બટુક દીવાનજી

અત્રોલી-જયપુર ઘરાણા

અત્રોલી-જયપુર ઘરાણા : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય ગાયકીનો એક પ્રકાર. આ ઘરાણાના સ્થાપક અલ્લાદિયાખાં હતા. એમના ખાનદાનમાં ચારસો વર્ષથી અનેક ઉચ્ચ કોટીના ગાયકો થઈ ગયા. એમનું મૂળ વતન ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલું અત્રોલી હતું, પણ કેટલીક પેઢીથી એમના પૂર્વજો જયપુર રાજ્યમાં આવેલી ઉણિયારા નામની એક જાગીરમાં વસ્યા હતા, તે કારણે એમણે…

વધુ વાંચો >

આગ્રા ઘરાણું

આગ્રા ઘરાણું : હિંદુસ્તાની સંગીતનું ઘરાણું. તેરમા સૈકાથી તે અસ્તિત્વમાં છે. શરૂમાં આ ઘરાણાનું સંગીત ધ્રુપદ-ધમારની શૈલીનું હતું. આ ઘરાણાના ઘગ્ગે ખુદાબક્ષ નામના એક કલાકારે ગ્વાલિયર ઘરાણાના મશહૂર ગાયક નત્થન પીરબક્ષ પાસેથી ખયાલગાયકીની તાલીમ મેળવીને પોતાના ઘરાણાની ધ્રુપદગાયકી તથા ખયાલગાયકીનો સુમેળ કરીને હાલ પ્રચલિત આગ્રા ઘરાણાના સંગીતની શૈલીનો પ્રારંભ કર્યો.…

વધુ વાંચો >

ઉત્તર હિન્દુસ્તાની સંગીતપદ્ધતિ

ઉત્તર હિન્દુસ્તાની સંગીતપદ્ધતિ : ભારતીય સંગીતપદ્ધતિનો એક પ્રકાર. તેમાં મુખ્યત્વે બે શૈલીઓ છે : ધ્રુપદ શૈલી તથા ખ્યાલની શૈલી. ધ્રુપદની શૈલીમાં ધમારનાં ગીતોનો પણ સમાવેશ થાય છે. હળવા શાસ્ત્રીય સંગીતની શૈલી આ બે શૈલીઓથી નિરાળી છે. તે શૈલીનાં ગીતોમાં ઠૂમરી, દાદરા, કજરી, ચૈતી, હોરી, ટપ્પા, સાવન, ઝૂલા, પૂર્બી-ગીત, રસિયા વગેરેનો…

વધુ વાંચો >

કિરાણા ઘરાણું

કિરાણા ઘરાણું : અબ્દુલ કરીમખાં સાહેબે સ્થાપેલું ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનું ઘરાણું. એમનો જન્મ દિલ્હી નજીક આવેલા કિરાણા ગામમાં થયો હતો તે કારણે એમણે સ્થાપેલું ઘરાણું કિરાણાને નામે ઓળખાય છે. આ ઘરાણાની શૈલી સુમધુર હોવાને લીધે તે અન્ય ઘરાણાં કરતાં વધુ લોકપ્રિય છે. અબ્દુલ કરીમખાં સાહેબે ગ્વાલિયર ઘરાણાના મહાન ગાયક…

વધુ વાંચો >

ગુર્ટુ, શોભા

ગુર્ટુ, શોભા (જ. 8 ફેબ્રુઆરી 1925, બેલગામ, કર્ણાટક; અ. 27 સપ્ટેમ્બર 2004, મુંબઈ) : ઠૂમરી, ગઝલ અને દાદરા શૈલીનાં નામી ગાયિકા. શોભાનાં માતા મેનકાબાઈ શિરોડકર શાસ્ત્રીય તેમજ સુગમ સંગીત ઉત્તમ રીતે ગાતાં. ઉપરાંત નૃત્ય અને વાદ્યવાદનમાં પણ તેઓ માહેર હતા. એમણે શાસ્ત્રીય સંગીતની તાલીમ જયપુર-અતરોલી ઘરાણાના ઉસ્તાદ નથ્થનખાં પાસેથી તથા…

વધુ વાંચો >

ગુલામ મુસ્તફાખાં

ગુલામ મુસ્તફાખાં (જ. 3 માર્ચ 1934, બદાયું; અ. 17 જાન્યુઆરી 2021, મુંબઈ) : સહસવાન ઘરાણાના ઉચ્ચ કક્ષાના ગાયક. સંગીતની તાલીમ એમણે ઉસ્તાદ નિસારહુસેનખાં પાસેથી મેળવી હતી. પોતાના ઘરાણાની મૂળ શૈલીમાં કેટલાંક મૌલિક તત્વો ઉમેરીને એમણે પોતાની આગવી શૈલી રચી છે. એ શાસ્ત્રીય સંગીતની ખયાલની શૈલી ઉપરાંત તરાના તથા ટપ્પાની શૈલીઓના…

વધુ વાંચો >

ગુલામ રસૂલ (અ. અઢારમી સદી)

ગુલામ રસૂલ (અ. અઢારમી સદી) : ધ્રુપદ અને ખયાલ શૈલીના ગાયક કલાકાર. ગુલામ રસૂલ લખનૌના નવાબ અસફુદ્દૌલાના દરબારી ગાયક હતા. ત્યાંના દીવાન હસનરાજખાં તરફથી એમનું અપમાન થવાથી એમણે લખનૌ છોડ્યું હતું. તે ધ્રુપદ તથા ખયાલ શૈલીઓના નિષ્ણાત હતા. પ્રાચીન ધ્રુપદની શૈલીમાં પરિવર્તન કરવું તથા ખયાલ શૈલીનો પ્રચાર કરવો એવો એમનો…

વધુ વાંચો >

ગુલામ રસૂલખાં

ગુલામ રસૂલખાં (જ. 1898, મથુરા; અ. 1983) : મથુરા ઘરાનાના ગાયક કલાકાર. તે ઘરાનાના કલાકારો કંઠ-સંગીત તથા સિતારવાદનના નિષ્ણાત હતા. ગુલામ રસૂલખાંના પિતામહ અહેમદખાં, પિતા કાલેખાં તથા તે પોતે લૂણાવાડા રાજ્યના દરબારી સંગીતકાર હતા. કાલેખાંએ ‘સરસપિયા’ ઉપનામ હેઠળ કેટલીક ઉત્કૃષ્ટ બંદીશો રચી હતી. ગુલામ રસૂલખાંએ પોતાના પિતા પાસેથી શરૂમાં કંઠ-સંગીતની…

વધુ વાંચો >

ગ્વાલિયર ઘરાનું

ગ્વાલિયર ઘરાનું : તાનની સ્પષ્ટતા તથા બુલંદી માટે ખાસ જાણીતી બનેલી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિશિષ્ટ શૈલી ધરાવતી શાખા. દિલ્હી ઘરાના તથા લખનૌ ઘરાનાની જેમ ગ્વાલિયર ઘરાનાની શૈલી પણ વિશિષ્ટ ગુરુપરંપરામાંથી સર્જાયેલી સંગીન અને પ્રાચીન સંગીતશૈલી છે. હકીકતમાં ગ્વાલિયર ઘરાનાથી પણ પ્રાચીન એવા લખનૌ ઘરાનાનું તે એક અગત્યનું સ્વરૂપ ગણાય છે.…

વધુ વાંચો >

ઘોષ, પન્નાલાલ

ઘોષ, પન્નાલાલ (જ. 31 જુલાઈ 1911, બારિસાલ, બાંગ્લાદેશ; અ. 20 એપ્રિલ 1960, નવી દિલ્હી) : ભારતના ખ્યાતનામ બંસરીવાદક. એક સંગીતપ્રેમી કુટુંબમાં જન્મ. એમને બચપણથી જ સંગીત તથા વ્યાયામ માટે જબરું આકર્ષણ હતું અને તેમાં કુશળતા મેળવવામાં સારો એવો સમય વ્યતીત કર્યો હતો. 9 વર્ષની ઉંમરે એમણે બંસરીવાદન શરૂ કર્યું. સંગીતની…

વધુ વાંચો >