Search Results: Fantastic C_TS422_2023 Official Cert Guide - Pass C_TS422_2023 Exam 😬 ➥ www.pdfvce.com 🡄 is best website to obtain 「 C_TS422_2023 」 for free download 🥣Advanced C_TS422_2023 Testing Engine

અનુમાપન

Jan 10, 1989

અનુમાપન (titration) : રસાયણશાસ્ત્રમાં કદમાપક વિશ્લેષણની એક પદ્ધતિ. તેમાં પદાર્થના નમૂનાના કોઈ એક ઘટકનું પ્રમાણ નક્કી કરવા તે નમૂનાના ચોક્કસ વજન અથવા તેના દ્રાવણના ચોક્કસ કદ સાથે રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય ત્યાં સુધી બ્યુરેટમાંથી પ્રમાણિત દ્રાવણ (standard solution) ઉમેરવામાં આવે છે અને તેનું કદ નોંધી લેવામાં આવે છે. પૃથક્કરણમાં અનુમાપનનો ઉપયોગ કરતી શાખાને અનુમાપનમિતિ (titrimetry)…

વધુ વાંચો >

મિર્સિનેસી

Feb 3, 2002

મિર્સિનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. તે લગભગ 32 પ્રજાતિઓ અને 1000 જેટલી જાતિઓનું બનેલું છે. દક્ષિણમાં તે ન્યૂઝીલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા સુધી અને ઉત્તરમાં જાપાન, મેક્સિકો અને ફ્લૉરિડા સુધી વિતરણ પામેલું છે. Rapanea guaianensis અને Icacorea paniculata ફ્લૉરિડામાં થતી સ્થાનિક (indigenous) જાતિઓ છે. આ કુળની સૌથી મોટી પ્રજાતિઓમાં Ardisia (250 જાતિઓ), Rapanea…

વધુ વાંચો >

પ્રાઇમ્યુલેસી

Feb 12, 1999

પ્રાઇમ્યુલેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગનું એક કુળ. તે લગભગ 28 પ્રજાતિ અને 800 જાતિઓ ધરાવે છે. તેનું બધા જ ખંડોમાં બહોળું વિતરણ થયું હોવા છતાં ઉત્તર સમશીતોષ્ણ પ્રદેશોમાં સૌથી વધારે પ્રમાણમાં થાય છે. કેટલીક જાતિઓ ઉત્તર ધ્રુવ અને ઉચ્ચપર્વતીય (alpine) પ્રદેશોમાં થાય છે; પરંતુ ઉષ્ણકટિબંધ અને દક્ષિણ ગોળાર્ધમાં ભાગ્યે જ જોવા મળે છે. આ કુળની…

વધુ વાંચો >

કલ્પનવાદ

Jan 14, 1992

કલ્પનવાદ (imagism) : ઇંગ્લૅન્ડ તથા અમેરિકાના કવિઓના જૂથની મુખ્યત્વે રંગદર્શિતાવાદ સામેની ઝુંબેશ. તેનો પ્રભાવ પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વે 1909થી 1917 સુધી વિશેષ રહ્યો. આ કવિજૂથ ટી. ઈ. હ્યુમની સૌંદર્યલક્ષી વિચારમીમાંસામાંથી પ્રેરણા પામ્યું હતું. જૂથના અગ્રેસર એઝરા પાઉન્ડે એચ.ડી.ના હુલામણા નામે ઓળખાતાં હિલ્ડા ડુલિટલ, રિચાર્ડ એલ્ડિંગ્ટન તથા એફ. એસ. ફ્લિન્ટ સાથે મળીને લગભગ 1912માં પોતાનો અભિગમ સ્પષ્ટ…

વધુ વાંચો >

કંપન

Jan 17, 1992

કંપન (vibrations) : સ્થિતિસ્થાપક પદાર્થ કે માધ્યમના કણને તેના સમતોલન-સ્થાનમાંથી સ્થાનાંતરિત કરવાથી, તેમાં ઉદભવતાં પુન:સ્થાપક બળ(restoring force)ના પ્રભાવથી થતાં દોલન. તેના બે પ્રકાર છે : (i) પ્રાકૃતિક (natural) મુક્ત (free) કંપન અને (ii) પ્રણોદિત (forced) કંપન. સંહતિ(system)ને વિક્ષોભિત (disturb) કરી, કોઈ પણ પ્રકારના નિયંત્રણ સિવાયની નૈસર્ગિક ગતિ કરવા દેવામાં આવે ત્યારે ઉદભવતાં કંપનો પ્રાકૃતિક કે…

વધુ વાંચો >

પ્રકાશ-વાહકતા (photo-conductivity)

Feb 2, 1999

પ્રકાશ-વાહકતા (photo-conductivity) : ચાંદીના હેલાઇડ તથા અર્ધવાહક જેવા કેટલાક અધાતુ ઘન પદાર્થ પ્રકાશનું શોષણ કરે ત્યારે મળતી વીજ-વાહકતાની ઘટના. પદાર્થમાં શોષણ પામતો પ્રકાશ પારજાંબલી કિરણોથી ગૅમાકિરણો (γ-કિરણો) સુધીની કોઈ પણ યોગ્ય તરંગલંબાઈનો (એટલે કે, ઊર્જાનો) હોવો જોઈએ. (a) અર્ધવાહકમાં પ્રકાશ-વાહકતા : અર્ધવાહક પદાર્થ પર પ્રકાશ આપાત થાય તો પદાર્થમાં અવશોષણ (absorption) પામતો પ્રકાશ પોતાની ઊર્જા…

વધુ વાંચો >

પ્રક્ષાલકો (અપમાર્જકો : detergents)

Feb 3, 1999

પ્રક્ષાલકો (અપમાર્જકો : detergents) કાપડ, રેસાઓ, માનવત્વચા તથા અન્ય ઘન પદાર્થોની સપાટી ઉપર રહેલા મેલના કણોને પાણીની મદદથી દૂર કરનાર પદાર્થો. ‘પ્રક્ષાલક’ શબ્દનો અર્થ ‘એવું કાંઈક કે જે સાફ કરે’ તેવો થાય છે. આવા પદાર્થો પૃષ્ઠસક્રિય (surface active) હોઈ પાણીનું પૃષ્ઠતાણ (surface tension) ઘટાડે છે અને તેલ-પાણી અંતરાપૃષ્ઠ (interface) આગળ કેન્દ્રિત થાય છે. તે પાયસીકરણ…

વધુ વાંચો >

રસ્તા (ભૂમિમાર્ગ)

Jan 13, 2003

રસ્તા (ભૂમિમાર્ગ) : વિવિધ ભૂમિસ્થળોને જોડતો પગપાળા ચાલવાનો અથવા પરિવહન માટેનો પથ. રસ્તાઓ વિભિન્ન પ્રકારના હોય છે, જેવા કે ગ્રામવિસ્તારોને જોડતા સ્થાનિક રસ્તાઓ (local roads); તે સાંકડા હોય છે. શહેરોને જોડતા મુખ્ય રસ્તાઓ (main roads); તે પહોળા હોય છે. શહેરની અંદર બનાવેલા રસ્તાઓ (શેરીઓ  streets) તેમજ શહેર બહાર બનાવેલા ગોળાકાર આડરસ્તાઓ (bypasses) વસ્તીની ઓછીવત્તી સંખ્યાને…

વધુ વાંચો >

પ્રયોગવાદ

Feb 10, 1999

પ્રયોગવાદ : સ્થગિતતા સામેની પ્રતિક્રિયા રૂપે આવિષ્કાર પામેલો સાહિત્યિક અભિગમ. ‘પ્રયોગ’ સંજ્ઞા અહીં વિજ્ઞાનક્ષેત્રમાં જે અર્થમાં વપરાય છે એ અર્થમાં નથી વપરાયેલી, પણ જે કાંઈ સ્થગિત છે, જે કાંઈ સ્થિર છે, એનાથી છૂટા પડવા માટે અને ગતિશીલતાને સૂચવવા માટે વપરાયેલી છે. કોઈ પણ સાહિત્યનો ઇતિહાસ દર્શાવે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં અનુકરણ, અનુસરણ, એકવિધતા અને નીરસતા…

વધુ વાંચો >

પ્રવેગ (acceleration)

Feb 11, 1999

પ્રવેગ (acceleration) : કોઈ કણ કે પદાર્થના વેગમાં ફેરફારનો દર. તે સદિશ રાશિ છે. કણના વેગમાં એકધારી કે નિયમિત Δt રીતે સમયમાં જેટલો વેગમાં ફેરફાર થાય તો એ તેનો સરેરાશ પ્રવેગ છે. જો વેગનો ફેરફાર નિયમિત ન હોય તો પ્રવેગ નીચે મુજબ વેગના સમય સાપેક્ષે વિકલન તરીકે લેવામાં આવે છે : આ વ્યાખ્યા, કણનો તત્ક્ષણ…

વધુ વાંચો >