડાહીબહેન અને પિતા વિઠ્ઠલદાસ. કોલકાતાથી એપ્રિલ 1922માં ‘નવચેતન’ માસિક પ્રગટ કર્યું. એ માસિક દ્વારા તેમણે ઘણા નવા લેખકોને પ્રોત્સાહન આપ્યું હતું. કોલકાતામાં ગુજરાત ઍમેચ્યોર્સ ક્લબની સ્થાપના કરીને અનેક ગુજરાતી…

વધુ વાંચો >

જનકલ્યાણ

જનકલ્યાણ : ગુજરાતી માસિક પત્ર. 1951માં સંત ‘પુનિત’ મહારાજના તંત્રીપદે શરૂ થયેલું. પ્રથમ વર્ષે જ 6000 ગ્રાહકો નોંધાયા હતા. ‘જનકલ્યાણ’ના પ્રકાશનનો હેતુ સસ્તા દરે જીવનલક્ષી સાહિત્ય પૂરું પાડવાનો છે. તેમાં મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, નીતિ, વ્યવહાર વગેરે વિષયોને આવરી લેતી સામગ્રી સરળ ભાષામાં આપવામાં આવે છે. પ્રત્યેક વર્ષે વિવિધ વિષયોને આવરી…

વધુ વાંચો >

દક્ષિણા (1947)

દક્ષિણા (1947) : આધ્યાત્મિક ચિંતનનું ગુજરાતી ત્રૈમાસિક. શ્રી અરવિંદને સમર્પિત થયા પછી શ્રી અરવિંદ અને માતાજીની વિચારધારાનો ગુજરાતીભાષી જનતાને પરિચય થાય અને તેમનું જીવન ઊર્ધ્વગામી બને તે હેતુથી શ્રી અરવિંદના 76મા જન્મદિને 1947ની 15મી ઑગસ્ટે (ભારત પણ એ જ દિવસે સ્વતંત્ર થયું) પૉંડિચેરી(પુદુચેરી)માં આવેલા પોતાના નિવાસસ્થાનેથી કવિ-સાધક સુંદરમે (ત્રિભુવનદાસ લુહારે)…

વધુ વાંચો >

દેસાઈ, કુમારપાળ

દેસાઈ, કુમારપાળ (જ. 30 ઑગસ્ટ 1942, રાણપુર) : ગુજરાતી ભાષાસાહિત્યના પ્રાધ્યાપક, સાહિત્યકાર અને જૈનદર્શનના જ્ઞાતા. વતન સાયલા, જિ. સુરેન્દ્રનગર. પિતા સાહિત્યકાર ‘જયભિખ્ખુ’ બાલાભાઈ દેસાઈ અને માતા જયાબહેન. ઘરમાં જ પિતાનું અંગત પુસ્તકાલય હાથવગું હોવાથી બાળપણથી સાહિત્યરુચિ જન્મી અને વિકસી. પિતા પાસેથી ધર્મ પ્રત્યેની અભિરુચિનો વારસો પણ એમને મળેલો છે. અમદાવાદની…

વધુ વાંચો >

નવચેતન

નવચેતન (1922) : વીસમી સદીનું પ્રથમ ગુજરાતી સાહિત્યિક માસિક. ચાંપશી વિઠ્ઠલદાસ ઉદેશીએ કૉલકાતાથી 1 એપ્રિલ, 1922ના રોજ પોતાના તંત્રીપદે આ માસિકનું પ્રકાશન શરૂ કર્યું હતું. ગુજરાતથી સેંકડો માઈલ દૂર બંગાળમાંથી ગુજરાતી સામયિક શરૂ કરવાના તેમના માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવી હતી, પણ નિષ્ઠાને કારણે તે બધી મુશ્કેલીઓ પાર કરી ગયા હતા.…

વધુ વાંચો >

નવનીત–સમર્પણ

નવનીત–સમર્પણ : ગુજરાતી માસિકપત્ર. શિષ્ટ સાહિત્ય પીરસતું અગ્રણી ગુજરાતી સાહિત્યિક સામયિક. સાહિત્યરસિક ગુજરાતી કુટુંબોનું તે પ્રિય માસિક છે. જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે તે પ્રદેશોમાં – વિદેશોમાં પણ તે સારી સંખ્યામાં વંચાતું આવ્યું છે. અગાઉ ‘નવનીત’ અને ‘સમર્પણ’ જુદાં જુદાં પ્રગટ થતાં હતાં. બંને સાહિત્યિક સામયિક હતાં. ઈ. સ. 1962ના…

વધુ વાંચો >

નવરોઝ

નવરોઝ : ગુજરાતી ભાષાનું પારસી વર્તમાનપત્ર. પૂર્વ ભારત – કૉલકાતાથી ઈ. સ. 1913માં એદલજી નવરોજી કાંગા નામના પારસી ગૃહસ્થે ‘નવરોઝ’ નામનું અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં સંયુક્ત રીતે પ્રગટ થતું સાપ્તાહિક શરૂ કર્યું. કૉલકાતાની ગુજરાતી પ્રજાનો સારો એવો સાથ અને સહકાર કાંગાને પ્રાપ્ત થયો. તેમને ‘નવરોઝ’ના સંપાદન અને સંચાલનમાં…

વધુ વાંચો >

પુસ્તકાલય

પુસ્તકાલય : પુસ્તકપ્રવૃત્તિ અંગેનું ગુજરાતનું 75 વર્ષ જૂનું સામયિક. જીવનઘડતર અને સમાજઘડતર માટે પુસ્તક અત્યંત મહત્વનું છે એવી માન્યતા ધરાવતા પુસ્તકાલય-પ્રવૃત્તિના પ્રણેતા મોતીભાઈ ન. અમીનની પ્રેરણાથી વડોદરામાં 1923માં ગુજરાત પુસ્તકાલય સહાયક સહકારી મંડળ લિમિટેડની સ્થાપના કરવામાં આવી. એ સમયે પ્રજા નિરક્ષરતા, અબુધતા, અજ્ઞાન, અનારોગ્ય, કુરિવાજો અને ખોટા વહેમોમાં ફસાયેલી હતી.…

વધુ વાંચો >

પ્રબુદ્ધ જીવન

પ્રબુદ્ધ જીવન : જીવનઘડતરને લગતું જૂનું ગુજરાતી સામયિક. અસત્ય સામે પ્રતિકાર કરવા તથા સમાજઘડતરની વિવિધ પ્રવૃત્તિઓને વાચા તથા પ્રોત્સાહન આપવાના હેતુથી વિવેકશીલ વિચારક અને સુધારાના પ્રખર હિમાયતી, પરમાનંદ કુંવરજી કાપડિયાએ 1931ની પહેલી નવેમ્બરે ‘શ્રી મુંબઈ જૈન યુવક સંઘ’ના મુખપત્ર તરીકે મુંબઈથી ‘પ્રબુદ્ધ જૈન’ નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. પરંતુ તેમણે…

વધુ વાંચો >

મહેતા, કપિલરાય

મહેતા, કપિલરાય (જ. 9 માર્ચ 1911, ભાવનગર; અ. 1970, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર. કપિલરાય મહેતાનો જન્મ નાગર જ્ઞાતિમાં મનવંતરાય મહેતાને ત્યાં થયો હતો. 1923માં વિલેપારલેની રાષ્ટ્રીય શાળામાં દાખલ થઈ માધ્યમિક શિક્ષણ લીધું. અહીંના વાતાવરણથી તેઓ ચુસ્ત ગાંધીવાદી બન્યા. તેમણે અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં ઉચ્ચ શિક્ષણમાં સમાજવિદ્યા વિશારદની પદવી પ્રાપ્ત કરી હતી.…

વધુ વાંચો >