Search Results: કૃષિ

ધારવાડ

Mar 28, 1997

ધારવાડ : દક્ષિણ ભારતમાં આવેલા કર્ણાટક રાજ્યનો જિલ્લો, જિલ્લાનું વહીવટી મથક અને મુખ્ય શહેર. જિલ્લાનો કુલ વિસ્તાર 4,260 ચોકિમી. જેટલો છે અને કુલ વસ્તી 18,46,993 (2011) છે. જિલ્લામાં ધારવાડ ઉપરાંત ગડગ, સાવનૂર તથા હંગલ એ ત્રણ મુખ્ય શહેરો છે. ગડગ ઔદ્યોગિક કેન્દ્ર છે. જિલ્લામાં ચોખા, કપાસ, કઠોળ, બાજરી મુખ્ય કૃષિ પેદાશો છે. આ ઉપરાંત બીડી,…

વધુ વાંચો >

દેવાસ

Mar 19, 1997

દેવાસ : મધ્યપ્રદેશનો એક જિલ્લો તથા જિલ્લાના મથકનું ગામ. ભૌગોલિક સ્થાન : 22° 30´ ઉ. અ. અને 76° 30´ પૂ. રે.. આઝાદી પછી 1948માં મધ્યભારતની રિયાસતોના સંઘની સ્થાપના થઈ. 1956માં મધ્યપ્રદેશની સ્થાપના થતાં દેવાસ તેનો જિલ્લો બન્યો. જિલ્લાનું ક્ષેત્રફળ 7,020 ચોકિમી. તથા તેની વસ્તી 15.63 લાખ (2011) છે. ઇંદોરથી તે 39 કિમી. અંતરે આવેલું છે.…

વધુ વાંચો >

દુષ્કાળ

Mar 16, 1997

દુષ્કાળ : અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિને કારણે ઊભું થતું અન્નસંકટ. આહારની ચીજોની લાંબો સમય ચાલતી તીવ્ર તંગી, જેને પરિણામે લોકો મોટી સંખ્યામાં ભૂખમરો ભોગવે અને મૃત્યુપ્રમાણ વધી જાય. લોકો ખેતી કરીને સ્થિર વસવાટ કરતા થયા ત્યારથી દુષ્કાળો પડતા આવ્યા છે. નોંધવામાં આવેલો સહુથી જૂનો દુષ્કાળ ઇજિપ્તમાં ઈ. સ. પૂર્વે 3500માં પડેલો. દુષ્કાળોમાં વત્તીઓછી સંખ્યામાં લોકોનાં મૃત્યુ…

વધુ વાંચો >

દિલ્હી

Mar 14, 1997

દિલ્હી : ભારતનું પાટનગર. 1956માં તે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું તથા 1991માં નૅશનલ કૅપિટલ ટેરિટરી ઍક્ટ અન્વયે તેને રાજ્યનો વિશિષ્ટ દરજ્જો અને વિધાનસભા બક્ષવામાં આવ્યાં. ત્યારથી તે દિલ્હી રાજ્યનું પણ પાટનગર છે. આ રાજ્ય 28° 23’ થી 28° 55’ ઉ. અ. અને 76° 05’થી 77° 25’ પૂ. રે. પર આવેલું છે. તે રાજ્યની દક્ષિણે હરિયાણા રાજ્યનો…

વધુ વાંચો >

દિબ્રુગઢ

Mar 14, 1997

દિબ્રુગઢ : આસામ રાજ્યના ઉત્તર-પૂર્વ ભાગમાં આવેલો જિલ્લો. તે 3,381 ચોકિમી. વિસ્તારને આવરે છે. જિલ્લાની ઉત્તર-પશ્ચિમ સીમા પર વહેતી બ્રહ્મપુત્ર નદીને લોહિત, દિબ્રુ અને બુઢી દિહિંગ નદીઓ મળે છે. આ નદીઓના કાંપથી આ જિલ્લામાં મેદાનોની રચના થઈ છે. આ મેદાનો આશરે 100 મીટરની ઊંચાઈ ધરાવે છે. જિલ્લાની આબોહવા ગરમ અને ભેજવાળી છે. ડુંગરાળ ટેકરીઓ પર…

વધુ વાંચો >

સિંહ, રાજનાથ

Jan 17, 2008

સિંહ, રાજનાથ (જ. 10 જુલાઈ 1951, બાભોરા, ઉત્તર પ્રદેશ) : ભારતીય જનતા પાર્ટીના 8મા અધ્યક્ષ અને ભારતના 29મા સંરક્ષણ પ્રધાન. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. પિતા રામ બદન સિંહ અને માતા ગુજરાતી દેવી. તેમણે પ્રાથમિક શિક્ષણ તેમના ગામની સ્થાનિક શાળામાંથી મેળવ્યું અને ગોરખપુર યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી મેળવી. તેઓ તેમના વિદ્યાર્થી જીવનથી જ તેજસ્વી…

વધુ વાંચો >

થર્ડ વેવ, ધ

Mar 5, 1997

થર્ડ વેવ, ધ (પ્રથમ આવૃત્તિ 1980. પુનર્મુદ્રણ : બીજું અને ત્રીજું 1981) : માનવજાતિના ઇતિહાસને ત્રણ કાલખંડમાં વહેંચી તેના ભાવિસંકેતોનો નિર્દેશ કરતો બહુચર્ચિત ગ્રંથ. અમેરિકન લેખક ઍલ્વિન ટૉફલરનું ‘ફ્યૂચર શૉક’ પછીનું તે જાણીતું પુસ્તક છે. તેમાં લેખકે માનવ-જાતિના ત્રણે કાલખંડના ઇતિહાસને સંસ્કૃતિનાં મોજાંનું રૂપક આપ્યું છે. પહેલું મોજું કૃષિક્રાંતિનું, જ્યારે મનુષ્યજાતિએ કૃષિ અને પાલતુ પ્રાણીઓને…

વધુ વાંચો >

ત્બિલિસિ

Mar 2, 1997

ત્બિલિસિ (Tbilisi) : એશિયાના કૉકેસસ પર્વતમાળાના પ્રદેશમાં આવેલ જ્યૉર્જિયા ગણરાજ્યનું પાટનગર તથા ઐતિહાસિક શહેર. રશિયન ભાષામાં તેનું નામ ‘તિફિલસ’ છે. સ્થાનિક જ્યૉર્જિયન ભાષામાં ‘ત્બિલિસિ’ એટલે ગરમ પાણીનાં ઝરણાં. તેની આજુબાજુના વિસ્તારમાં ગરમ પાણીનાં ઘણાં ઝરણાં હોવાથી શહેરને આ નામ મળ્યું છે. તે 41° 43’ ઉ. અ. તથા 44° 49’ પૂ. રે. પર કુરા નદીના બંને…

વધુ વાંચો >

તૃણાપતૃણનાશકો

Jan 31, 1997

તૃણાપતૃણનાશકો (herbicides or weedicides) : અનિચ્છનીય તૃણ-અપતૃણ વનસ્પતિઓનો નાશ કરવા વપરાતાં રસાયણો. વીસમી સદીમાં તૃણાપતૃણનાશકોનો શરૂઆતમાં ખૂબ ધીમો, પરંતુ ત્યારબાદ 1945 પછી 2,4-D (2,4 ડાઇકલોરો ફિનોક્સી એસેટિક ઍસિડ)ના પ્રવેશ બાદ ખૂબ ઝડપથી ઉપયોગ વધતો ગયો છે. તૃણાપતૃણનાશકોની શોધોને લગતી કડીબદ્ધ ઘટનાઓ આ પ્રમાણે છે : (1) ધાન્યના પાકોમાં પહોળાં પર્ણોવાળાં અપતૃણના નિયંત્રણ માટે 1896–1900 દરમિયાન…

વધુ વાંચો >

ફરાઇદી ચળવળ

Feb 21, 1999

ફરાઇદી ચળવળ : બંગાળમાં અંગ્રેજોના શાસન વિરુદ્ધની સ્થાનિક ચળવળ. જોકે એનો મૂળ ઉદ્દેશ ઇસ્લામનું શુદ્ધીકરણ અને મુસ્લિમોના પુનરુદ્ધારનો હતો. આ ચળવળ ફરીદપુરના હાજી શરીઅતુલ્લાહે શરૂ કરી હતી. તેમણે જાહેર કરેલું કે હિંદ જ્યારથી બ્રિટિશ હકુમત નીચે આવ્યું છે ત્યારથી તે ‘દારુલહર્બ’ (મરુભૂમિ) બની ગયું છે. તેમણે પોતાના મુરિદો પાસે પ્રતિજ્ઞાપૂર્વક સોગંધ લેવડાવ્યા હતા કે તેઓ…

વધુ વાંચો >