નૅસ્ટિક (અનુકુંચી) હલનચલન : પ્રકાશ, તાપમાન અને સ્પર્શ જેવાં બાહ્ય પરિબળોને લીધે વનસ્પતિઓનાં પર્ણો અને દલપત્રો જેવાં દ્વિપાર્શ્વીય અંગોનું હલનચલન. તે અનુપ્રેરિત (paratonic) હલનચલનનો એક પ્રકાર છે. કેટલાક અપવાદોને બાદ કરતાં નૅસ્ટિક હલનચલનો જે તે અંગ ઉપર બધી તરફથી સરખા પ્રમાણમાં અસર કરતાં તાપમાન અને વિસૃત (diffuse) પ્રકારો જેવાં પર્યાવરણીય પરિબળોની અસરથી પ્રેરાય છે; જ્યારે…

વધુ વાંચો >

નેહીમીઆહ, ગ્રુ (ખ્રિસ્તી ધર્મપ્રવેશસંસ્કાર) : 26 સપ્ટેમ્બર 1641, મૅનસેટ્ટર, પારીસ, વૉરવિકશાયર, ઇંગ્લૅન્ડ; અ. 25 માર્ચ 1712, લંડન) : અંગ્રેજ વનસ્પતિશાસ્ત્રી, કાયચિકિત્સક (physician) અને સૂક્ષ્મદર્શિક (microscopist). તે ઇટાલિયન સૂક્ષ્મદર્શિક માર્સેલો માલ્પિધીની જેમ વનસ્પતિ શરીરરચનાવિજ્ઞાનના સંસ્થાપક હતા. માલ્પિધીએ જ્યારે વનસ્પતિશરીરવિજ્ઞાન વિશે રૉયલ સોસાયટી, લંડનને હસ્તપ્રત રજૂ કરી, તે જ સમયે ગ્રુએ પ્રથમ પુસ્તક ‘ધી અનૅટૉમી ઑવ્ વેજિટેબલ્સ…

વધુ વાંચો >

નેહેર, ઇર્વિન (Neher, Erwin) (જ. 20 માર્ચ 1944, લેન્ડ્સ્બર્ગ એમ લેચ, જર્મની) : કોષોની ‘એક-આયનીય છિદ્રનલિકા’(single-ionchannel)ના કાર્યની શોધ માટે આયુર્વિજ્ઞાન માટે સન 1991નું નોબેલ પારિતોષિક તેમને બર્ટ સેકમૅન સાથે સરખા ભાગે પ્રાપ્ત થયું હતું. તેઓ જર્મન જૈવભૌતિકશાસ્ત્રવિદ હતા અને તેમણે કોષીય દેહધાર્મિક વિદ્યામાં વિશેષ કાર્ય કર્યું હતું. તેઓ શિક્ષિકા માતા અને ડેરીની કંપનીમાંના અધિકારીના પુત્ર…

વધુ વાંચો >

નૈતિક વિકાસ (moral development) : શિશુ અવસ્થાથી પુખ્ત વય સુધીમાં નીતિ અંગેની સમજ અને નૈતિક આચરણમાં થતો વિકાસ. વ્યક્તિના આચારવિચાર તેના જૂથના નીતિનિયમોને અનુરૂપ બને તેને નૈતિકતા કહેવાય છે. વ્યક્તિ, જૂથના દબાણને વશ થઈ, (ઘણી વાર પોતાની ઇચ્છા વિરુદ્ધ) જૂથનાં ધોરણોને અનુસરે તે બાહ્ય નૈતિકતા કહેવાય. જ્યારે તે રાજીખુશીથી નૈતિક આચારવિચાર અપનાવે ત્યારે તેને સાચી…

વધુ વાંચો >

નૈનીતાલ : ઉત્તરાખંડ રાજ્યના કુમાઉ વિભાગમાં આવેલો જિલ્લો – જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા – વનસ્પતિ : તે 29 23´ ઉ. અ. અને 79 30´ પૂ. રે. પર સ્થિત છે. બાહ્ય હિમાલયમાં આવેલો આ જિલ્લો જેની ઉત્તરે અલમોડા અને પૂર્વે ચંપાવટ જિલ્લા, પશ્ચિમે પૌરી ગઢવાલ જિલ્લો અને ઉત્તરપ્રદેશ રાજ્યનો બીજનૌર જિલ્લો જ્યારે દક્ષિણે…

વધુ વાંચો >

નૈમિત્તિક અનામતો (contingency reserves) : વેપારધંધામાં સંભવિત ઘટના ઘટે તો તેના ખર્ચ કે નુકસાનને પહોંચી વળવા માટે સરવૈયામાં કરેલી જોગવાઈ. દરેક વર્ષના નફામાંથી કંપની કેટલોક હિસ્સો સામાન્ય અનામતો (general reserves) ખાતે તબદીલ કરે છે અને આ અનામતોનો ઉપયોગ ભવિષ્યમાં ધંધામાં થતા નુકસાન, આર્થિક સંકડામણ અને સંભવિત ઘટના ખરેખર બને તો તેમાંથી થતા ખર્ચ કે નુકસાનને…

વધુ વાંચો >

નૈયર મસૂદ (સૈયદ નૈયર મસૂદ રિઝવી) (જ. 16 નવેમ્બર 1936, લખનૌ, ઉત્તરપ્રદેશ; અ. 24 જુલાઈ 2017, લખનૌ) : ઉર્દૂ વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘તાઊસ ચમન કી મૈના’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી ફારસીમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી અને અલ્લાહાબાદ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં ડી.ફિલ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ બરેલીની…

વધુ વાંચો >

નૈરોબી : કેન્યાનું પાટનગર તથા પૂર્વ આફ્રિકાનું ધીકતું વ્યાપારી મથક. ભૌગોલિક સ્થા. 1° 17´ દ. અ. અને 36° 49´ પૂ. રે.. તે વિષુવવૃત્તની દક્ષિણે 145 કિમી. અંતરે આવેલું છે. તે દક્ષિણ મધ્ય કેન્યામાં સમુદ્રસપાટીથી 1,660 મી. ઊંચાઈ પરના મેદાની પ્રદેશમાં વિસ્તરેલું છે. તેનો વિસ્તાર 684 ચોકિમી. અને મેટ્રોની કુલ વસ્તી 10,40,0676 (2019) છે જ્યારે શહેરની…

વધુ વાંચો >

નૈવેદ્ય (1961) : ડોલરરાય રં. માંકડની ષષ્ટિપૂર્તિ નિમિત્તે તેમનાં વિવેચન, અવલોકન, પુરાતત્વ અને ભાષાશાસ્ત્રના લેખોનો સંગ્રહ. ડોલરરાય માંકડમાં વિદ્વત્તા, સાહિત્યપદાર્થ વિશેની સ્પષ્ટ સમજ, કૃતિ કે વિચારને બહિરંતર તપાસતી તલાવગાહી દૃષ્ટિ, શાસ્ત્રનિષ્ઠા, કૃતિના રહસ્યને અવગત કરનારી ભાવયિત્રી પ્રતિભા, પુરાતત્વ કે ભાષાશાસ્ત્ર માટે આવશ્યક પૃથક્કરણશીલ તર્કબુદ્ધિ, સંસ્કૃત નાટ્યશાસ્ત્રની ઊંડી અભિજ્ઞતા અને તત્વગ્રહણશીલતા વગેરે ગુણો હોવાથી તેઓ ગુજરાતના…

વધુ વાંચો >

નૈષધીય ચરિત : સંસ્કૃત ભાષામાં રચાયેલું પ્રસિદ્ધ મહાકાવ્ય. મહાકવિ શ્રી હર્ષ(અગિયારમી કે બારમી સદી)નું સંસ્કૃત પંચમહાકાવ્યોમાં ગણના પામેલું સુપ્રસિદ્ધ મહાકાવ્ય. એમાં નિષધ દેશના રાજા નળના વિદર્ભ દેશની રાજકુમારી દમયંતી સાથેના પ્રણયનું નિરૂપણ છે. તેમાં હંસ, દિકપાલો અને સ્વયંવરની ઘટનાઓ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. તેમાં નળ વનવિહાર કરતાં પકડેલા હંસ પાસેથી દમયંતીના સૌંદર્યની પ્રશંસા સાંભળે…

વધુ વાંચો >