કનકસુંદર રસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ હિંગળો, શુદ્ધ ગંધક, શુદ્ધ ટંકણખાર, શુદ્ધ વછનાગ, શુદ્ધ ધતૂરાનાં બીજ, કાળાં મરી અને લીંડીપીપરનું બારીક ચૂર્ણ ખરલમાં નાખી ભાંગના ક્વાથમાં એક પ્રહર સુધી ખૂબ ઘૂંટીને એક એક રતીના પ્રમાણની ગોળીઓ બનાવાય છે. 1થી 2 ગોળી સવાર-સાંજ પાણી સાથે ગ્રહણી રોગ, અતિસાર, તાવ, અગ્નિમાંદ્ય વગેરેમાં અપાય છે. પથ્યમાં માત્ર દહીં-ભાત અથવા છાશ ને ભાત લેવાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા