Posts by Jyotiben
નાયડુ, સરોજિની
નાયડુ, સરોજિની (જ. 13 ફેબ્રુઆરી 1879, હૈદરાબાદ; અ. 2 માર્ચ 1949, લખનૌ) : અંગ્રેજી ભાષાનાં સમર્થ ભારતીય કવયિત્રી, સ્વાતંત્ર્યસેનાની, પ્રથમ મહિલા રાજ્યપાલ. વૈજ્ઞાનિક અને કેળવણીકાર અઘોરનાથ ચટ્ટોપાધ્યાયના બ્રાહ્મણ કુટુંબમાં સરોજિની જન્મ્યાં હતાં. માતા વરદાસુંદરી કવયિત્રી હતાં. પિતાએ સંતાનોને હિંદુ કે બ્રાહ્મણ તરીકે નહિ, પરંતુ ભારતીય તરીકે ઉછેર્યાં હતાં અને ભારત માટે જીવન સમર્પણ કરવાની શીખ…
વધુ વાંચો >નાયડુ, સી. કે.
નાયડુ, સી. કે. (જ. 31 ઑક્ટોબર 1895, વિજયવાડા, આંધ્રપ્રદેશ; અ. 14 નવેમ્બર 1967, ઇંદોર, મધ્યપ્રદેશ) : ભારતીય ક્રિકેટના પ્રથમ ટેસ્ટ સુકાની, ઝડપી બૅટિંગ કરતા ખમીરવંતા બૅટધર અને ચપળ ક્ષેત્રરક્ષક. 1916થી મુંબઈમાં ખેલાતી ચતુરંગી સ્પર્ધામાં ખેલતા હતા. 1926–27માં પ્રવાસી એમ.સી.સી. ટીમ સામે રમતાં 11 છગ્ગા અને 13 ચોગ્ગા સાથે 100 મિનિટમાં 153 રન કર્યા હતા. 1928–29માં…
વધુ વાંચો >નાયપૉલ, (સર) વિદ્યાધર સૂરજપ્રસાદ
નાયપૉલ, (સર) વિદ્યાધર સૂરજપ્રસાદ (જ. 17 ઑગસ્ટ 1932, છગુઆના, ટ્રિનિદાદ; અ. 11 ઑગસ્ટ 2018, લંડન, યુ.કે.) : અંગ્રેજી સાહિત્યકાર. નવલકથા, પ્રવાસ અને ચિંતનસભર ગદ્યના સર્જક. મૂળ ભારતીય, બ્રાહ્મણ કુળના. પૉર્ટ ઑવ્ સ્પેન અને ઑક્સફર્ડમાં શિક્ષણ. તેમનો એકમાત્ર વ્યવસાય લેખન. પત્રકારત્વમાં ગળાડૂબ. બીબીસી, લંડનમાં ‘કૅરિબિયન વૉઇસિઝ’ના સંપાદક. ‘ધ મિસ્ટિક મેસ્યર’ (1957), ‘ધ સફ્રેજ ઑવ્ એલવિરા’ (1958)…
વધુ વાંચો >નાયર, ઈદાસેરી ગોવિંદન્
નાયર, ઈદાસેરી ગોવિંદન્ (જ. 23 ડિસેમ્બર, 1906, કુટ્ટીપુરમ્, કેરળ; અ. 16 ઑક્ટોબર, 1974) : મલયાળમ કવિ અને નાટકકાર. અત્યંત ગરીબ કુટુંબમાં જન્મ. માંડ મૅટ્રિક સુધી ભણ્યા અને વકીલના ગુમાસ્તા તરીકે નોકરી લીધી. પણ પછી અનુભવ મેળવી, વકીલાતની પરીક્ષા પાસ કરી, વકીલાત કરવા માંડી. સ્વાતંત્ર્યસંગ્રામમાં પણ એમણે ભાગ લીધેલો અને ‘ના-કર’ તથા ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ…
વધુ વાંચો >નાયર એમ. ટી. વાસુદેવન્
નાયર, એમ. ટી. વાસુદેવન્ (જ. 15 જુલાઈ 1933, કૂડલ્લૂર, જિ. પાલક્કાડ, દક્ષિણ મલબાર–કેરળ) : મલયાળમ ભાષાના વાર્તાકાર, નવલકથાકાર અને પત્રકાર. 1995માં ભારતનો સર્વશ્રેષ્ઠ સાહિત્યિક જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો. કૉલેજના છેલ્લા વર્ષમાં ભણતા હતા ત્યારે પ્રગટ થયેલો એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘રક્તમ્ પુરન્ટા, મંતરિકળ’(લોહીથી રંગાયેલી રેતી)ને કેરળ સાહિત્ય એકૅડેમીનો પુરસ્કાર મળેલો. તેમનો જન્મ નીચલા મધ્યમવર્ગના ખેડૂતકુટુંબમાં થયેલો. એમના…
વધુ વાંચો >નાયર, એસ. ગુપ્તન્
નાયર, એસ. ગુપ્તન્ (જ. 22 ઑગસ્ટ 1919, કિશનપુરમ્, જિ. ક્વિલોન, કેરળ; અ. 6 ફેબ્રુઆરી 2006, તિરુવન્તપુરમ) : મલયાળમ ભાષાના વિવેચક. તેમના નિબંધસંગ્રહ ‘તિરંજેદૂત પ્રબંધગલ’ને 1983ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો હતો. મલયાળમ ભાષામાં ઑનર્સ સાથે બી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી તેમણે સંશોધનકાર્ય હાથ ધર્યું. પછી ત્રાવણકોર ખાતેની યુનિવર્સિટી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. 1978માં કાલિકટ યુનિવર્સિટીમાંથી…
વધુ વાંચો >નાયર, કુન્હીરામન
નાયર, કુન્હીરામન (જ. 1861; અ. 1904) : મલયાળમના પ્રથમ નિબંધકાર તથા વાર્તાકાર. એમણે ‘કેસરી’ તખલ્લુસ નિબંધલેખન માટે રાખ્યું હતું. એ સમકાલીન પત્રપત્રિકાઓ ‘વિદ્યાવિનોદિની’, ‘કેરળ’, ‘સંચારી’, ‘મિતવાદી’માં નિયમિત રીતે નિબંધ લખતા. એમની વાર્તા ‘વાસનાવિકૃતિ’ મલયાળમ સાહિત્યની પ્રથમ વાર્તા ગણાય છે. એમાં કામવાસનાથી પીડાતા માનવીનું માનસ ચિત્રાત્મક રીતે નિરૂપાયું છે. એમની બીજી સાહિત્યસેવા અનુવાદક તરીકે હતી. એમણે…
વધુ વાંચો >નાયર, કુલદીપ
નાયર, કુલદીપ (જ. 14 ઑગસ્ટ 1923, સિયાલકોટ; પાકિસ્તાન; અ. 23 ઑગસ્ટ 2018, નવી દિલ્હી) : ભારતના પત્રકાર અને લેખક. બી.એ. (ઑનર્સ), એલએલ.બી. તેમજ અમેરિકાના ઇવનસ્ટનમાંથી પત્રકારત્વમાં એમ.એસસી.કર્યું. 1985થી ‘બિટ્વીન ધ લાઇન્સ’ નામનું કૉલમ લખે છે. ભારત, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં 14 ઉપરાંત ભાષાઓમાં 70થી વધુ અખબારોમાં એ પ્રસિદ્ધ થાય છે. સ્વ. ગોવિંદવલ્લભ…
વધુ વાંચો >નાયર, ગોપીનાથન્
નાયર, ગોપીનાથન્ : (જ. 1918, ત્રિવેન્દ્રમ્; અ. 1999) : મલયાળમ નાટકકાર. 1943માં ત્રિવેન્દ્રમ્ આર્ટ્સ કૉલેજમાંથી અંગ્રેજી તથા મલયાળમ વિષય લઈને બી.એ. પ્રથમ વર્ગમાં પાસ થયા અને સુવર્ણચન્દ્રક મેળવ્યો. તે પછી ‘મલયાળમ રાજ્યમ્’ દૈનિકના તંત્રી થયા. સાથે સાથે ‘સખી’ અને ‘વીરકેસરી’ માસિક પત્રિકા પણ એમણે શરૂ કરી. તે પછી ત્રિવેન્દ્રમ્ આકાશવાણીના નાટ્યવિભાગમાં નાટ્યલેખન અને નાટ્યપ્રસારણ અધિકારી…
વધુ વાંચો >નાયર, પી. કે. (ટિક્કોડિયન)
નાયર, પી. કે. (ટિક્કોડિયન) (જ. 15 ફેબ્રુઆરી 1916, ટિક્કોડી, કોઝીકોડ, કેરળ; અ. 28 જાન્યુઆરી 2001, કોઝીકોડ, કેરળ) : મલયાળમ ભાષાના નાટ્યકાર અને નવલકથાકાર. એમનો જન્મ કેરળના ટિક્કોડી ગામમાં થયો. ગામના નામ પરથી ‘ટિક્કોડિયન’ તખલ્લુસ રાખ્યું હતું. આનંદ ઉપનામથી એમણે લખવાનું શરૂ કરેલું. બાલ્યાવસ્થામાં એમનાં માતાપિતાનું અવસાન. 1942માં લગ્ન પછી પાંચમા વર્ષે પત્નીનું નિધન થયું. સંતાનમાં…
વધુ વાંચો >