મધુકાન્ત ભગવાનજી પંડ્યા
અગસ્ત્ય હરિતકી
અગસ્ત્ય હરિતકી : આયુર્વેદિક ઔષધ. ચાટણ જેવું આ ઔષધ હરડે, જવ, દશમૂળની દસ ઔષધિઓ, ચિત્રક, પીપરીમૂળનાં ગંઠોડાં, અઘેડો, કચૂરો, કૌંચા, શંખાવલી, ભારંગી, ગજપીપર, બલામૂળ, પુષ્કરમૂળ, ઘી, તલનું તેલ, ગોળ, મધ તથા લીંડીપીપરના ચૂર્ણમાંથી તૈયાર થાય છે. માત્રા : એકથી બે નંગ હરડે તથા 5થી 10 ગ્રામ જેટલો અવલેહ સવારમાં એક…
વધુ વાંચો >અગ્નિકુમારરસ
અગ્નિકુમારરસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ ટંકણખાર, શુદ્ધ વછનાગ, કોડીની ભસ્મ, શંખભસ્મ અને મરીને જંબીરી લીંબુના રસમાં સાત વાર ઘૂંટી સુકાઈ જાય ત્યારે કપડાથી ચાળીને બબ્બે રતીના પ્રમાણમાં ગોળીઓ બનાવવામાં આવે છે. માત્રા 2થી 4 રતી. અનુપાન : છાશ, લીંબુ અથવા આદુંનો રસ દિવસમાં 2થી 3 વાર.…
વધુ વાંચો >અગ્નિતુંડી વટી
અગ્નિતુંડી વટી : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ પારદ, શુદ્ધ ગંધક, શુદ્ધ વછનાગ, અજમો, હરડે, બહેડાં, આંબળાં, સાજીખાર, જવભાર, ચિત્રક, સિંધાલૂણ, જીરું, સંચળ, વાવડિંગ, મીઠું, સૂંઠ, મરી અને લીંડીપીપર એ દરેકને સરખા ભાગે લઈને તેમાં બધાંયના વજન જેટલું શુદ્ધ ઝેરકોચલાનું ચૂર્ણ મેળવી જંબીરી લીંબુના રસમાં ખૂબ ઘૂંટીને મરીના દાણા જેવડી ગોળીઓ બનાવવામાં…
વધુ વાંચો >અશ્વગંધારિષ્ટ
અશ્વગંધારિષ્ટ : આયુર્વેદિક ઔષધ. મુખ્યત્વે અશ્વગંધા અને તેની સાથે મૂસળી, મજીઠ, હરડે, હળદર, દારૂહળદર, જેઠીમધ, રાસ્ના, વિદારીકંદ, અર્જુન, નાગરમોથ, નસોતર, અનંતમૂળ, શ્યામા, શ્વેતચંદન, રતાંજળી, વજ અને ચિત્રકમૂળના કવાથમાં મધ તથા ધાવડીનાં ફૂલ, સૂંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, ઇલાયચી, પ્રિયંગુ તથા નાગકેશરનું ચૂર્ણ મેળવી એક મહિના સુધી માટીના વાસણમાં બંધ કરી…
વધુ વાંચો >આનંદભૈરવ રસ
આનંદભૈરવ રસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ હિંગુલ, શુદ્ધ વછનાગ, કાળાં મરી, શુદ્ધ ટંકણખાર અને લીંડીપીપર સરખા પ્રમાણમાં લઈ ખરલમાં સારી રીતે ઘૂંટીને બારીક ચૂર્ણ બનાવી, લગભગ 0.125 ગ્રા.થી 0.25 ગ્રા.ના પ્રમાણમાં કડા છાલ તથા ઇન્દ્રયવના ચૂર્ણને મધમાં મેળવી તેની સાથે આપવાથી ત્રિદોષજનિત અતિસારના રોગમાં લાભ થાય છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા
વધુ વાંચો >એરંડ તૈલ
એરંડ તૈલ : એરંડિયું મધુર, સારક, ગરમ, ભારે, રુચિકર, સ્નિગ્ધ અને કડવું છે; તે બદ, ઉદરરોગ, ગોળો, વાયુ, કફ, સોજો, વિષમજ્વર અને કમર, પીઠ, પેટ અને ગુદાના શૂળનો નાશ કરે છે. રેચ માટે સૂંઠના ઉકાળામાં 2 તોલા જેટલું એરંડિયું પીવા આપવામાં આવે છે. મધુકાન્ત ભગવાનજી પંડ્યા
વધુ વાંચો >કનકાસવ
કનકાસવ : આયુર્વેદિક ઔષધ. ગ્રંથપાઠ અને વિધિ : ધતૂરાનું પંચાંગ અને અરડૂસીનાં મૂળ 325-325 ગ્રામ; જેઠીમધ, લીંડીપીપર, ભોંયરીંગણી (બેઠી), નાગકેસર, સૂંઠ, ભારંગમૂળ અને તાલીસપત્ર – આ દરેકનું 160-160 ગ્રામ ચૂર્ણ; ધાવડીનાં ફૂલ 130 ગ્રામ, અધકચરી લીલવા (સૂકી) દ્રાક્ષ 165 ગ્રામ, સાકર 850 ગ્રામ, મધ 425 ગ્રામ અને પાણી 4,100 મિલિ.…
વધુ વાંચો >કરંજ
કરંજ : દ્વિદળી વર્ગમાં આવેલા પેપિલિયોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pongomia pinnata Pierre syn. P. glabra Vent; Derris indica Bennet. (સં., મ., ગુ. કરંજ; હિં. કંજા, કટકરંજા; તે. ગાનુગા, પુંગુ; તા. પોંગા, પોંગમ; મલ. પુંગુ, પુન્નુ; અં. પોંગમ ઑઇલ ટ્રી, ઇંડિયન બીચ) છે. તે મધ્યમ કદનું, 18 મી.…
વધુ વાંચો >