નાયર, પ્યારેલાલ (જ. 1899, દિલ્હી; અ. 27 ઑક્ટોબર 1982, દિલ્હી) : સ્વાતંત્ર્યસંગ્રામના સૈનિક. ગાંધીજીના અંતેવાસી અને મંત્રી. માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે 1915 માં તેમના પિતાનું અવસાન થતાં કાકાની આજ્ઞાથી લાહોરમાં રહી ત્યાંની સરકારી કૉલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં બી. એ.(ઑનર્સ)ની ઉપાધિ મેળવી અને એ જ કૉલેજમાં એમ. એ.નાં સત્ર ભરવા જોડાયા, પરંતુ એમ. એ. ફાઇનલની…

વધુ વાંચો >

નાયર, રાઘવન્ (જ. 1924, મધ્ય કેરળ; અ. 1985, મુંબઈ) : કથકલિ નૃત્યકાર, નૃત્યસંયોજક અને શિક્ષક. બાળપણથી જ અવારનવાર કથકલિના પ્રયોગો જોઈ તે શૈલીનો નાદ લાગ્યો હતો. આથી સાતમા ધોરણથી અભ્યાસ પડતો મૂકી કોટ્ટક્કલના પી. એસ. વારિયરની નાટ્યમંડળીમાં જોડાયા. મંડળીમાં શરૂઆતમાં નાનાં પાત્રોની ભજવણી કરી અને ધીમે ધીમે નાટ્યકળાની ખૂબીઓથી જાણકાર બન્યા. આમ શિક્ષણ અને રજૂઆત…

વધુ વાંચો >

નાયર, વી. કે. એન. કુટ્ટી (જ. 6 એપ્રિલ 1932; તિરુવિલ્વમાલા, કેરળ; અ. 25 જાન્યુઆરી 2004) : મલયાળમ ભાષાના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પય્યાનકથકલ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મૅટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તેઓ વ્યવસાયે ખેડૂત હતા. 1955થી તેમણે વાર્તાઓ અને નવલકથાઓ લખવી શરૂ કરી.…

વધુ વાંચો >

નાયર, (સર) સી. શંકરન્ (જ. 11 જુલાઈ 1857, મંકારા, પાલઘાટ, મલબાર; અ. 24 એપ્રિલ 1934) : પ્રતિભાશાળી ન્યાયવિદ, સમાજસુધારક અને રાષ્ટ્રીય નેતા. આખું નામ (સર) ચેત્તુર શંકરન્ નાયર. જન્મ ચેત્તુર કુટુંબમાં થયો હતો. એ પાલઘાટથી પશ્ચિમે લગભગ 25 કિમી.ને અંતરે આવેલા મંકારાનું જાણીતું માતૃવંશી કુટુંબ હતું. તેમની માતાનું નામ ચેત્તુર પાર્વતી અમ્મા હતું. તેમના પિતા…

વધુ વાંચો >

નાયર, સુશીલા (જ. 25 ડિસેમ્બર 1914, કુંજાહ, જિ. ગુજરાન, પશ્ચિમ પંજાબ, હવે પાકિસ્તાનમાં; અ. 3 જાન્યુઆરી 2000, સેવાગ્રામ) : ગાંધીજીનાં તબીબી સલાહકાર, જીવનચરિત્રલેખક અને રચનાત્મક કાર્યકર. ખત્રી કુટુંબમાં જન્મ. પિતાનું લોહીના ઊંચા દબાણથી 1915માં અવસાન થતાં તેમનાથી બે મોટા ભાઈઓ સાથે બાળક સુશીલા માતાના આશ્રયે મોટાં થયાં. 12 વર્ષની વયે તેઓ લાહોર ગયાં અને કોઈ…

વધુ વાંચો >

નાયલૉન : પૉલિએમાઈડ વર્ગના સંશ્લેષિત રેસાઓના એક સમૂહનું સામાન્ય નામ. 1930માં ડ્યૂ પોંટ કંપનીના સંશોધન-વિભાગે વૉલેસ કૅરોથર્સના માર્ગદર્શન નીચે સૌપ્રથમ કૃત્રિમ રેસા તૈયાર કર્યા. 1939માં આ કૃત્રિમ રેસાઓમાંથી બનાવેલાં મોજાં બજારમાં મુકાયાં ત્યારે ખૂબ સનસનાટી મચી ગઈ હતી. સ્ત્રીઓનાં કપડાં જે અત્યાર સુધી રેશમમાંથી તૈયાર કરાતાં તે નાયલૉનનાં થવા લાગ્યાં. નાયલૉન રેસાઓને વણી શકાય, ધોઈ…

વધુ વાંચો >

નાયાધમ્મકહાઓ : શ્વેતાંબર જૈનોના આગમ ગ્રંથોમાં છઠ્ઠા અંગ તરીકે નાયાધમ્મકહાઓ (સં. જ્ઞાતાધર્મકથા) જાણીતી છે. તેમાં પ્રાકૃત ગદ્યમાં વાર્તાઓ વણી લીધી છે. તેના નાયા અને ધમ્મકહાઓ એવા બે સુયકખંધ(સં. શ્રુતસ્કંધ)માંથી નાયા નામે  વધારે વિસ્તારવાળા પહેલા શ્રુતસ્કંધમાં નીતિપરક વાર્તાઓનો અને ધમ્મકહાઓ નામે બીજા શ્રુતસ્કંધમાં કાલ્પનિક વાર્તાઓનો સમાવેશ કર્યો છે. નાયામાં અનુક્રમે ઉક્ખિત્ત, સંઘાડગ, અંડ, કુમ્મ, સેલગ, તુંબ,…

વધુ વાંચો >

નાયાસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા નાયાડેસી કુળની નિમજ્જિત (submerged) જલજ પ્રજાતિ. તેનું વિતરણ ધ્રુવપ્રદેશ સિવાય સર્વત્ર થયેલું છે. આ પ્રજાતિ લગભગ 40 જાતિઓ ધરાવે છે. તેનું પ્રકાંડ શાખિત, તંતુરૂપ (filiform), લીસું અથવા રુક્ષવર્ધ (muricate) હોય છે. તેની ગાંઠો પરથી અસ્થાનિક (adventitious) મૂળ ઉત્પન્ન થાય છે. તેનાં પર્ણો સાંકડાં, રેખાકાર, પાતળાં, ઉપસન્મુખી અથવા ગાંઠ પર…

વધુ વાંચો >

નાયિકાપ્રભેદો : સંસ્કૃત રૂપકની નાયિકાના પ્રકારો. સંસ્કૃત ‘નાટક’ વગેરે રૂપકોમાં નાયકની સાથે નાયિકા પણ મહત્વનું સ્થાન ધરાવે છે. વિશેષત: શૃંગારરસપ્રધાન રૂપકમાં તો તે લગભગ કેન્દ્રસ્થાને રહે છે.. સાહિત્યાચાર્યોએ વિવિધ દૃષ્ટિએ તેના અનેક પ્રકારો પાડ્યા છે. (1) આચાર્ય ભરતે કુલીનતાની દૃષ્ટિએ ચાર ભેદ પાડ્યા : દિવ્યા, રાજરાણી, કુલસ્ત્રી અને ગણિકા. ‘નાટ્યદર્પણ’માં રાજરાણીને ક્ષત્રિયા કહી છે. આમાંની…

વધુ વાંચો >

નારણ, દુરૈક્કણ્ણન (જ. 1906, મયિલાનુર, ચેન્નાઈ; અ. 1990) : તમિળ લેખક. તખલ્લુસ ‘જીવા’. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ચેન્નાઈમાં. આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે ઉચ્ચ શિક્ષણ લઈ શક્યા નહિ અને મૅટ્રિક થઈને છાપખાનામાં પ્રૂફરીડર તરીકેનું કામ લીધું. પછી ધીમે ધીમે લેખન કરવા માંડ્યું. ઉત્તરોત્તર ‘આનંદબોધિની’, ‘પ્રચંડ વિકટન’ જેવી પત્રિકાઓ એમના તંત્રીપદે પ્રગટ થવા માંડી. બીજાં…

વધુ વાંચો >