નારદ : પ્રાચીન ભારતીય પરંપરામાં ઉલ્લેખ પામતા દેવર્ષિ. બ્રહ્માના માનસપુત્ર નારદ દશ પ્રજાપતિઓમાંના પણ એક છે. વિષ્ણુના પરમભક્ત તરીકે, દેવો-મનુષ્યો વચ્ચે સંદેશવાહક તરીકે અને સમર્પિત વિશ્વહિતચિંતક તરીકે, પૌરાણિક સાહિત્યમાં, નારદ ત્રિલોકમાં નિત્યપ્રવાસી બન્યા છે. મસ્તક પર ઊભી શિખા, હાથમાં વીણા અને હોઠે-હૈયે ભગવન્નામરટણ. નારદનું આ લોકપ્રતિષ્ઠિત વર્ણન છે. એ જ અનુસંધાનમાં રત્નાકર ભીલનું તેમણે વાલ્મીકિમાં…

વધુ વાંચો >

નારદપુરાણ (નારદીય પુરાણ) : 18 પુરાણોમાં છઠ્ઠું પુરાણ. વિવિધ પુરાણોની પુરાણાનુક્રમણિકાનુસાર નારદ કે નારદીય પુરાણ છઠ્ઠું કે સાતમું પુરાણ છે. એક મત મુજબ તેમાં 25,000 શ્લોકો છે. ભાગવતના મતે 15,000 શ્લોકો છે, પરંતુ ઘણું કરીને 22,000 શ્લોકો સર્વમાન્ય છે. સ્કંદપુરાણ અનુસાર નારદ અને નારદીય પુરાણ એક જ પુરાણનાં નામ છે. મત્સ્યપુરાણ નારદપુરાણની કથાને બૃહત્કલ્પાશ્રિત ગણાવે…

વધુ વાંચો >

નારદસંહિતા : નારદોક્ત ભારતીય જ્યોતિષશાસ્ત્રનો ગ્રંથ. આ સંહિતાગ્રંથ જ્યોતિષશાસ્ત્રના સિદ્ધાંત, સંહિતા અને હોરા – એ ત્રણેય સ્કંધોને સમાવી લે છે. ‘નારદસંહિતા’ માત્ર સંહિતા નથી, પણ ત્રિસ્કંધ જ્યોતિષસંહિતા છે. મૂળ ગ્રંથ ‘નારદપુરાણ’માં પુરાણના વિષયો સાથે જ્યોતિષશાસ્ત્રનું નિરૂપણ પણ કેટલાક અધ્યાયોમાં જોવા મળે છે. તેમાં ખાસ કરીને અ. 54, અ. 55, અ. 56 પૂર્ણપણે જ્યોતિષશાસ્ત્રને નિરૂપે છે;…

વધુ વાંચો >

નારનોલ :  વાયવ્ય ભારતમાં આવેલા હરિયાણા રાજ્યના મહેન્દ્રગઢ જિલ્લાનું શહેર અને વહીવટી મથક. ભૌગોલિક સ્થાન : 28° 03’ ઉ.અ. અને 76° 07’ પૂ.રે.. રાજ્યની છેક દક્ષિણ સરહદ નજીક છલક નદી પર તે આવેલું છે. નારનોલથી 25 કિમી. દૂર ઉત્તર તરફ મહેન્દ્રગઢ આવેલું છે. આ વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું છે. આજુબાજુના પ્રદેશમાં કપાસ, તેલીબિયાં અને શેરડીનું…

વધુ વાંચો >

નારલા, વી. આર. (જ. 1 ડિસેમ્બર 1908, જબલપુર, મધ્યપ્રદેશ; અ. 13 માર્ચ 1985) : તેલુગુ ભાષાના નાટ્યકાર, કવિ અને નિબંધકાર. તેમની નાટ્યકૃતિ ‘સીતાજોસ્યમ્’ને 1981ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1934માં તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી મેળવી હતી. તેઓ વ્યવસાયે પત્રકાર હતા અને અનેક વર્ષો સુધી ‘આંધ્રપ્રભા’ તથા ‘આંધ્રજ્યોતિ’ના સંપાદક રહ્યા હતા. તેમણે રાષ્ટ્રના…

વધુ વાંચો >

નારવેલ (Morning Glory  Railway Creeper) : દ્વિદળી વર્ગમાં આવેલા કૉન્વોલ્વુલેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ipomoea cairica (Linn.) sweet syn. I. palmata Forsk; Convolvulus cairia (ગુ. નારવેલ, પાંચ પત્તી) છે. તે વળવેલ (twiner) હોવાથી અત્યંત ઝડપથી વૃદ્ધિ પામે છે. મંડપ અગર ટ્રેલિસ ઉપર એ ખૂબ જલદી વધીને એને ભરી દે છે. પર્ણો સાધારણ મોટાં…

વધુ વાંચો >

નારળીકર, જયન્ત વિષ્ણુ (જ. 19 જુલાઈ 1938, કોલ્હાપુર) : ભારતના એક અગ્રણી વૈજ્ઞાનિક અને ગણિતજ્ઞ. વિજ્ઞાન અને ભારતીય સંસ્કૃતિનો સમન્વય ધરાવતા કુટુંબમાં જન્મ. તેમના પિતા વિષ્ણુ વાસુદેવ નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં તથા પુણે યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા અને તેઓ ભારતમાં આઇન્સ્ટાઇનના સાપેક્ષતાના સિદ્ધાંત ઉપર ગાણિતિક સંશોધનની પરંપરા શરૂ કરનાર અગ્રણી તરીકે જાણીતા હતા. જયન્તનાં માતા…

વધુ વાંચો >

નારળીકર, વિષ્ણુ વાસુદેવ (જ. 26, સપ્ટેમ્બર 1908, કોલ્હાપુર; અ. 1 એપ્રિલ 1991, પુણે) : ભારતના અગ્રણી વૈજ્ઞાનિક. જન્મ એક સંસ્કારી કુટુંબમાં. મૂળ વતન કોલ્હાપુર પાસેનું પાટગાંવ. પિતા વાસુદેવ શાસ્ત્રી સંસ્કૃતના પંડિત હતા. ભાગવત પુરાણ ઉપર તેમનાં વ્યાખ્યાનો સાંભળવા મોટી મેદની ભેગી થતી. આ સંસ્કારની વિષ્ણુ નારળીકર ઉપર ઘણી અસર હતી અને સર્વ ધર્મના ધાર્મિક ગ્રંથોના…

વધુ વાંચો >

નારંગ, ગોપીચંદ [જ. 11 ફેબ્રુઆરી 1931, ડુક્કી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂના વિદ્વાન, વિવેચક, ભાષાવિદ અને પ્રાધ્યાપક. તેમને તેમના સાહિત્યિક વિવેચનગ્રંથ ‘સાખ્તિયાત પસ-સાખ્તિયાત ઔર મશરિકી શેરિયત’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. દિલ્હી અને ઇંડિયાના યુનિવર્સિટીની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ફેલોશિપ અને વિશેષ યોગ્યતાની પ્રાપ્તિ. 1958માં દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગમાં અધ્યાપનથી કારકિર્દીનો પ્રારંભ. તે પૂર્વે…

વધુ વાંચો >

નારંગી : દ્વિદળી વર્ગમાં આવેલા રુટેસી (Rutaccae) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Citrus reticulata Bhanco (હિં. ગુ. નારંગી, સંતરા; બં કામલા લેબુ; ક. કિત્તાલે; મ. સંતરા; મલા. મધુરનારક; તા. કામલા, કૂર્ગ કુડગુ ઑરેન્જ;  તે. નારંગમુ; ફા. નારંજ, અં  લૂઝ-સ્કિન્ડ ઑરેન્જ, મૅન્ડરિન, ટજરિન મૅન્ડરિન ઑરેન્જ) છે. લીંબુ, મોસંબી, પપનસ વગેરે તેની સહસભ્ય વનસ્પતિઓ છે. તેનું મૂળવતન…

વધુ વાંચો >