નાર્થેક્સ : ચર્ચની આગળની લાંબી સાંકડી પરસાળ. તેની રચના સ્તંભો વડે કરાતી. તેનો ઉપયોગ પ્રવેશમંડપ તરીકે પણ થતો. પહેલાંના સમયમાં શિક્ષાર્થી તથા પ્રાયશ્ચિત્ત કરવા આવનારને ત્યાં સુધી જ પ્રવેશ અપાતો. ચર્ચની અંદર જવાની તેમને મનાઈ હતી. ઘણી વાર નાર્થેક્સની સાથે એક અલિંદ પણ બનાવાતો. તેવા સંજોગોમાં નાર્થેક્સ, એક્સો-નાર્થેક્સ તરીકે ઓળખાતી. મુખ્યત્વે ઇટાલીના ચર્ચમાં નાર્થેક્સની રચના…

વધુ વાંચો >

નાલગોંડા : દક્ષિણ ભારતના તેલંગાણા રાજ્યનો જિલ્લો, જિલ્લામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : આ જિલ્લો 17 ઉ. અ. અને 79 પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેની પૂર્વે સૂર્યાપેટ, અગ્નિએ આંધ્રપ્રદેશ રાજ્ય, દક્ષિણે નાગરકૂર્નુલ, પશ્ચિમે રંગારેડ્ડી અને વાયવ્યે યાદારીભુવનગિરિ જિલ્લા સીમા રૂપે આવેલ છે. આ જિલ્લાની દક્ષિણે વહેતી નદીઓમાં કૃષ્ણા નદી અને પૂર્વે સૂર્યાપેટ જિલ્લાની સીમા રૂપે વહેતી મૂસી…

વધુ વાંચો >

નાલંદા : બિહારનો એક જિલ્લો અને વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યાકેન્દ્ર. ભૌગોલિક સ્થાન : 25° 07´ ઉ. અ. અને 85° 25´ પૂ. રે.. તે પટણાથી આશરે 88 કિમી. દૂર ગંગાને કાંઠે અગ્નિખૂણે બડગાંવ ગામની હદમાં આવેલ છે. નાલંદા જિલ્લાનું ક્ષેત્રફળ 2,355 ચોકિમી. છે. તેના અર્થતંત્રનો આધાર ખેતી ઉપર છે અને ત્યાં ગંગાનદીની નહેરોની સુવિધા છે. આ જિલ્લો…

વધુ વાંચો >

નાવડા ટોલી : પ્રાચીન વસાહતોના ટિંબા. મધ્યપ્રદેશના ઇંદોર શહેરથી દક્ષિણે આશરે 70 કિમી. દૂર નર્મદા નદીના બંને કાંઠે માહેશ્વર અને નાવડા ટોલી નામની પ્રાચીન વસાહતોના ટિંબા આવેલા છે. નાવડા ટોલી નામ માટે ભિન્ન ભિન્ન ઉચ્ચારો મુજબ અર્થ થાય છે, પણ નદીમાં નાવ ચલાવનાર ટોલીનું ગામ નાવડા ટોલી હોય તે યથાર્થ લાગે છે. નાવડા ટોલી પરનું…

વધુ વાંચો >

નાવ-દુરસ્તી (ship repairs) : બધા પ્રકારની નૌકાઓની જાળવણી તથા સમયાંતરે દુરસ્તી કરવાનું કાર્ય. નૌકાઓનો બહારની બાજુનો ઘણો ભાગ સતત પાણીમાં રહે છે. લોખંડની નૌકાઓને પાણીમાં ક્ષારણ (corrosion) થતાં કાટ લાગે. એથી લોખંડની પ્લેટોની જાડાઈ ઘટે અને નૌકા નબળી પડે. ઘણા પ્રકારના સૂક્ષ્મ સામુદ્રિક જીવો (marine organisms) લોખંડની પ્લેટો પર સખત રીતે જામી જાય છે; આથી…

વધુ વાંચો >

નાવભંજન (ship breaking) : ઉપયોગ માટે તદ્દન નકામી અથવા આર્થિક રીતે ન પોસાય તેવી નૌકાઓ/જહાજોને વ્યવસ્થિત રીતે ભાંગવાનું કાર્ય. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ આવી નૌકાઓ/જહાજોના ફરી ઉપયોગમાં લઈ શકાય તેટલા ભાગોની પુન:પ્રાપ્તિ કરવાનો અને બાકીના ભંગારનો અન્ય હેતુઓ માટે ઉપયોગ કરવાનો હોય છે. બીજા વિશ્વયુદ્ધ (1939–45) પછીના ગાળામાં આ પ્રવૃત્તિ એક અગત્યના ઉદ્યોગ તરીકે વિકાસ…

વધુ વાંચો >

નાવરિયા ગીત : અસમિયા લોકગીતનો એક પ્રકાર. આસામના બરપેટા પ્રદેશમાં નાવમાં યાત્રા કરવા જતી વખતે જે ગીતો ગવાય છે તે નાવરિયા ગીતો કહેવાય છે. ‘નાવ’ પરથી ‘નાવરિયા’ શબ્દ આવ્યો છે. બંગાળીનાં ભાટિયાલી ગીતોના જેવો જ આ ગીતપ્રકાર છે. એ ગીતોનો વિષય છે નાવડું લઈને દૂરદૂર જનારો સોદાગર અને એના ઘરમાં એના પાછા ફરવાની રાહ જોતી…

વધુ વાંચો >

નાવિક, ઝીણાભાઈ દાજીભાઈ (જ. 5 જાન્યુઆરી 1906, રાંદેર, સૂરત; અ. 2000) : ગુજરાતના શ્રેષ્ઠ દોડવીર. વતન સૂરત પાસે રાંદેર. પોતાના વતન રાંદેરની શાળામાં અભ્યાસ કર્યો અને તે પછી ચિત્રકળાનો અભ્યાસ કલાભવન, વડોદરામાં કરીને ધંધાદારી રંગભૂમિમાં પડદા ચીતરનાર તરીકે જોડાયા. અહીં તેમણે સ્ટેજ મેકઅપની કળા તથા તબલાવાદનની કળા  હસ્તગત કરી. સ્વાભિવ્યક્તિના હેતુથી નવરાશના સમયે તે શોખથી…

વધુ વાંચો >

નાવિક, ઠાકોરભાઈ ડાહ્યાભાઈ (જ. 6 જાન્યુઆરી, 1945) : ગુજરાતી તરણવીર. ઝીણાભાઈ નાવિક પછી સૌથી વધારે તરણસિદ્ધિ પ્રાપ્ત કરનાર ઠાકોરભાઈનો જન્મ દક્ષિણ ગુજરાતની તરણકુશળ નાવિક જ્ઞાતિમાં થયો હતો. નાની વયે જ તરણમાં કૌશલ્ય હાંસલ કરીને કપરી તરણસ્પર્ધાઓમાં ભાગ લેવા માંડ્યા. સૂરતમાં રહી સાગરતરણનાં સાહસોમાં રસ લેવા લાગ્યા. પરિણામે સંખ્યાબંધ તરણસ્પર્ધાઓમાં ભાગ લઈ પારિતોષિકો મેળવ્યાં. તેમના માર્ગદર્શક…

વધુ વાંચો >

નાશિક : મહારાષ્ટ્ર રાજ્યના 36 જિલ્લાઓ પૈકીનો એક, તે જ નામ ધરાવતું જિલ્લામથક અને મહત્ત્વનું શહેર. આ જિલ્લો રાજ્યની વાયવ્ય દિશામાં દખ્ખણના મેદાની વિસ્તારમાં સહ્યાદ્રિ પર્વતમાળાના પૂર્વ ઢોળાવ પર 19° 36´ થી 20° 52´ ઉ. અ. અને 73° 16´ થી 74° 56´ પૂ. રે. વચ્ચે આવેલો છે. તેનું ક્ષેત્રફળ 15,539 ચોકિમી. છે, જે રાજ્યના કુલ…

વધુ વાંચો >