બદરીપ્રસાદ મ. ભટ્ટ
કૃષિ
`કૃષિ’ આમુખ; કૃષિ-અર્થશાસ્ત્ર; કૃષિ-અંકશાસ્ત્ર; કૃષિ-રસાયણ; કૃષિ-હવામાનશાસ્ત્ર; કૃષિ-પંચ, રાષ્ટ્રીય; કૃષિપ્રથાનાં વિવિધ સ્વરૂપો; ખેત-યાંત્રિકીકરણ; સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ; બિયારણ; સિંચાઈ; રાસાયણિક ખાતર; જંતુનાશક દવાઓ; કૃષિ-વીમા યોજના; નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના; કાર્યરત શ્રમનો પુરવઠો; કૃષિ પુન:ધિરાણ નિગમ; કૃષિવિસ્તરણ અને કૃષિશિક્ષણ; કૃષિનગર; કૃષિ યુનિવર્સિટીઓ; કૃષિ-વિસ્તરણ કાર્યક્રમો; કૃષિ-સંશોધન, ભારતમાં; કૃષિ-સંશોધન, ગુજરાતમાં; કૃષિવેરો; કૃષિભૂગોળ આમુખ…
વધુ વાંચો >ક્વોટા (ભારતના સંદર્ભમાં)
ક્વોટા (ભારતના સંદર્ભમાં) : ભારતમાં વિદેશી મુદ્રાની વપરાશને અંકુશિત કરવા તથા દેશના ઉદ્યોગોના વિકાસને સંરક્ષણ દ્વારા પ્રોત્સાહિત કરવાના હેતુથી આયાત-ક્વોટાની નીતિ અપનાવવામાં આવી છે. ઘઉં, કપાસ, ચોખા, ખાંડ, મીઠું, દિવેલ, કાચું લોખંડ, કાચું મૅંગેનીઝ, કાચું ક્રોમ ને બૉક્સાઇટ જેવી નિકાસની ચીજો જાહેર ક્ષેત્રની સંસ્થા મારફતે જ વિદેશ તરફ મોકલી શકાય…
વધુ વાંચો >ખાધપુરવણી
ખાધપુરવણી : જાહેર આવક કરતાં જાહેર ખર્ચ વધારે હોય ત્યારે જાહેર ઋણ દ્વારા વધારાના ખર્ચને પહોંચી વળવા માટે અખત્યાર કરવામાં આવતી રાજકોષીય નીતિ. આ ખ્યાલ રાજકોષીય અર્થશાસ્ત્રની વિચારણામાં વિભિન્ન અર્થચ્છાયાઓ સાથે ઉપયોગમાં લેવાયો છે. સરકારની આવક કરતાં જાવક વધારે હોય અને તે સ્થિતિને પહોંચી વળવા સરકાર જે પગલાં લે તેને…
વધુ વાંચો >ખેતધિરાણ
ખેતધિરાણ : ખેતીમાં માલના ઉત્પાદન અને વેચાણ વચ્ચેના સમયમાં મળતું અને લેવાતું ધિરાણ. સાધનોનું રોકાણ થાય અને ઉત્પન્ન થયેલો માલસામાન છેવટના ગ્રાહકોને વેચાય તે બે વચ્ચે અન્ય ઉદ્યોગોની માફક ખેતીમાંય સમયનો ગાળો રહે છે. આ ગાળાને પૂરવાને માટે કૃષિક્ષેત્રે મૂડી જરૂરી બને છે. આ નાણાકીય મૂડી ખેડૂતો પોતાની બચતમાંથી મેળવે…
વધુ વાંચો >ગ્રામીણ વિકાસ
ગ્રામીણ વિકાસ : દેશના ગ્રામીણ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટેની વ્યૂહરચના તથા તેનો અમલ. ગ્રામીણ પ્રજાનાં આવક અને ઉત્પાદન વધે, તેમને સંતુલિત આહાર મળે, તે સુશિક્ષિત અને તંદુરસ્ત બને, જીવનની જરૂરિયાતો પર્યાપ્ત પ્રમાણમાં સંતોષી શકે અને સાથે સાથે તેના જીવનમાં ગુણાત્મક સુધારણા આવે એ માટેના પ્રયત્નોનો ગ્રામીણ વિકાસમાં સમાવેશ થાય છે.…
વધુ વાંચો >જમીનધારાની સુધારણા
જમીનધારાની સુધારણા કૃષિક્ષેત્રના પરિવર્તન માટેનું અગત્યનું પાસું. આર્થિક રીતે આગળ વધેલા દેશોનો ઇતિહાસ દર્શાવે છે કે કૃષિક્રાંતિ માટે યંત્રવૈજ્ઞાનિક અને સંસ્થાકીય બન્ને પ્રકારનાં પરિવર્તન જરૂરી છે. સાધનના રોકાણમાંથી વધુ પ્રાપ્તિ થાય તેવી ઉત્પાદક પદ્ધતિઓ શોધાવી જોઈએ અને ખેડનારને અપનાવવા માટે જરૂરી વૃત્તિ અને શક્તિ ધરાવતો હોવો જોઈએ. જમીનધારો જમીનની માલિકીના…
વધુ વાંચો >જાહેર વિતરણવ્યવસ્થા
જાહેર વિતરણવ્યવસ્થા : જીવનાવશ્યક ચીજો સમગ્ર પ્રજાને અથવા પ્રજાના કોઈ એકાદ ચોક્કસ વર્ગને વાજબી ભાવે તથા યોગ્ય પ્રમાણમાં મળી રહે એવો સરકાર દ્વારા થતો પ્રબંધ. આવો પ્રબંધ માત્ર જીવનજરૂરિયાતો પૂરી પાડવા પૂરતો જ મર્યાદિત રાખવામાં આવે છે. કેટલીક વાર તેના ક્ષેત્રમાં સમગ્ર પ્રજાને આવરી લેવાતી હોય છે. પણ મહદ્ અંશે…
વધુ વાંચો >તિજોરીપત્ર
તિજોરીપત્ર (treasury bill) : સરકારને અલ્પકાલીન લોન આપનારને સમયસર નાણાં ચૂકવવા અંગે સરકાર દ્વારા અપાતી વચનચિઠ્ઠી. પોતાને ટૂંકા ગાળા માટે ત્રણ કે છ માસ માટે, નાણાં ધીરનારને મુદત પૂરી થયે મુકરર તારીખે નાણાં ચૂકવવામાં આવશે એ મતલબની સરકાર દ્વારા આપવામાં આવતી વચનચિઠ્ઠી. એને ધારણ કરનાર ચોક્કસ તારીખે સરકાર પાસેથી દાર્શનિક…
વધુ વાંચો >તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત
તુલનાત્મક ખર્ચનો સિદ્ધાંત : આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રનો એક સિદ્ધાંત. જે દેશ માટે સ્વાવલંબી બનવા કરતાં આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જોડાવું કેમ લાભકારક છે તે સમજાવે છે. બ્રિટિશ અર્થશાસ્ત્રી ડેવિડ રિકાર્ડોએ (1772–1823) પોતાના ‘પ્રિન્સિપલ્સ ઑવ્ પોલિટિકલ ઇકૉનૉમી ઍન્ડ ટૅક્સેસન’ ગ્રંથમાં તેની સૌપ્રથમ સૈદ્ધાંતિક રજૂઆત કરી હતી. તેમની અગાઉ એડમ સ્મિથ આ સિદ્ધાંતની આંશિક રજૂઆત…
વધુ વાંચો >તુષ્ટિગુણ
તુષ્ટિગુણ : માનવજરૂરિયાત સંતોષવાનો વસ્તુ કે સેવામાં રહેલો ગુણ. અહીં એક વાત સ્પષ્ટ કરવી જોઈએ. એક ચીજ તુષ્ટિગુણ ધરાવે એમ કહેવામાં આવે છે ત્યારે તે ઇષ્ટ છે એવું અર્થશાસ્ત્ર સૂચવતું નથી; દા.ત., દારૂ કેટલાક માણસોની જરૂરિયાતને સંતોષે છે એટલે તે તુષ્ટિગુણ ધરાવે છે એમ કહેવાય, પરંતુ તેનો અર્થ એ નથી…
વધુ વાંચો >