ડંકેશ ઓઝા
અગ્રવાલ, અનિલ
અગ્રવાલ, અનિલ (જ. 1947 – અ. 2002) : પર્યાવરણ સુરક્ષા માટે કાર્ય કરનાર. અનિલકુમાર અગ્રવાલ એક ભારતીય પર્યાવરણવાદી તરીકે ખૂબ જાણીતા થયા. આઈઆઈટી કાનપુરમાંથી તેઓ મિકૅનિકલ ઇજનેર થયેલા. તે પછી અંગ્રેજી દૈનિક ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં વિજ્ઞાનના સંવાદદાતા તરીકે જોડાયેલા. તેઓ ખૂબ જાણીતા થયા દિલ્હીમાં સેન્ટર ફોર સાયન્સ ઍન્ડ એન્વાયરમેન્ટ નામની સંશોધન…
વધુ વાંચો >આચાર્ય, કે. એમ. (ડૉ.)
આચાર્ય, કે. એમ. (ડૉ.) (જ. 17 સપ્ટેમ્બર 1949, સાવરકુંડલા) : કુષ્ઠરોગનું સેવાકાર્ય કરનારા તબીબ. 1972માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી તબીબી સ્નાતક થયા પછી 1975માં કુષ્ઠરોગની ડીવીડી પદવી મેળવી તથા ચર્મરોગમાં વિશેષજ્ઞ તરીકે 1977માં એમ.ડી. થયા. પિતા પ્રાથમિક શાળાના આચાર્ય. રૂઢિચુસ્ત બ્રાહ્મણ ખરા, પરંતુ દલિત વિદ્યાર્થીઓને ઘેર બોલાવીને ભણાવે. એમાંથી જ કિરીટભાઈને સેવાના…
વધુ વાંચો >આઢવ, બાબા પાંડુરંગ
આઢવ, બાબા પાંડુરંગ (જ. 1936, પુણે, મહારાષ્ટ્ર; અ. 8 ડિસેમ્બર 2025) : મહારાષ્ટ્રની મહાત્મા ફૂલે અને ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા ચાલેલી દલિત ઉદ્ધારની પ્રવૃત્તિના મહત્ત્વના કાર્યકર. ડૉ. આંબેડકરે 1927માં દલિતોના પીવાના પાણીના અધિકાર માટે ચવદાર તળાવ સત્યાગ્રહ કરેલો. તે પછી પણ દલિતો માટે પાણીની સમસ્યાનો કાયમી હલ થયેલો નહિ. બાબા…
વધુ વાંચો >કામદાર, વાડીલાલ
કામદાર, વાડીલાલ : અમદાવાદના સેવાભાવી મેયર. સેવાભાવી કૉંગ્રેસજન તરીકે જાણીતા વાડીલાલ કામદારનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ગામે ધર્માનુરાગી જૈન પરિવારમાં થયો હતો. કિશોરાવસ્થાથી આઝાદી જંગના એક અદના સૈનિક તરીકે તેમણે કામગીરી આરંભેલી. ગામમાં મુસ્લિમ વસ્તી હોવાથી એમનામાં સર્વધર્મસમભાવના મૂળ નંખાતાં ગયાં. લીંબડી જૈન બોર્ડિંગમાં રહીને ભણેલા. અસ્પૃશ્યતાને શાસ્ત્રોક્ત…
વધુ વાંચો >ખાટસૂરિયા, હિંમત
ખાટસૂરિયા, હિંમત (જ. 10 જાન્યુઆરી 1933; અ. 20 જૂન 1991) : માનવતાવાદી સર્જક અને શિક્ષક. સામ્યવાદી વિચારસરણીમાં અતૂટ શ્રદ્ધા સાથે જેમણે કવિતાઓ લખી એવા બિરાદર હિંમત ખાટસૂરિયા. તેઓ ભાવનગરમાં પ્રાથમિક શિક્ષક હતા. એમને બાળકો ખૂબ ગમતાં. પોતે પડછંદ કાયા, ટટ્ટાર સીનો અને મુક્ત હાસ્ય ધરાવતા હતા અને બાળકો સાથે બાળક,…
વધુ વાંચો >ગુહા નિયોગી, શંકર
ગુહા નિયોગી, શંકર (જ. 14 ફેબ્રુઆરી 1943; અ. 28 સપ્ટેમ્બર 1991) : મજૂર-પ્રવૃત્તિઓના અગ્રણી. છત્તીસગઢ મુક્તિ મોરચા નામના કામદાર યુનિયનના સ્થાપક અને ભારતીય કામદાર નેતા તરીકે તેઓ ખૂબ જાણીતા બન્યા. ભિલાઈના શ્રમિક સંઘના કાર્યાલયમાં જ આ ક્રાંતિવીરની ગોળીબાર કરીને ક્રૂર હત્યા કરાયેલી. ‘ધાન કા કટોરા’ તરીકે ઓળખાતા છત્તીસગઢ પ્રદેશમાં ખનીજ…
વધુ વાંચો >પટેલ, પ્રેમજીભાઈ
પટેલ, પ્રેમજીભાઈ (જ. 9 ઑક્ટોબર 1931; અ. 25 ડિસેમ્બર 2001) : વૃક્ષપ્રેમી કાર્યકર. વૃક્ષપ્રેમી પ્રેમજીભાઈ પટેલ દ્વારા ઊપલેટા ખાતેની સંસ્થા વૃક્ષપ્રેમ સેવા ટ્રસ્ટના ઉપક્રમે જામકંડોરણા તાલુકાનાં નવ ગામોમાં વૉટર શેડ ડેવલપમેન્ટનું મહત્ત્વનું કામ થયું. આ પ્રવૃત્તિને કારણે ચેકડૅમોમાં માથોડા સમાન પાણી ભરાયાં, કૂવા અને ડંકીઓમાં પાણીનાં તળ ઊંચાં આવ્યાં અને…
વધુ વાંચો >પટેલ, માનસિંહભાઈ પૃથ્વીરાજ
પટેલ, માનસિંહભાઈ પૃથ્વીરાજ (જ. 15 નવેમ્બર 1919, ચરાડા, જિ. મહેસાણા; અ. 30 સપ્ટેમ્બર 1970, મહેસાણા) : ગુજરાત રાજ્યમાં મહેસાણા જિલ્લાના સહકારી સમાજસેવા પ્રવૃત્તિના આગેવાન. શરૂઆતથી જ ગાંધીવિચારથી પ્રભાવિત થઈને વીસ વર્ષની ઉંમરે સ્વદેશીનું વ્રત લીધું. વડોદરા કૉલેજમાં અભ્યાસ કરી બી.એ., એલએલ.બી. થયા. વડોદરા રાજ્યની ધારાસભામાં યુવાન-વયે ચૂંટાયા. વડોદરા રાજ્યનું દ્વિભાષી…
વધુ વાંચો >પરમાર, પાનાચંદ
પરમાર, પાનાચંદ (જ. 13 ઑક્ટોબર 1939; અ. 27 સપ્ટેમ્બર 1995) : દલિત સમાજના ઉત્થાન માટે કાર્ય કરનાર. પાનાચંદ હરજીભાઈ પરમાર ઇજનેર હતા અને એલ. ડી. એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રાધ્યાપક હતા. આ પ્રાધ્યાપક એટલા તો સંવેદનશીલ અને પોતાની જવાબદારી બાબતે સભાન હતા કે પાલનપુર નજીકના સાંબરડા ગામે જ્યારે દલિતોને ગામમાં ગઢવીઓના અત્યાચારોને…
વધુ વાંચો >પાગલબાબા
પાગલબાબા (જ. 31 જુલાઈ 1928; અ. 24 જૂન 2003) : બૌદ્ધ ધર્મ અને આંબેડકર વિચારધારાનો પ્રચાર કરનાર અને કવિ. એમનું મૂળ નામ ઈશ્વરભાઈ શિવરામ તૂરી (બારોટ). જન્મ ચાણસ્માના રોહિત સમાજમાં થયો હતો. ચૌદ વર્ષની ઉંમરે ઘર છોડીને ભાગી નીકળ્યા. ભૂતકાળમાં જાતિપ્રથાનો ભોગ બનવું પડેલું તેથી જાતિ છુપાવીને નાથપંથની દીક્ષા લીધેલી.…
વધુ વાંચો >