આનંદભૈરવ રસ : આયુર્વેદિક ઔષધ. શુદ્ધ હિંગુલ, શુદ્ધ વછનાગ, કાળાં મરી, શુદ્ધ ટંકણખાર અને લીંડીપીપર સરખા પ્રમાણમાં લઈ ખરલમાં સારી રીતે ઘૂંટીને બારીક ચૂર્ણ બનાવી, લગભગ 0.125 ગ્રા.થી 0.25 ગ્રા.ના પ્રમાણમાં કડા છાલ તથા ઇન્દ્રયવના ચૂર્ણને મધમાં મેળવી તેની સાથે આપવાથી ત્રિદોષજનિત અતિસારના રોગમાં લાભ થાય છે.

મધુકાન્ત ભગવાનજી પંડ્યા