ભાનુપ્રસાદ મ. ગાંધી
અપકૃત્યનો કાયદો
અપકૃત્યનો કાયદો વ્યક્તિ કે મિલકતને નુકસાન કરતાં કૃત્યો પરત્વે ઘડવામાં આવેલો કાયદો. ભારતમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં વ્યક્તિની પોતાના હક વિશે ઓછી સભાનતા હતી, તે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ઘણી વધી હતી. ઉદ્યોગીકરણ, ઝડપી વાહન-વ્યવહાર, સંદેશાની આપ-લેનાં ઝડપી સાધનો, સામાજિક તથા આર્થિક ઉન્નતિ માટેના સમાજકલ્યાણના કાયદાઓ અને શિક્ષણના પ્રસારણને પરિણામે આ જાગૃતિનું પ્રમાણ વધતું…
વધુ વાંચો >ઑટો ડર ગ્રોસ
ઑટો ડર ગ્રોસ (મહાન ઑટો – 1) (જ. 23 નવેમ્બર 912, જર્મની; અ. 7 મે 973, જર્મની) : ‘પવિત્ર રોમન શહેનશાહ’નું બિરુદ ધરાવતા જર્મન રાજવી. પિતા હેનરી-I. માતા માટિલ્ડા. ઇંગ્લૅન્ડના રાજા એડ્વર્ડ ‘એલ્ડર’ની પુત્રી એડિથ સાથે 930માં લગ્ન. તે સેક્સનીના નાના રાજ્યનો રાજવી હતો. બધા અમીરો દ્વારા સમગ્ર જર્મનીના રાજવી…
વધુ વાંચો >કાયદો
કાયદો કોઈ પણ દેશ કે રાજ્યમાં જે નિયમો કે સિદ્ધાંતો હસ્તક નાગરિકોને ન્યાય અપાતો હોય છે, જેને અનુસરીને રાજ્યો-રાજ્યો વચ્ચેના, રાજ્ય અને નાગરિકો વચ્ચેના તથા પરસ્પર નાગરિકો વચ્ચેના વિવાદોનો નિકાલ કરવામાં આવતો હોય છે તથા જેને આધારે શાંતિ અને વ્યવસ્થા જળવાતી હોય છે તે નિયમો કે સિદ્ધાંતોનો સંપુટ. 1. સામાન્ય…
વધુ વાંચો >કૃપાલાની જીવતરામ આચાર્ય
કૃપાલાની, જીવતરામ આચાર્ય (જ. 11 નવેમ્બર 1888, હૈદરાબાદ [સિંધ]; અ. 19 માર્ચ 1982, અમદાવાદ) : મહાત્મા ગાંધીજીના શરૂઆતના અનુયાયીઓમાંના એક પ્રખર દેશભક્ત. ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના પહેલી હરોળના નેતા અને સમગ્ર જીવન રાષ્ટ્રને સમર્પણ કરનાર, સત્તાથી દૂર રહેનાર, સેવાભાવી રાજપુરુષ. જે. બી. (જીવતરામ ભગવાનદાસ) કૃપાલાનીએ મુંબઈની વિલ્સન કૉલેજ, કરાંચીની ડી. જે. સિંધ…
વધુ વાંચો >કૉન્સ્ટન્ટાઇન
કૉન્સ્ટન્ટાઇન (જ. 27 ફેબ્રુઆરી 272, Naissus, Moesia, Roman Empire; અ. 22 મે 337, Achyron, Nicomedia, Bithynia, Roman Empire) : રોમનો સમ્રાટ. કૉન્સ્ટન્ટિયસ અને હેલેનાનો અનૌરસ પુત્ર. કૉન્સ્ટન્ટાઇન દ્વારા ગૉલનું સફળતાપૂર્વક રક્ષણ થયું હતું. મૅક્સેન્શિયસને પરાજિત કરીને તેણે ઇટાલી પર વર્ચસ્ સ્થાપ્યું (ઈ.સ. 312). પૂર્વના સમ્રાટ લાયસિનિયસને હરાવ્યો અને રોમનો સમ્રાટ…
વધુ વાંચો >ચોરી
ચોરી : જંગમ મિલકતના કાયદેસરના માલિક કે કબજેદારની જાણ અને સંમતિ વગર બદઇરાદાથી તેનો કબજો લઈ લેવાનું ગુનાઇત કૃત્ય. ચોરીનો ગુનો સામાન્યત: વસ્તુના માલિક કે કબજેદારની જાણ બહાર કરાય છે. કાત્યાયનસ્મૃતિ અને નારદસ્મૃતિ પ્રમાણે કોઈ વ્યક્તિને તેની મિલકતથી ચોરીછૂપીથી કે ખુલ્લી રીતે, દિવસે કે રાત્રે વંચિત કરવી એટલે ચોરી (કાત્યાયનસ્મૃતિ…
વધુ વાંચો >ડેનિંગ, લૉર્ડ
ડેનિંગ, લૉર્ડ (જ. 23 જાન્યુઆરી 1899, વ્હાઇટ ચર્ચ, ઇંગ્લૅન્ડ; અ. 5 માર્ચ 1999) : બ્રિટનના વિખ્યાત ધારાશાસ્ત્રી, વિચક્ષણ ન્યાયાધીશ અને સમર્થ વક્તા. મૂળ નામ આલ્ફ્રેડ થૉમસન. પછીથી તે બૅરન ડેનિંગ ઑવ્ વ્હાઇટ ચર્ચ નામે ઓળખાયા. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી 1923માં તે વકીલાતના વ્યવસાયમાં જોડાયા અને 1938માં કિંગ્ઝ કાઉન્સેલ બન્યા. 1944માં…
વધુ વાંચો >દંડ
દંડ : સમાજની સલામતી અને સુરક્ષાનું મહત્વનું સાધન. રાજનીતિશાસ્ત્ર અને વહીવટના સંદર્ભમાં ‘દંડ’ શબ્દનો ઉપયોગ થાય છે. શાસનવ્યવસ્થાનું મૂળભૂત અંગ દંડ છે અને તેથી તે લોકોના હકનું રક્ષણ કરનાર માધ્યમ બને છે. દંડ વિના જીવનવ્યવહાર સંભવિત નથી. દંડની ઉત્પત્તિ રાજ્ય સાથે થઈ. મનુષ્યની પ્રાથમિક અવસ્થામાં દંડ ન હતો કારણ કે…
વધુ વાંચો >પટેલ, અંબાલાલ મૂળજીભાઈ (દાદા ભગવાન)
પટેલ, અંબાલાલ મૂળજીભાઈ (દાદા ભગવાન) (જ. 7 નવેમ્બર 1907, તરસાળી; અ. 2 જાન્યુઆરી 1988, વડોદરા) : ગુજરાતના એક આત્મધર્મી સંત. ‘દાદા ભગવાન’ તરીકે જાણીતા થયેલા આ સંતનું વતન ભાદરણ. માતાનું નામ ઝવેરબહેન. નાનપણથી જ અત્યંત વિચક્ષણ અને પરોપકારી હોવાથી સંતોની નિષ્ઠાપૂર્વક સેવા કરતા. શાળામાં નાનામાં નાની રકમ અને સર્વમાં અવિભાજ્ય…
વધુ વાંચો >બક્ષિસ
બક્ષિસ (gift) : મિલકતની તબદીલીનો એક પ્રકાર. મિલકતના વેચાણ (sale) અને વિનિમય(exchange)માં તબદીલી કે ફેરબદલો અવેજ સાટે થાય છે, પરંતુ બક્ષિસ દ્વારા વ્યવહારમાં માલિકીહકની ફેરબદલી વિના અવેજે થાય છે, જે કાયદેસર ગણાય છે. બક્ષિસનો વ્યવહાર દ્વિપક્ષીય છે. કરાર કરવાને સક્ષમ વ્યક્તિ બક્ષિસ કરી શકે છે. બક્ષિસ કરનારને દાતા (donor) અને…
વધુ વાંચો >