નૅશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB) : ભારતમાં ડેરીવિકાસના કાર્યક્રમો ઘડતી તથા આવા કાર્યક્રમોને સહકારી પ્રવૃત્તિ દ્વારા પ્રોત્સાહન આપતી રાષ્ટ્રીય વિકાસ સંસ્થા. તેની સ્થાપના સપ્ટેમ્બર, 1965માં થઈ હતી. ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ ઑક્ટોબર, 1964માં ‘અમૂલ’ની સમતોલ પશુઆહાર-દાણ-ફૅક્ટરીનું ઉદઘાટન કરવા રાજ્યની મુલાકાત લીધી, ત્યારે આણંદ-પદ્ધતિ મુજબ સહકારી ધોરણે અન્ય રાજ્યોમાં પણ દૂધ-મંડળીઓની રચના કરવાની તથા તે…

વધુ વાંચો >

નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, નવી દિલ્હી : ભૌતિકશાસ્ત્રમાં સંશોધન કરી રાષ્ટ્રની વિવિધ જરૂરિયાતો પૂરી પાડતી, ઔદ્યોગિક ઉત્પાદન અને ગુણવત્તા વધારવા વૈજ્ઞાનિક કામગીરી બજાવતી દિલ્હી-સ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા. દેશમાં શરૂઆતમાં જે રાષ્ટ્રીય પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી તેમાંની આ એક છે. ઔદ્યોગિક આયોજનસમિતિની ભલામણથી આ પ્રયોગશાળાનું ખાતમુહૂર્ત ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 4 જાન્યુઆરી, 1947ના રોજ કરેલું અને ઉદઘાટન ગૃહમંત્રી વલ્લભભાઈ…

વધુ વાંચો >

નૅશનલ બૉટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NBRI), લખનૌ : લખનૌમાં આવેલી રાષ્ટ્રીય વનસ્પતિ-સંશોધન સંસ્થા. તે ધ કાઉન્સિલ ઑવ્ સાયંટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR), નવી દિલ્હીની રાષ્ટ્રીય પ્રયોગશાળાનું એક ઘટક છે. મૂળભૂત રીતે તેની સ્થાપના 1948માં રાષ્ટ્રીય વનસ્પતિ-ઉદ્યાન (National Botanic Gardens) તરીકે થઈ હતી. ઉત્તરપ્રદેશની સરકારે આ ઉદ્યાનનું 1948માં આધુનિકીકરણ કરી તેનો વિસ્તાર વધાર્યો હતો. લખનૌના નવાબ સાદત…

વધુ વાંચો >

નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સ (National Mission for Manuscripts – NMM) : હસ્તપ્રતોની જાળવણી અને સુરક્ષા માટેની રાષ્ટ્રીય યોજના. ભારત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી, 2003માં વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપેયીના હસ્તે નૅશનલ મિશન ફૉર મૅન્યુસ્ક્રિપ્ટ્સની યોજના શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ (Motto) ભવિષ્ય માટે ભૂતકાળની જાળવણી (Conserving the past for future) માટે આ…

વધુ વાંચો >

નૅશનલ મેટૅલર્જિકલ લૅબોરેટરી, જમશેદપુર, ઝારખંડ : ધાતુ અને આનુષંગિક ક્ષેત્રના વિકાસાર્થે જરૂરી સંશોધન, ચકાસણી અને અન્વેષણ કરતી જમશેદપુરસ્થિત રાષ્ટ્રીય પ્રયોગશાળા. રાષ્ટ્રીય કક્ષાએ CSIR દ્વારા શરૂઆતમાં જે વિવિધ પ્રયોગશાળાઓ સ્થાપવામાં આવી તેમાંની આ એક છે. ઔદ્યોગિક આયોજન સમિતિની ભલામણથી આ સંસ્થાનો શિલાન્યાસ નવેમ્બર, 1946માં કરવામાં આવ્યો હતો. તેના પ્રથમ નિયામક તરીકે અમેરિકન ધાતુકર્મવિદ (metallurgist) જ્યૉર્જ સાક્સ…

વધુ વાંચો >

નૅશનલ મ્યુઝિયમ, નવી દિલ્હી : ભારતની રાજધાની નવી દિલ્હી ખાતેનું રાષ્ટ્રીય કલા-સંગ્રહાલય. 1912માં હિન્દુસ્તાનનું પાટનગર કૉલકાતા દિલ્હી ખસેડાયું ત્યારે જ દિલ્હીમાં સમસ્ત રાષ્ટ્રના પ્રતિનિધિત્વ ધરાવતા મ્યુઝિયમની જરૂર વરતાતી હતી; પણ આ અંગે સરકાર 1945થી સક્રિય બની અને નૅશનલ મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું 1949માં. આ મ્યુઝિયમ ભારત સરકારના શિક્ષણ અને સાંસ્કૃતિક મંત્રાલયના ઉપક્રમે ચાલે છે. એમાં મુખ્ય…

વધુ વાંચો >

નૅશનલ રેલ મ્યુઝિયમ : નવી દિલ્હીના ચાણક્યપુરી ખાતે આવેલું ભારતીય રેલ વિરાસતનું સંગ્રહાલય. આ રેલવે મ્યુઝિયમમાં ભારતમાં રેલવેનો આરંભ થયો ત્યારથી આજ સુધીનો રેલવેની ચીજવસ્તુઓનો સંગ્રહ થયો છે અને તેની જોવાલાયક વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. તેની શરૂઆત 1 ફેબ્રુઆરી, 1977માં થઈ. તે દસ એકર(એટલે કે 40,000 વર્ગ માઈલ)ના વિસ્તારમાં ફેલાયેલું છે. તેમાં મકાનની અંદર…

વધુ વાંચો >

નૅશનલ હેરલ્ડ : ભારતનાં પ્રમુખ અંગ્રેજી દૈનિક પત્રોમાંનું એક. 1938માં પંડિત જવાહરલાલ નહેરુએ લખનૌમાં તેની શરૂઆત કરી. લખનૌ પછી દિલ્હીમાંથી પણ તે પ્રગટ કરાયું. દેશના સ્વાતંત્ર્યસંગ્રામ સાથે સંકળાયેલાં વર્તમાનપત્રોમાં ‘નૅશનલ હેરલ્ડ’નું સ્થાન પણ મહત્ત્વનું હતું. 1939માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું તે પછી તે વખતના સંયુક્ત પ્રાંતની સરકારે અખબારો સામે સખ્તાઈભર્યું વલણ અપનાવ્યું. 1940ના ઑગસ્ટમાં સરકારે…

વધુ વાંચો >

નૅશવિલે (ડેવિડસન) : યુ.એસ.ના ટેનેસી રાજ્યનું પાટનગર અને બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 36° 09´ ઉ. અ. અને 86° 47´ પ. રે.. તે રાજ્યના ઉત્તર તરફના મધ્ય ભાગમાં કંબરલૅન્ડ નદી પર આવેલું છે. આ શહેર ડેવિડસન પ્રાંતનું વહીવટી કેન્દ્ર છે અને રાજ્યના નૈર્ઋત્ય છેડે આવેલા મેમ્ફિસથી 320 કિમી. દૂર ઈશાનમાં કંબરલૅન્ડ નદી…

વધુ વાંચો >

નેસ્ટર્શીઅમ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી (ક્રુ સિફેરી) કુળની  એક પ્રજાતિ. તે સાત છોડરૂપ જાતિઓની બનેલી નીની પ્રજાતિ છે અને ઉત્તર ગોળાર્ધમાં વિતરણ પામેલી છે. ભારતમાં તેની એક જ જાતિ થાય છે. આ જાતિઓ પાણીની તીખી ભાજીઓ (water cresses) તરીકે જાણીતી છે; જેમાં Nasturtium microphyllum (પાણીની તીખી ભાજી) N. officinale (પાણીની તીખી ભાજી), N. …

વધુ વાંચો >