બટુક દીવાનજી

પંડિત કૃષ્ણરાવ શંકરરાવ

પંડિત, કૃષ્ણરાવ શંકરરાવ (જ. 26 જુલાઈ 1894, ગ્વાલિયર; અ. 22 ઑગસ્ટ 1989, ગ્વાલિયર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના વિખ્યાત ગાયક. પિતા શંકરરાવ વિષ્ણુ પંડિત ગ્વાલિયર ઘરાનાના જાણીતા ગાયક હતા અને તેથી માત્ર છ વર્ષની વયથી કૃષ્ણરાવે પિતા પાસેથી સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી. બાલ્યાવસ્થાથી તેઓ પિતાની સાથે સંગીતના કાર્યક્રમોમાં હાજરી…

વધુ વાંચો >

પાર્શ્વદેવ (બારમી સદી)

પાર્શ્વદેવ (બારમી સદી) : સંગીતના અગ્રણી શાસ્ત્રકાર. તેઓ દિગંબર જૈન આચાર્ય હતા. પિતાનું નામ આદિદેવ તથા માતાનું નામ ગૌરી હતું. એમનો સમય બારમી સદીના અંતથી તેરમી સદીની શરૂઆતનો ગણાય છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ એમનો સમય તેરમી સદીનો ઉત્તરાર્ધ છે. એમણે ‘સંગીતસમયસાર’ નામનો સંગીતવિષયક ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચ્યો છે. તેમાં…

વધુ વાંચો >

પુરોહિત યશવંત

પુરોહિત, યશવંત (જ. 27 ડિસેમ્બર 1916, ઘરશાળા, ભાવનગર; અ. 3 જાન્યુઆરી 1964, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ગાયક. ભાવનગરના દક્ષિણામૂર્તિમાં મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. પ્રસંગોપાત્ત, ભાવનગર આવેલા પંડિત નારાયણરાવ વ્યાસના નિમંત્રણથી અમદાવાદમાં તેમની ‘ગુજરાત સંગીત વિદ્યાપીઠ’માં જોડાયા અને સંગીતની પ્રારંભિક તાલીમ શરૂ કરી. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ તેમને માસિક…

વધુ વાંચો >

પ્રબન્ધ (સંગીત)

પ્રબન્ધ (સંગીત) : નિશ્ચિત વિષય પરત્વે વિચારોની અભિવ્યક્તિ માટે ગોઠવેલી શબ્દરચના, જે ઘણુંખરું પદ્યમાં અને રાગ કે છંદમાં બાંધેલી હોય છે. શાસ્ત્રકાર આચાર્ય શાઙર્ગદેવના સમયમાં (તેરમી સદી) ખયાલ તથા ધ્રુપદની શૈલી પ્રચારમાં નહોતી. તે સમયમાં પ્રબન્ધ, વસ્તુ, રૂપક વગેરે ગાવાનો રિવાજ હતો. પ્રબન્ધના ભિન્ન ભિન્ન ભાગો હતા, જેને માટે ‘ધાતુ’…

વધુ વાંચો >

બહરામખાં

બહરામખાં (જ. ?; અ. 1852) : ડાગર ઘરાણાની ધ્રુપદ સંગીતશૈલીના વિખ્યાત ગાયક. સંગીતની તાલીમ તેમણે પોતાના પિતા ઇમામબક્ષ તથા અન્ય કુટુંબીઓ પાસેથી મેળવી હતી. તેઓ સંસ્કૃત તથા હિંદી ભાષાના વિદ્વાન હોવાને કારણે તેમને ‘પંડિત’ની પદવી પ્રદાન થઈ હતી. સંગીતવિષયક અનેક સંસ્કૃત ગ્રંથોનું તેમણે અધ્યયન કર્યું હતું. તેઓ જયપુરનરેશ મહારાજા રામસિંગના…

વધુ વાંચો >

બહાદુરખાં

બહાદુરખાં (જ. 19 જાન્યુઆરી 1931, શિવપુર, બાંગ્લાદેશ) : ઉચ્ચકોટિના સરોદવાદક. પિતા ઉસ્તાદ આયતઅલીખાં સૂરબહારના સિદ્ધહસ્ત વાદક હતા. સંગીતની પ્રાથમિક તાલીમ બહાદુરખાંએ પાંચ વર્ષની વયે પોતાના પિતા પાસેથી અને ત્યારબાદ સાત વર્ષની વયે પોતાના કાકા અને મહિયર ઘરાનાના અલાઉદ્દીનખાં પાસેથી મેળવવાની શરૂઆત કરી. અને ઉપર્યુક્ત ઘરાનાની સંગીતશૈલી તેમણે ટૂંકસમયમાં જ આત્મસાત્…

વધુ વાંચો >

બહેરેબુવા

બહેરેબુવા (જ. 1890, કુરધા, રત્નાગિરિ; અ. 12 સપ્ટેમ્બર 1965, રત્નાગિરિ) : કિરાના ઘરાણાના અગ્રણી સંગીતકાર. આખું નામ ગણેશ રામચંદ્ર બહેરે; પરંતુ ‘બહેરેબુવા’ના ટૂંકા નામે જ ઓળખાતા થયા. પિતા સંગીતપ્રેમી હોવાથી નાનપણથી જ તેમને કુટુંબના વાતાવરણમાં સંગીત પ્રત્યે ચાહના ઊભી થઈ. કુટુંબની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી 14 વર્ષની ઉંમરે વતન…

વધુ વાંચો >

બાઈ નારવેકર

બાઈ નારવેકર (જ. 21 નવેમ્બર 1905, અંકોલા, ગોવા; અ. ?) :  ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના આગ્રા ઘરાણાનાં જાણીતાં ગાયિકા. પિતાનું નામ સુબ્બરાવ. માતાનું નામ સુભદ્રાબાઈ, જેઓ પોતે પણ સારાં કલાકાર હતાં. વતની ગોવાનાં, પણ તેઓ મુંબઈમાં વસ્યાં હતાં. સંગીતની પ્રાથમિક તાલીમ તેમણે તેમની માતા પાસેથી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ મુંબઈના…

વધુ વાંચો >

બાજ બહાદુર

બાજ બહાદુર (સોળમી સદી) : અકબરનો સમકાલીન, માળવાનો સુલતાન અને પ્રસિદ્ધ સંગીતકાર. શેરશાહે (1538–1545) માળવા જીત્યું, તે પછી તેણે ત્યાંની હકૂમત શુજાઅતખાન નામના અમીરને સોંપી હતી. તેના મૃત્યુ પછી તેનો પુત્ર બાજ બહાદુર માળવાનો સુલતાન બન્યો. તેણે 1554થી 1564 સુધી રાજ્ય કર્યું હતું. તે મહાન સંગીતકાર હતો. તેણે ‘બાજખાની’ ગાયકીનો…

વધુ વાંચો >

બિલાસખાં

બિલાસખાં : તાનસેનના પુત્ર અને અકબરના દરબારી સંગીતકાર. તાનસેનની જેમ તેઓ પોતે સારા ગાયક હતા અને એમણે ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તાનસેનના ચાર પુત્રોમાં તે સૌથી નાના હતા. તાનસેનના અન્ય ત્રણ પુત્રોમાં સૂરતસેન, શરતસેન અને તરંગસેન. બિલાસખાં એકાન્તપ્રિય સંગીતજ્ઞ હોવાથી મોટાભાગે જંગલમાં જઈને જ તેઓ સંગીતસાધના કરતા હતા. એક…

વધુ વાંચો >