મહેબૂબ દેસાઈ

ધોલેરા સત્યાગ્રહ

ધોલેરા સત્યાગ્રહ : મીઠાના કાયદાભંગ માટેનો અહિંસક સત્યાગ્રહ. ગાંધીજીએ દાંડીકૂચ કરીને 6 એપ્રિલ, 1930ના રોજ દાંડીના દરિયાકાંઠે ચપટી મીઠું ઉપાડી મીઠાના કાયદાનો ભંગ કર્યો. તે સાથે સમગ્ર ભારતમાં સવિનય કાનૂનભંગની ચળવળ શરૂ થઈ. સૌરાષ્ટ્રના દેશભક્તો આ લડત ઉપાડી લેવા ઉત્સુક હોવાથી અમૃતલાલ શેઠે ગુજરાત પ્રાંતિક કૉંગ્રેસ સમિતિની મંજૂરી મેળવી. અમદાવાદ…

વધુ વાંચો >

ધ્રોળ ધ્વજ સત્યાગ્રહ

ધ્રોળ ધ્વજ સત્યાગ્રહ (ઈ. સ. 1931) : રાષ્ટ્રધ્વજ પરત મેળવવા ગુજરાતમાં ધ્રોળની પ્રજાએ કરેલો સત્યાગ્રહ. સૌરાષ્ટ્રમાં હાલના જામનગર જિલ્લામાં આવેલા ધ્રોળના જૂના દેશી રાજ્યમાં રાજા દોલતસિંહ(1914–1939)ના સમયમાં રાષ્ટ્રીય પ્રવૃત્તિઓને કચડી નાંખવામાં આવતી. ત્યાંના રાષ્ટ્રવાદી નેતા પુરુષોત્તમ ઉદેશીને રાજ્યની પોલીસે માર્ચ 1931માં જેલમાં પૂરી ખૂબ મારવાથી લોકોમાં ભય ફેલાયો હતો. ગાંધી-ઇર્વિન…

વધુ વાંચો >

પાકિસ્તાન

પાકિસ્તાન એશિયા ખંડમાં ભારતની પશ્ચિમે આવેલો દેશ. સત્તાવાર નામ : પાકિસ્તાનનું ઇસ્લામી પ્રજાસત્તાક. દુનિયાનાં ઇસ્લામિક રાષ્ટ્રોમાં તેનું સ્થાન આગવું છે. સ્વતંત્રતા પછીનાં 50 વર્ષના તેના ઇતિહાસમાં ત્યાંના નાગરિકોએ લોકશાહી અને પ્રમુખશાહી બંનેનો અનુભવ કર્યો છે. સ્થાન-સીમા-વિસ્તાર : પાકિસ્તાન 23o 36′ ઉ. અ.થી 36o 52′ ઉ. અ. અને 60o 52′ પૂ.…

વધુ વાંચો >

પૉટ્સડૅમ પરિષદ

પૉટ્સડૅમ પરિષદ : જર્મનીમાં બર્લિન પાસે પૉટ્સડૅમ મુકામે 17 જુલાઈથી 2 ઑગસ્ટ, 1945 દરમિયાન મળેલી ત્રણ મહાસત્તાઓના વડાઓની પરિષદ. જર્મનીએ મે, 1945માં શરણાગતિ સ્વીકારી. ત્યારબાદ જર્મનીના ભાવિનો નિર્ણય કરવા યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ હૅરી ટ્રુમૅન, સોવિયેત સંઘના વડાપ્રધાન જૉસેફ સ્તાલિન અને ગ્રેટ બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ (પાછળથી તેમના અનુગામી ક્લેમન્ટ ઍટલી)…

વધુ વાંચો >

બહાદુરશાહ ‘ઝફર’

બહાદુરશાહ ‘ઝફર’ (જ. 1775; અ. 2 નવેમ્બર 1862) : બાબરે ભારતમાં સ્થાપેલ મુઘલ વંશના છેલ્લા બાદશાહ. તેઓ બહાદુરશાહ બીજાના નામે જાણીતા હતા. તેમનું મૂળ નામ અબૂ ઝફર હતું. 1837માં ગાદી પર બેઠા પછી તેમનું નામ અબૂ ઝફર મુહમ્મદ સિરાજુદ્દીન બહાદુરશાહ ગાઝી રાખવામાં આવ્યું. બહાદુરશાહના જન્મ અને ઉછેર સંબંધી અધિકૃત વિગતો…

વધુ વાંચો >

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યની પૂર્વમાં ગંગા-બ્રહ્મપુત્ર નદીઓના મુખત્રિકોણ-પ્રદેશને મહદ્અંશે આવરતો, બંગાળના ઉપસાગરની ઉત્તરમાં આવેલો દક્ષિણ એશિયાઈ દેશ. 1971 અગાઉ તે પાકિસ્તાનનો પ્રાંત હતો અને ત્યારે તે પૂર્વ પાકિસ્તાન નામથી ઓળખાતો હતો. 1971ના અંતમાં આ દેશે દુનિયાના રાજકીય નકશામાં ‘બાંગ્લાદેશ’ નામથી નવોદિત રાષ્ટ્ર તરીકે અલગ સ્થાન મેળવ્યું. કુદરત તરફથી આ…

વધુ વાંચો >

ભાવનગર યુનિવર્સિટી

ભાવનગર યુનિવર્સિટી : ભાવનગર જિલ્લાના ભૌગોલિક વિસ્તાર માટે સ્થપાયેલી યુનિવર્સિટી. સૌરાષ્ટ્રમાં ઉચ્ચશિક્ષણનો આરંભ 1885માં ભાવનગરમાં શામળદાસ કૉલેજની સ્થાપનાથી થયો હતો. મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન શામળદાસ કૉલેજ શરૂ થઈ ત્યારે ગુજરાતમાં માત્ર બે જ કૉલેજ હતી : અમદાવાદમાં ગુજરાત કૉલેજ અને વડોદરામાં બરોડા કૉલેજ. સૌરાષ્ટ્રમાં શામળદાસ કૉલેજની સ્થાપનાથી ઉચ્ચ અભ્યાસાર્થે સૌરાષ્ટ્ર…

વધુ વાંચો >

ભુટ્ટો, ઝુલ્ફિકાર અલી

ભુટ્ટો, ઝુલ્ફિકાર અલી (જ. 5 જાન્યુઆરી 1928, લારખાના, સિંધ; અ. 4 એપ્રિલ 1979, રાવલપિંડી) : પાકિસ્તાનના પ્રમુખ અને વડાપ્રધાન. ઝુલ્ફિકાર અલીના પિતા શાહનવાઝ ભુટ્ટો જાગીરદાર હતા. જૂનાગઢ(ગુજરાત)ના નવાબ મહોબતખાન ત્રીજા(1911–1948)ના દીવાન તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ઝુલ્ફિકારનું બાળપણ જૂનાગઢમાં વીત્યું હતું. ભારતના ભાગલા પછી જૂનાગઢના નવાબ મહોબતખાન પાકિસ્તાન ચાલ્યા ગયા…

વધુ વાંચો >

મક્કા

મક્કા (Mecca) : ઇસ્લામ ધર્મનું અતિ પવિત્ર સ્થળ. ભૌગોલિક સ્થાન : 27° 20´ ઉ. અ. અને 39° 49´ પૂ. રે. તે પશ્ચિમ અરેબિયામાં છૂટીછવાઈ ટેકરીઓ અને પર્વતોથી વીંટળાયેલા શુષ્ક વેરાન પ્રદેશમાં આવેલું છે. ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મુહમ્મદ પયગંબર(સ.અ.)નું આ જન્મસ્થળ છે. મુસ્લિમો જ્યારે નમાજ પઢે છે ત્યારે તેઓ તેમનો…

વધુ વાંચો >

મિન્હાજ સિરાજ જૂઝજાની

મિન્હાજ સિરાજ જૂઝજાની (જ. 1193, ફીરુઝકૂહ, અફઘાનિસ્તાન; અ. 1267) : પ્રખ્યાત ફારસી ઇતિહાસ-ગ્રંથ ‘તબકાત-ઇ-નાસિરી’ના લેખક, કવિ તથા સંતપુરુષ. મૌલાના મિન્હાજુદ્દીન બિન સિરાજુદ્દીન દિલ્હી સલ્તનતના શરૂઆતના ગુલામવંશના રાજ્યકાળ(1206–1290)ના એકમાત્ર ઇતિહાસકાર છે. તેમનો ઇતિહાસગ્રંથ તે સમયની વિગતવાર રાજકીય ભૂમિકા પૂરી પાડે છે. ધાર્મિક પવિત્રતા તથા વિદ્યા માટે પ્રખ્યાત એવા તેમના ખાનદાનનો સંબંધ…

વધુ વાંચો >