બદરીપ્રસાદ મ. ભટ્ટ

દત્ત, રમેશચંદ્ર

દત્ત, રમેશચંદ્ર (જ. 13 ઑગસ્ટ 1848, રામબાગાન, કૉલકાતા; અ. 30 નવેમ્બર 1909) : ભારતના અગ્રણી ઇતિહાસકાર, સંશોધક અને બંગાળી સાહિત્યકાર. તેમનો જન્મ વિદ્યાસંપન્ન પરિવારમાં થયેલો. પિતાનું નામ ઇશાનચંદ્ર જે સરકારી નોકરીમાં હતા. આરંભનું શિક્ષણ કૉલકાતાની અને આસપાસના જિલ્લાઓની બંગાળી શાળાઓમાં લીધું. કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાંથી 1862માં તેમણે બી.એ.ની પ્રથમ વર્ષની પરીક્ષા…

વધુ વાંચો >

ન્યૂ ડીલ (અમેરિકાની નવી આર્થિક નીતિ)

ન્યૂ ડીલ (અમેરિકાની નવી આર્થિક નીતિ) : 1929ની મહામંદીમાં સપડાયેલા અમેરિકાના અર્થતંત્રને ઉગારવાને માટે અમલમાં મૂકવામાં આવેલ આર્થિક નીતિ. ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે પ્રમુખપદ માટેની પોતાની પ્રથમ ચૂંટણી (1933) પ્રસંગે કેટલાંક પગલાં લેવાનું વચન આપ્યું તે પછીનાં સત્તાનાં તેમનાં બે સત્ર (1933-40) દરમિયાન તેમણે આ નીતિને કાર્યાન્વિત કરી. આ સમગ્ર નીતિને…

વધુ વાંચો >

પ્રેસિડંસી બૅંક

પ્રેસિડંસી બૅંક : સૌપ્રથમ પ્રેસિડંસી બૅંક બંગાળમાં કૉલકાતા ખાતે બૅંક ઑવ્ બૅંગોલના નામે 1 મે 1806ના રોજ શરૂ કરવામાં આવી હતી. તેની મૂડી રૂ. 50 લાખની હતી ને તેનો 20% હિસ્સો સરકારે પૂરો પાડ્યો હતો. બીજી પ્રેસિડંસી બૅંક મુંબઈમાં બૅંક ઑવ્ બૉમ્બે તરીકે 1840માં રૂ. 52.25 લાખની મૂડીથી સ્થાપવામાં આવી…

વધુ વાંચો >

ફલનકાળ (gestation period)

ફલનકાળ (gestation period) : સાધનરોકાણ અને અંતિમ ઉપયોગની વપરાશની કે મૂડીની વસ્તુની પ્રાપ્તિ વચ્ચે જે સમયગાળો વીતે છે તેને ફલનકાળ કહેવામાં આવે છે. ખેતરમાં બીજ વાવવામાં આવે તે પછી દિવસો કે મહિનાઓ બાદ પાક તૈયાર થાય છે. માણસ તેના બાપદાદાએ રોપેલા આંબાની કેરી ખાય છે. લોખંડ-પોલાદના કારખાનાનું બાંધકામ શરૂ કરવામાં…

વધુ વાંચો >

બચત

બચત : વ્યક્તિની આવકમાંથી તેના વપરાશ પાછળના ખર્ચને બાદ કર્યા પછી બાકી રહેતી આવક. ટૂંકમાં, વ્યક્તિની કે કુટુંબની બચત = આવક – ખર્ચ. માણસને પોતાના વ્યવસાયમાંથી આવક થાય છે. આ ઉપરાંત જમીન કે મકાનમાંથી તેને ભાડું મળે છે, લોન કે થાપણ પર એ વ્યાજ મેળવે છે. શેરમાં રોકાણ કર્યું હોય…

વધુ વાંચો >

બફર સ્ટૉક

બફર સ્ટૉક સરકાર કે વેપારી સંગઠન દ્વારા વસ્તુના ભાવોને ચોક્કસ મર્યાદામાં ટકાવી રાખવા માટે કરવામાં આવતો વસ્તુનો સંગ્રહ. બફર-સ્ટૉક ખેતપેદાશો અને ખનિજપેદાશો જેવી પ્રાથમિક વસ્તુઓના ભાવોને ટકાવીને તેમના ઉત્પાદકોની આવકને ટકાવી રાખવાના ઉદ્દેશથી રચવામાં આવે છે. અન્ય ચીજોના ભાવોની સરખામણીમાં ખેતપેદાશના ને અન્ય પ્રાથમિક ક્ષેત્રની ખેતપેદાશના ભાવો ટૂંકા ગાળાની ર્દષ્ટિએ…

વધુ વાંચો >

માપબંધી

માપબંધી : માપબંધી એટલે અછત ધરાવતાં સાધનો અને વપરાશની ચીજોને ગ્રાહકો વચ્ચે આયોજિત રીતે ને મર્યાદિત પ્રમાણમાં ફાળવવાની સરકારની નીતિ. મુક્ત સ્પર્ધાયુક્ત બજાર પર આધારિત અર્થવ્યવસ્થામાં, સામાન્ય સંજોગોમાં, માપબંધીની જરૂર પડતી નથી. અછત ધરાવતી ચીજો ને સેવાઓને બજારતંત્ર જ ગ્રાહકો વચ્ચે ફાળવી આપે છે. દરેક ગ્રાહક સીમાવર્તી તુષ્ટિગુણ અને આપેલ…

વધુ વાંચો >

માર્શલ, જ્યૉર્જ કૅટલેટ

માર્શલ, જ્યૉર્જ કૅટલેટ (જ. 31 ડિસેમ્બર 1880, યુનિયનટાઉન, પેન્સિલવેનિયા, યુ.એસ.; અ. 16 ઑક્ટોબર 1959) : બીજા વિશ્વયુદ્ધમાં મિત્રરાજ્યોને મળેલા વિજયમાં મહત્વનો ભાગ ભજવનાર ને શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર એકમાત્ર વ્યવસાયી લશ્કરી અધિકારી. 1897માં વર્જિનિયા મિલિટરી ઇન્સ્ટિટ્યૂટ, લૅક્સિંગટન, વર્જિનિયામાં પ્રવેશ મેળવી 1901માં તેમણે અભ્યાસ પૂરો કર્યો. 1902થી લશ્કરી કારકિર્દીની શરૂઆત…

વધુ વાંચો >

માર્શલ યોજના

માર્શલ યોજના : 1948–52 દરમિયાન, બીજા વિશ્વયુદ્ધને કારણે ભાંગી પડેલા યુરોપને બેઠું કરવા માટે, યુનાઇટેડ સ્ટેટ્સે અપનાવેલા યુરોપિયન રિકવરી પ્રોગ્રામનું લોકપ્રચલિત નામ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1941ના લૅન્ડ લીઝ ઍક્ટ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સે મિત્રરાજ્યોને ભરપૂર સહાય કરી હતી. બ્રિટન ને અન્ય મિત્રરાજ્યને લશ્કરી સામગ્રી આપવાની  તેમાં જોગવાઈ હતી. આ રકમની ચુકવણી…

વધુ વાંચો >

યુનિયન-શૉપ

યુનિયન-શૉપ : કામદાર પેઢીમાં જોડાયા પછી નક્કી કરેલી મુદતમાં માન્ય કામદાર સંઘના સભ્ય થઈ જવું પડે એવી પ્રથા. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇંગ્લૅન્ડ જેવા વિકસિત દેશોમાં ઔદ્યોગિક પેઢી અને મજૂરસંઘ વચ્ચે સામૂહિક સોદાના કરાર થાય છે. તેમાં કેટલીક વાર યુનિયન-શૉપ અંગેની કલમનો સમાવેશ થતો હોય છે. તદનુસાર પેઢી ઠીક લાગે તેની…

વધુ વાંચો >