Search Results: કૃષિ

પાલ બેન્જામિન પિયરી

Jan 9, 1999

પાલ, બેન્જામિન પિયરી (જ. 26 મે 1906, મુક્ધદપુર, પંજાબ; અ. 14 સપ્ટેમ્બર 1989, નવી દિલ્હી) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ભારતીય કૃષિવૈજ્ઞાનિક. તેમણે વનસ્પતિશાસ્ત્ર વિષયમાં એમ. એસસી.ની ડિગ્રી રંગૂન યુનિવર્સિટી-મ્યાનમારમાંથી અને વનસ્પતિઉછેર (plant breeding) અને જનીનવિદ્યા વિષયમાં પીએચ.ડી.ની ડિગ્રી (1932) કેમ્બ્રિજ યુનિવર્સિટી, ઇંગ્લૅન્ડમાંથી પ્રાપ્ત કરી. કેમ્બ્રિજમાં તેમણે ખ્યાતનામ બ્રિટિશ વ્હીટ-બ્રીડર સર આર. એચ. બિફ્ફનના માર્ગદર્શન હેઠળ…

વધુ વાંચો >

ભૂક્ષરણ

Jan 23, 2001

ભૂક્ષરણ (soil erosion) : ભૂમિના ઉપરિ સ્તરની નષ્ટ થવાની ક્રિયા. આ ઉપરિસ્તર કૃષિ માટે આવશ્યક છે. તેની રચના અને ફળદ્રૂપતા પાકની રોપણી અને ઉત્પાદન સાથે સંકળાયેલી છે. વનસ્પતિને જરૂરી ખનિજ તત્વો અને કાર્બનિક પદાર્થો ઉપરિસ્તરમાં આવેલાં હોય છે. તે 3થી 4 ફૂટ સુધી જાડું હોય છે. આ સ્તરને વનસ્પતિનું પોષક ક્ષેત્ર (feeding zone) કહે છે.…

વધુ વાંચો >

ધિરાણ

Mar 29, 1997

ધિરાણ : સામાન્યત: પૂર્વનિર્ધારિત વ્યાજના દરે પૂર્વનિર્ધારિત સમયગાળા માટે જરૂરિયાતમંદ વ્યક્તિ કે સંસ્થાને પોતાનાં અથવા થાપણદારનાં નાણાં ઉછીનાં આપવાની પ્રક્રિયા. ભારતમાં આઝાદી પહેલાં ધિરાણની પ્રક્રિયા પર શાહુકારોનું ઘણું વર્ચસ હતું, જે આઝાદી પછી શિથિલ બનતું ગયું છે. ધિરાણ ત્રણ પ્રકારનું હોઈ શકે છે : (1) ટૂંકા ગાળાનું, (2) મધ્યમ ગાળાનું, અને (3) લાંબા ગાળાનું. આ…

વધુ વાંચો >

ભારતમાં જૈવ તકનીકી

Jan 16, 2001

ભારતમાં જૈવ તકનીકી માનવહિતાર્થે જૈવિક તંત્રોના યોગ્ય સંચાલન માટે દુનિયામાં અને ખાસ કરીને ભારતમાં અપનાવવામાં આવેલી તકનીકી. માનવ-સ્વાસ્થ્ય, કૃષિવિજ્ઞાન, પશુપાલન, સજૈવ અણુઓનું ઉત્પાદન, પ્રદૂષણમુક્ત પર્યાવરણની જાળવણી જેવાં વિવિધ ક્ષેત્રોમાં જૈવ તકનીકી અગત્યની નીવડી છે. દૂધમાંથી પનીર અને માખણ જેવી ચીજોના નિર્માણથી માંડી ગુનામાં વિશિષ્ટ વ્યક્તિ અપરાધી હોવાની સાબિતી પુરવાર થાય એવી કાર્યવાહીમાં જૈવ તકનીકી અગત્યનું…

વધુ વાંચો >

રંધાવા, એન. એસ.

Jan 15, 2003

રંધાવા, એન. એસ. (જ. 13 માર્ચ 1927, નવશેરા પાનું, જિ. અમૃતસર; અ. 25 નવેમ્બર 1996) : રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા કૃષિવિજ્ઞાની અને સંશોધક. તેમણે બી.એસસી.- (ઍગ્રિકલ્ચર)ની પદવી 1947માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટી, લયાલપુર(જે હાલ પાકિસ્તાનમાં છે)માંથી; એમ.એસસી.- (ઍગ્રિકલ્ચર)ની 1956માં પંજાબ ઍગ્રિકલ્ચરલ યુનિવર્સિટીમાંથી અને પીએચ.ડી.ની પદવી જમીનવિજ્ઞાન વિષય સાથે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, અમેરિકામાંથી 1964માં મેળવેલ. અભ્યાસકાળ પૂર્ણ…

વધુ વાંચો >

લોક, લોકતત્વ અને લોકવિદ્યા

Jan 5, 2005

લોક, લોકતત્વ અને લોકવિદ્યા લોક એટલે સમાન પરંપરા ધરાવતો નિશ્ચિત ભૌગોલિક ક્ષેત્રમાં નિવાસ કરતો માનવસમૂહ. સામાન્ય રીતે તો એમાં ગ્રામીણ એવા અલ્પશિક્ષિત જનસમાજનો એકમ – એવો અર્થ લેવામાં આવે છે; પરંતુ લોકવિદ્યા(folklore)માં જેનો સમાવેશ થાય છે તે લોકસાહિત્ય, લોકસંગીત, લોકનૃત્ય, લોકનાટ્ય, લોકચિત્રકલા, લોકકસબ, લોકમાન્યતા વગેરેમાં ‘લોક’ શબ્દ અંગ્રેજી Folkનો સ્વીકૃત એવો ગુજરાતી પર્યાય છે અને…

વધુ વાંચો >

સંશોધન અને સંવૃદ્ધિ (Research and Development)

Jan 28, 2007

સંશોધન અને સંવૃદ્ધિ (Research and Development) : ભૌતિક પ્રક્રિયાઓનાં રહસ્યો અને કુતૂહલો જાણવા અને પ્રસ્થાપિત નિયમોને પડકારવા કે પુનર્મૂલ્યાંકન કરવા, જિજ્ઞાસા સાથે કરાતું વ્યવસ્થિત અને તાર્કિક કાર્ય, તેમજ તે દ્વારા મેળવાતો ભૌતિક અને આર્થિક વિકાસનો લાભ. 20મી સદીના શરૂઆતના કાળમાં ‘સંશોધન’ અને ‘સંવૃદ્ધિ’ શબ્દો જે જવલ્લે જ સાંભળવામાં આવતા તે આજે ઔદ્યોગિક જગતમાં સાર્વત્રિક (universal)…

વધુ વાંચો >

વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વૉર્મિંગ)

Mar 1, 2005

વૈશ્વિક તાપમાન (ગ્લોબલ વૉર્મિંગ) : તાજેતરના દસકાઓમાં પૃથ્વીના વાતાવરણ તથા સમુદ્રના સરેરાશ તાપમાનમાં થયેલો વધારો. વીસમી સદીમાં પૃથ્વીની નજીકના વાતાવરણના સરેરાશ તાપમાનમાં 0.6  0.2° સે.નો વધારો થયો છે. આબોહવાના પરિવર્તન અંગેના પ્રવર્તમાન વૈજ્ઞાનિક અભિપ્રાય પ્રમાણે ‘છેલ્લાં 50 વર્ષમાં થયેલા મોટા ભાગના તાપમાનના વધારા માટે માનવપ્રેરિત પ્રવૃત્તિઓ કારણભૂત છે’. તાપમાનમાં થયેલી વૃદ્ધિના માનવપ્રેરિત ઘટક માટે મુખ્યત્વે…

વધુ વાંચો >

શુક્લ વિનોદ કુમાર

Jan 18, 2006

શુક્લ વિનોદ કુમાર( જ. 1 જાન્યુઆરી 1937 રાજનાંદગાંવ, મધ્યપ્રદેશ (હાલમાં છત્તીસગઢ) – ) : સર્વોચ્ચ પેન અમેરિકા વ્લાદિમીર નાબાકોવ ઍવૉર્ડ ફોર એચીવમેંટ ઇન ઇન્ટરનેશનલ લિટરેચર-2023થી સન્માનિત પહેલા ભારતીય અને એશિયાઈ લેખક. જન્મ મધ્યમવર્ગીય સંયુક્ત પરિવારમાં થયો હતો. એમની માતાનું નામ રુક્મિણી દેવી હતું. રુક્મિણી દેવીનું બાળપણ બાંગ્લાદેશના જમાલપુરમાં વીત્યું હતું. કોમી રમખાણોમાં પિતાની હત્યા થવાથી…

વધુ વાંચો >

અન્નસહાય

Jan 10, 1989

અન્નસહાય આંતરરાષ્ટ્રીય આર્થિક સહાયનું એક સ્વરૂપ. અન્નસહાય આપવા પાછળ અનેક હેતુઓ હોવા છતાં આકસ્મિક સંજોગોને લીધે ભૂખમરાનો સામનો કરનાર દેશોની પ્રજાને અન્ન પૂરું પાડવું એ તેનો પ્રાથમિક હેતુ રહેલો છે. નવેમ્બર 1953માં ભરાયેલી અન્ન અને કૃષિ સંસ્થા(F.A.O.)ની સાતમી આંતરરાષ્ટ્રીય પરિષદમાં અન્નસહાયની આંતરરાષ્ટ્રીય સપાટી પર પહેલવહેલી ચર્ચા થઈ, જેમાં ઉત્તર અમેરિકામાં વધતા જતા ધાન્યના અધિશેષ ભંડારો(surplus…

વધુ વાંચો >