ડંકેશ ઓઝા

રાઠોડ, નારણભાઈ

રાઠોડ, નારણભાઈ (જ. 26 ડિસેમ્બર 1921, તીધરા, જિ. નવસારી; અ. –) : દલિતોને સામાજિક ન્યાય મળે તે માટે સંઘર્ષ કરનાર. તેમના નાના હમાલ હતા, દાદા સરકારી વેઠિયા હતા, પિતા પણ મુંબઈમાં હમાલી કરતા હતા. ગામમાં બાળપણમાં દાતણ, બોર, આંબલી, અરીઠાં, કેરી વગેરે વેચીને કુટુંબનું જીવન ચાલતું. પ્રાથમિક શાળમાં અસ્પૃશ્યતાનો ભોગ…

વધુ વાંચો >

વ્યાસ, ભીખુભાઈ

વ્યાસ, ભીખુભાઈ (જ. 22 ઑગસ્ટ 1930; અ. 5 જૂન 2022) : કોયતા’ની સેવા કરનાર અને નાના ડેમો બાંધનાર લોકસેવક. ગાંધીમાર્ગના યાત્રીઓ તરીકે ઓળખાયેલાં ભીખુભાઈ વ્યાસ અને કોકિલાબહેન શાહ(જ. 4 જૂન 1939) દંપતી દક્ષિણ ગુજરાતના વાલોડ વિદ્યાર્થી મંડળની પેદાશ છે. આખા પ્રદેશ માટે પ્રેરક એવા જુગતરામકાકામાંથી પ્રેરણા મળી. પણ એમનું કાર્ય…

વધુ વાંચો >

શાહ, અંબુભાઈ

શાહ, અંબુભાઈ (જ. 19 જાન્યુઆરી 1919; અ. 24 ડિસેમ્બર 2002) : મુનિ સંતબાલજીની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા અને શુદ્ધિ પ્રયોગો કરનાર. અંબુભાઈ મલુકચંદ શાહ આડંબરરહિત સાદગીપૂર્ણ જીવન જીવીને વંચિત અને નબળા વર્ગો માટે કામ કરીને શ્રેયમાર્ગી પ્રવાસી બની રહ્યા હતા. ક્રાંતિકારી મુનિશ્રી સંતબાલજીના પરિચયને કારણે એમના જીવનનો માર્ગ બદલાઈ ગયો. ધર્મ…

વધુ વાંચો >

શાહ, શાંતિભાઈ

શાહ, શાંતિભાઈ (જ. 30 ઑગસ્ટ 1897, આમોદ; અ. 5 એપ્રિલ 1984) : ગાંધી આંદોલનમાં ભાગ લેનારા અને મુંબઈ રાજ્યના પૂર્વ મંત્રી. પિતાનું નામ હરજીવન શાહ. શાંતિભાઈ શાહ મોટા વિદ્વાન, બુદ્ધિજીવી અને મૂલ્યનિષ્ઠ લોકસેવક. હોશિયાર હતા તેથી તે જમાનાની ભાઈશંકર કાંગા ઍન્ડ ગિરધરલાલ સૉલિસિટર કંપનીમાં જોડાઈને જાતમહેનતથી સૉલિસિટર બની કંપનીમાં ભાગીદાર…

વધુ વાંચો >