Search Results: કૃષિ

ઘાસચારાના પાકો

Feb 24, 1994

ઘાસચારાના પાકો : પશુ-આહાર માટેના પાકો. ગુજરાત રાજ્યમાં થતા ઘાસચારાના વિવિધ પાકો નીચે મુજબ છે. તેની વિગતવાર માહિતી નીચે પ્રમાણે છે : (ક) ધાન્ય વર્ગ : (1) જુવાર (Sorghum bicolor) : જુવારના પાકને ગુજરાત રાજ્યની દરેક પ્રકારની જમીન અને હવામાન અનુકૂળ આવે છે. ગુજરાતમાં આ પાકનો વિસ્તાર 8.94 લાખ હેક્ટર છે જેમાં દાણા માટે લેવાતા…

વધુ વાંચો >

ઇન્ડિયન સોસાયટી ઑવ્ એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ

Jan 23, 1990

ઇન્ડિયન સોસાયટી ઑવ્ એગ્રિકલ્ચરલ ઇકોનોમિક્સ : કૃષિ-અર્થશાસ્ત્રના અધ્યયન અને સંશોધનનું મંડળ. સ્થાપના 1939. તેના સ્થાપક અને  ઘડવૈયાઓમાં એલ. કે. એલ્મ્હર્સ્ટ, ટી. જી. શિરનામે, એમ. એલ. ડાર્લિંગ, ટી. વિજયરાઘવાચારી, મણિલાલ બી. નાણાવટી, ડી. આર. ગાડગીલ, એમ. એલ. દાંતાવાળા તથા વી. એમ. દાંડેકર જેવા કૃષિ-અર્થશાસ્ત્રીઓનો સમાવેશ થયો હતો. સંસ્થાનું રજતજયંતી સંમેલન આણંદ ખાતે (1964) તથા સુવર્ણજયંતી સંમેલન…

વધુ વાંચો >

ઇન્ડિયન મીટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ

Jan 23, 1990

ઇન્ડિયન મીટિયરોલૉજી ડિપાર્ટમેન્ટ (IMD) : ભારતની હવામાનશાસ્ત્ર અંગેની 1875માં સ્થાપવામાં આવેલી સંસ્થા. તે વિશ્વની આ ક્ષેત્રની જૂની સંસ્થાઓમાંની એક ગણાય છે. શરૂઆતમાં હવામાન અંગેનું કાર્ય કરતી વેધશાળાઓને પોતાના આધિપત્ય નીચે લઈને તેમના કાર્યનું આ સંસ્થાએ કેન્દ્રીકરણ કર્યું હતું. હવામાન, ભૂકંપશાસ્ત્ર તથા વાતાવરણશાસ્ત્ર સાથે સંલગ્ન વિષયો અંગેની બધી બાબતોમાં તે પ્રમુખ સરકારી સંસ્થા ગણાય છે. હવામાન…

વધુ વાંચો >

ભેંસ

Jan 27, 2001

ભેંસ (Indian buffalo) ચરબીનું વધારે પ્રમાણ (6 %થી 10 %) ધરાવતા દૂધ જેવા પોષક આહારનું ઉત્પાદન કરતું એક પાલતુ જાનવર. પ્રાણી-વર્ગીકરણના ધોરણ અનુસાર તેનો વર્ગ સસ્તન ઉપવર્ગ યૂથેરિયા શ્રેણી ખરીવાન (angulata), ઉપશ્રેણી સમખરી (artiodactyla) અને કુળ બ્યુબૅલિડી લેખાય છે. શાસ્ત્રીય નામ છે Bubalus bubalis (Indian buffalo). દુનિયાની ભેંસની કુલ વસ્તી 150 કરોડ છે. તેમાંની 145…

વધુ વાંચો >

ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (F.A.O.)

Feb 26, 1999

ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન (F.A.O.) : સંયુક્ત રાષ્ટ્રસંઘ અંતર્ગત એક સંસ્થા. આ સંસ્થાની સ્થાપના ઑક્ટોબર 1945માં થઈ. તેનું મુખ્ય કાર્યાલય 1951 સુધી વૉશિંગ્ટન ડી. સી. હતું, પરંતુ હવે તે રોમ ખાતે છે. 1943માં તે વખતના અમેરિકાના પ્રમુખ ફ્રૅન્કલિન ડી. રૂઝવેલ્ટે હૉટ સ્પ્રિંગ્ઝ–વર્જિનિયા ખાતે અન્ન અને કૃષિ સાથે સંબંધ ધરાવતી સમસ્યાઓની ચર્ચાવિચારણા કરવા માટે બોલાવેલી આંતરરાષ્ટ્રીય…

વધુ વાંચો >

દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરી-ઉદ્યોગ

Mar 17, 1997

દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરી-ઉદ્યોગ 1. દૂધ અને દૂધની બનાવટો : વૈજ્ઞાનિક ર્દષ્ટિએ દૂધ ‘સંપૂર્ણ ખોરાક’ ગણાય છે; કારણ કે શરીરના નિર્વાહ અને વિકાસ માટે જરૂરી એવાં બધાં તત્વો યોગ્ય પ્રમાણમાં તેમાં આવેલાં છે. દૂધ સસ્તન પ્રાણીઓની દુગ્ધગ્રંથિમાંથી પ્રસૂતિ બાદ ઝરતું એક એવું પ્રવાહી છે જેમાં નવજાત શિશુના શરીરના વિકાસ માટે જરૂરી પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, ચરબી, વિટામિન,…

વધુ વાંચો >

સૂકી ખેતી

Jan 25, 2008

સૂકી ખેતી : સૂકા વિસ્તારમાં કરવામાં આવતી ખેતી. ભારત દેશના કુલ ક્ષેત્રફળમાંથી 3.17 લાખ ચોકિમી.નો વિસ્તાર સૂકો છે; જે લગભગ 12 % જેટલો થાય છે. સારણી 1માં વિવિધ રાજ્યોમાં સૂકા વિસ્તારનું ક્ષેત્રફળ અને તેની ટકાવારી આપવામાં આવ્યાં છે. સારણી 1 : વિવિધ રાજ્યોમાં સૂકા વિસ્તારનું ક્ષેત્રફળ અને તેની ટકાવારી ક્રમ રાજ્ય વિસ્તાર (ચોકિમી.માં) ટકા 1.…

વધુ વાંચો >

હળદર

Feb 6, 2009

હળદર એકદળી વર્ગમાં આવેલા ઝિન્જિબરેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Curcuma longa Linn. syn. C. domestica Val (સં. હરિદ્રા; મ. હલદ; હિં. હરદી, હલ્દી; બં. હલુદ; ક. આભિનિન, અરષણુ; તે. પાસુપુ, પસુપુ; તા. મંજલ, મંચલ; મલ. મન્નસ; ફા. જરદચોબ; અ. કંકુમ, ઉરુકુસ્સુફર; અં. ટર્મરિક) છે. સ્વરૂપ : તે 60–90 સેમી. ઊંચી, ટૂંકું પ્રકાંડ અને…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

Feb 6, 1994

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે આયોજનબદ્ધ હતું. રહેણાકનાં મકાનો સીધી…

વધુ વાંચો >

લઘુ ઉદ્યોગ

Jan 16, 2004

લઘુ ઉદ્યોગ મહદ્અંશે એક કરોડ રૂપિયાનું સ્વમાલિકીનું નિમ્ન મૂડીરોકાણ ધરાવતો ઉદ્યોગ. તે બજાર પર પ્રભાવ પાડવાની કોઈ ક્ષમતા ધરાવતો નથી. લઘુ-ઉદ્યોગની કલ્પના સાથે આપણી સમક્ષ પાપડ, અથાણાં વગેરે ગૃહઉદ્યોગ, કપ-રકાબી, બૂટ-ચંપલ, સાબુ, ડિટરજન્ટ, કાપડ, તૈયાર વસ્ત્રો, રબર અને પ્લાસ્ટિકની ચીજો, રંગો, રસાયણોથી માંડીને અદ્યતન તકનીકીનો ઉપયોગ કરીને ટેલિવિઝન, કમ્પ્યૂટર તેમજ અન્ય વીજાણુ-સાધનોનું ઉત્પાદન કરતાં કારખાનાં…

વધુ વાંચો >