નિપાત : સંસ્કૃત વ્યાકરણ અનુસાર પદના ચાર પ્રકારોમાંનો એક. યાસ્કે આપેલી તેની વ્યુત્પત્તિ મુજબ વિવિધ અર્થોમાં આવી પડે છે, તેથી તે પદોને નિપાત કહે છે. સત્વવાચી નામ કે ક્રિયાવાચી ધાતુ (આખ્યાત) ન હોય તેવાં પદો નિપાત કહેવાય છે. એમાં જે ક્રિયાપદની પૂર્વે આવે તે ઉપસર્ગ કહેવાય. નામ વગેરેની પૂર્વે આવે તેને પૂર્વગ કહે છે. નામને…

વધુ વાંચો >

નિપ્લિંગ, એડ્વર્ડ ફ્રેડ (જ. 20 માર્ચ 1909, પૉર્ટ લાવેકા, ટૅક્સાસ; અ. 17 માર્ચ 2000, અર્લિગન, વર્જિનિયા) : કીટકોના વંધ્યીકરણ પરત્વે નોંધપાત્ર ફાળો આપનાર અમેરિકાના પ્રખર કીટક-વિજ્ઞાની. માનવ તેમજ ઘેટાં અને બકરાંની ત્વચાના રોગ માટે જવાબદાર ગુંજનમાખી(blow fly)ના નર પર એક્સ કિરણોના વિકિરણથી વંધ્યીકરણ સિદ્ધ થાય છે. આ પ્રયોગ માટે તેમણે નેધરલૅન્ડ્ઝનો કારાક ટાપુ પસંદ કર્યો…

વધુ વાંચો >

નિબંધ : સાહિત્યમાં ગદ્યક્ષેત્રે વ્યાપક રીતે ખેડાતા, પ્રમાણમાં જૂના અને મહત્વના પ્રકારોમાંનો એક. આ સાહિત્યપ્રકારના ઉદભવ અને વિકાસનો વિશ્વસનીય અને કડીબદ્ધ કહી શકાય તેવો ઇતિહાસ પ્રાપ્ત થાય છે. ફ્રેન્ચ લેખક મૉન્તેઇન(1533–1592)ને ‘નિબંધના પિતા’ લેખવામાં આવે છે. તેનીયે પૂર્વે પ્લૅટો-સેનેકાનાં લખાણોમાં નિબંધનાં તત્વો અત્રતત્ર જોઈ શકાય; પરંતુ આ પ્રકારની સુરેખ રજૂઆત પ્રથમ વાર મૉન્તેઇનમાં મળે છે.…

વધુ વાંચો >

નિબૂર, બાર્થોલ્ડ જ્યૉર્જ (જ. 1776; અ. 1831) : જર્મન  ઇતિહાસકાર. નિબૂર આધુનિક ઇતિહાસલેખનપદ્ધતિનો અગ્રણી હતો. તે મૌલિક તેમજ મૂળ દસ્તાવેજોને આધારે જ ઇતિહાસ લખવાના મતનો હતો. તે દસ્તાવેજોની ચકાસણી કરવામાં દૃઢપણે માનતો. આમ નિબૂરે આધુનિક ઇતિહાસવિદ્યામાં અનુભવમૂલક (empirical) તેમજ વિવેચનાત્મક (critical) ઇતિહાસલેખનનો પાયો નાખ્યો, જેનો વિકાસ પછીથી રાન્કેએ કર્યો. નિબૂરે જર્મન, અંગ્રેજી તથા ફ્રેન્ચ સહિત…

વધુ વાંચો >

નિભાડો : પ્રાચીન કાળથી માટીનાં વાસણો તેમજ ઈંટોને પકવવા માટે વપરાતી એક પ્રકારની ભઠ્ઠી. કુંભાર લોકો સદીઓથી માટલાં, કોઠી, નળિયાં જેવાં માટીનાં પાત્રોને પકવવા માટે નિભાડાનો ઉપયોગ કરતા આવ્યા છે અને હજુ પણ ગ્રામીણ વિસ્તારમાં તેનો વપરાશ ચાલુ છે. નિભાડાની ખાસિયત એ છે કે તેમાં બહુ ઊંચું તાપમાન મળતું નથી, પણ તેમાં દહનક્રિયા ધીમી, અને…

વધુ વાંચો >

નિમિયેર, ઑસ્કર (જ. 15 ડિસેમ્બર 1907, રીયો–ડી–જાનેરો, બ્રાઝિલ, અ. 5 ડિસેમ્બર 2012, રિયો–ડી–જાનેરો, બ્રાઝિલ) : બ્રાઝિલના સ્થપતિ. તેમણે બ્રાઝિલના અર્વાચીન સ્થાપત્યના વિકાસમાં ઉલ્લેખનીય ફાળો આપ્યો. પ્રારંભિક અભ્યાસ રિયો-ડી-જાનેરોમાં કરી 1934માં સ્થપતિની ઉપાધિ મેળવી. 1936માં તેમને લ કાર્બુઝયે સાથે કામ કરવાની તક મળી. ત્યારબાદ તેમણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો. તેમણે સ્વતંત્ર રીતે ડિઝાઇન કરેલાં મકાનોમાં…

વધુ વાંચો >

નિમ્નતાપિકી નિમ્નતાપિકી (Cryogenics) (ગ્રીક Kryos = અત્યંત ઠંડું) : અત્યંત નીચાં તાપમાનો મેળવવાનું, તેમને જાળવી રાખવાનું અને આ તાપમાનોએ દ્રવ્યના ગુણધર્મોના અભ્યાસ અંગેનું વિજ્ઞાન. સામાન્ય રીતે 120 K(કૅલ્વિન)થી લગભગ નિરપેક્ષ શૂન્ય (0K = –273.15° સે.) સુધીના તાપમાનની સીમાને નિમ્નતાપિકી વિસ્તાર તરીકે ગણવામાં આવે છે; કારણ કે આ સીમામાં મિથેન, ઑક્સિજન, આર્ગોન, હવા, નાઇટ્રોજન, નિયૉન, હાઇડ્રોજન…

વધુ વાંચો >

નિમ્ન-બિટૂમિનસ કોલસો (sub-bituminous coal) : કોલસામાંના કાર્બન અને બાષ્પશીલ દ્રવ્યોની માત્રા મુજબ કરેલા વર્ગીકરણ પૈકી બિટૂમિનસ કોલસાનો એક પેટાપ્રકાર, જે લિગ્નાઇટ અને બિટૂમિનસ પ્રકારોની વચગાળાની કક્ષામાં મુકાય છે (જુઓ : કોલસો). તેમાં કાર્બનનું પ્રમાણ પિટ અને લિગ્નાઇટ કરતાં વધુ પણ બિટૂમિનસ, નિમ્ન-ઍન્થ્રેસાઇટ તથા ઍન્થ્રેસાઇટ કરતાં ઓછું હોય છે; જ્યારે બાષ્પશીલ દ્રવ્યોનું પ્રમાણ પિટ અને લિગ્નાઇટ…

વધુ વાંચો >