અગસ્ત્ય હરિતકી

January, 2001

અગસ્ત્ય હરિતકી : આયુર્વેદિક ઔષધ. ચાટણ જેવું આ ઔષધ હરડે, જવ, દશમૂળની દસ ઔષધિઓ, ચિત્રક, પીપરીમૂળનાં ગંઠોડાં, અઘેડો, કચૂરો, કૌંચા, શંખાવલી, ભારંગી, ગજપીપર, બલામૂળ, પુષ્કરમૂળ, ઘી, તલનું તેલ, ગોળ, મધ તથા લીંડીપીપરના ચૂર્ણમાંથી તૈયાર થાય છે.

માત્રા : એકથી બે નંગ હરડે તથા 5થી 10 ગ્રામ જેટલો અવલેહ સવારમાં એક વાર ચાટી ઉપર ગરમ દૂધ પિવાય છે.

ઉપયોગ : ક્ષય, ખાંસી, તાવ, દમ, હેડકી, હરસ, અરુચિ અને જૂનું સળેખમ જેવા રોગોમાં તથા રસાયન તરીકે તે ઉપયોગી છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા