પ્રવેગ (acceleration) : કોઈ કણ કે પદાર્થના વેગમાં ફેરફારનો દર. તે સદિશ રાશિ છે. કણના વેગમાં એકધારી કે નિયમિત Δt રીતે સમયમાં જેટલો વેગમાં ફેરફાર થાય તો એ તેનો સરેરાશ પ્રવેગ છે. જો વેગનો ફેરફાર નિયમિત ન હોય તો પ્રવેગ નીચે મુજબ વેગના સમય સાપેક્ષે વિકલન તરીકે લેવામાં આવે છે :

આ વ્યાખ્યા, કણનો તત્ક્ષણ અથવા એક બિન્દુએ પ્રવેગ આપે છે. વેગના અનિયમિત ફેરફારના કિસ્સામાં સરેરાશ પ્રવેગ નીચે મુજબ વ્યાખ્યાયિત કરી શકાય :

જ્યાં  એ tf (અન્તીય) ક્ષણે વેગ છે અને  એ ti (પ્રારંભિક) ક્ષણે વેગ છે. ઉપર્યુક્ત કિસ્સાઓમાં વેગ ઘટતો હોય તો સંબંધિત રાશિને પ્રતિપ્રવેગ (retardation) કહે છે.

પ્રવેગના પ્રચલિત એકમો છે, , અને ફૂટ/સેકન્ડ2 પ્રવેગી ગતિ એટલે પ્રવેગ ધરાવતા કોઈ પદાર્થની ગતિ.

વેગ (velocity) સદિશ રાશિ છે, તેથી કોઈ કણના વેગના મૂલ્યમાં કે દિશામાં અથવા બંનેમાં ફેરફાર થતો હોય તે તમામ કિસ્સાઓમાં ગતિ પ્રવેગી ગણાય છે. આમ, કોઈ કણ નિયમિતપણે વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય ત્યારે તેના વેગનું મૂલ્ય ન બદલાય તોપણ વેગની દિશા દરેક બિન્દુએ બદલાતી હોવાથી વર્તુળાકાર ગતિ એ પ્રવેગી ગતિ છે. ઉપર આપેલ વ્યાખ્યામાં કણની રેખીય ગતિનો વિચાર કરવામાં આવેલ છે. કોઈ ર્દઢ પદાર્થ નિયત અક્ષની આસપાસ ચાકગતિ (rotational motion) કરતો હોય ત્યારે તેનો કોણીય પ્રવેગ (angular acceleration) એ તેના કોણીય વેગ  ફેરફારનો દર છે. આમ તાત્ક્ષણિક કોણીય પ્રવેગ  જેનું એકમ રેડિયન/સેકન્ડ2 હોય છે. રેખીય પ્રવેગનો આધાર બળ પર હોય છે, કોણીય પ્રવેગનો આધાર ટોર્ક પર હોય છે.

મુક્ત પતન (free fall) પામતા પદાર્થની ગતિનો પ્રવેગ તે ગુરુત્વ પ્રવેગ (gravitational acceleration) કહેવાય છે. પૃથ્વીની સપાટી નજીક તેનું મૂલ્ય g = 9.8 મીટર/સેકન્ડ2 જાણીતું છે.

મનુષ્યના રોજિન્દા વ્યવહારમાં અનેક એવી ઘટનાઓ જોવા મળશે, કે જેમાં કણ યા પદાર્થનો પ્રવેગ અચળ હોય અથવા તો તે પણ બદલાતો હોય. સરળ આવર્ત ગતિ (simple harmonic motion) એવી પ્રવેગી ગતિ છે કે જેમાં પ્રવેગ નિયમિત રીતે (periodically) ફેરફાર પામે છે. કોઈ એક નિર્દેશ ફ્રેમ બીજી નિર્દેશ ફ્રેમની સાપેક્ષે પ્રવેગી ગતિ કરતી હોય તો તે અજડત્વીય (non-inertial) હોય છે.

કમલનયન ન. જોશીપુરા