નાયક, બાપુલાલ ભભલદાસ (જ. 25 માર્ચ 1879, ગેરિતા, જિ. મહેસાણા; અ. 4 ડિસેમ્બર 1947, વડોદરા) : ગુજરાતી વ્યવસાયી રંગભૂમિની બહુમુખી પ્રતિભા. એમનાં માતાનું નામ નરભીબહેન અને પિતાનું નામ ભભલદાસ હતું. એમણે વતન ઊંઢાઈમાં લખતાં-વાંચતાં આવડે એટલું શિક્ષણ લીધું હતું. ખેતી અને ભવાઈના એમના વ્યવસાયને છોડીને એમણે 1890માં માત્ર 11 વર્ષની ઉંમરે બાળઅભિનેતા તરીકે શ્રી મુંબઈ…

વધુ વાંચો >

નાયક, (ડૉ.) યશવંતરાય ગુલાબરાય (જ. 6 જુલાઈ 1906, દાંડી, જિ. નવસારી; અ. 29 મે 1976, સૂરત) : ગુજરાતના અગ્રણી ભૌતિકશાસ્ત્રી તથા ભૌતિકશાસ્ત્રના અગ્રગણ્ય પ્રાધ્યાપક, સંશોધનકાર. પિતાશ્રી ગુલાબરાય પ્રાથમિક શિક્ષક હતા. વતન વલસાડ તાલુકાનું વેગામ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ નવસારીમાં. 1925માં વડોદરાની સાયન્સ કૉલેજમાં જોડાઈ, ભૌતિકશાસ્ત્રના મુખ્ય વિષય સાથે, 1929માં પ્રથમ વર્ગમાં વિશેષ યોગ્યતા (distinction) સાથે…

વધુ વાંચો >

નાયકર, રામસ્વામી (જ. 17 સપ્ટેમ્બર 1879, ઈરોડે; અ. 24 ડિસેમ્બર 1973, વલાર) : દક્ષિણ ભારતના સમાજસુધારક અને દ્રવિડ આંદોલનના અગ્રણી નેતા. જન્મ કન્નડ નાયકર કોમના સમૃદ્ધ કુટુંબમાં થયો હતો. તેમનાં માતા-પિતા ચિન્નથાઈ અમ્મલ અને વેન્કટપ્પા નાયકર રૂઢિચુસ્ત હિંદુ હતાં. તે રામસ્વામીનો ઉછેર રૂઢિચુસ્ત પ્રણાલી મુજબ કરવા માગતાં હતાં; પરંતુ તેમાં તેમને સફળતા ન મળી. રામસ્વામીએ…

વધુ વાંચો >

નાયક, વાડીલાલ શિવરામ (જ. 1882, વડનગર; અ. 30 નવેમ્બર 1947, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી સંગીતશાસ્ત્રવિદ. નાટક, અભિનય અને સંગીતની ભૂમિકાવાળી ભોજક જ્ઞાતિમાં જન્મ. પિતા શિવરામ નાયક સારંગીવાદક હતા. નવી શરૂ થયેલી મુંબઈ ગુજરાતી નાટક મંડળીમાં શિવરામ નાયક 1889માં જોડાયા અને સાથે પુત્ર વાડીલાલને મુંબઈ લઈ ગયા. એક વાર પિતાએ સાંભળેલી કોઈ બંદિશ ગાવાનું કહેતાં બાળક…

વધુ વાંચો >

નાયક, વિજયરાઘવ (સત્તરમી સદી) : તેલુગુ લેખક. તેમના પિતા રઘુનાથ તંજાવુર રાજ્યના રાજકવિ હતા. એટલે કાવ્યત્વ એમના લોહીમાં હતું. એમના પિતાના મૃત્યુ પછી એમની રાજકવિ તરીકે નિયુક્તિ થઈ હતી. યક્ષગાન એ આંધ્રપ્રદેશનું લોકનાટ્ય છે. વિજયરાઘવે અનેક યક્ષગાનો રચ્યાં છે. એમનાં યક્ષગાનો રાજાના દરબારમાં ભજવાતાં. વિજયરાઘવે રચેલાં યક્ષગાનો પૌરાણિક કૃતિઓ, વિશેષે કરીને ‘રામાયણ’ તથા ‘મહાભારત’ને આધારે…

વધુ વાંચો >

નાયક, હા. મા. (જ. 1931, હોસામાને, જિ. શિમોગા, કર્ણાટક; અ. 10 નવેમ્બર 2000, મૈસૂર) : કન્નડ ભાષાના વિદ્વાન વિવેચક, નિબંધકાર તથા કટારલેખક. તેમને ‘સંપ્રતિ’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. મહારાજા કૉલેજ, મૈસૂરમાંથી કન્નડમાં તથા કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. તેમજ ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે મૈસૂર યુનિવર્સિટી ખાતે પ્રાધ્યાપક અને કન્નડ વિભાગના…

વધુ વાંચો >

નાયક, હેમા (જ. 1952, મારગાવ, ગોવા) : કોંકણી નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમની કૃતિ ‘ભોગદંડ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ કોંકણી ઉપરાંત મરાઠી, હિંદી અને અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે છે. તેમણે 1975થી 1995 સુધી બૅંકમાં સેવા આપી હતી. તેઓ…

વધુ વાંચો >

નાયકા : ગુજરાતમાં વસતી એક આદિવાસી જાતિ. તે ‘નાયકા’ કે ‘નાયકડા’ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે પંચમહાલ, વડોદરા અને વલસાડ જિલ્લાઓમાં વસે છે. તેઓ મૂળે ભીલ જાતિનું એક પેટાજૂથ હશે તેમ મનાય છે. ચાંપાનેરના હિન્દુ રાજાના લશ્કરમાં તેઓ લશ્કરી ટુકડીના આગેવાનો – નાયક તરીકે કામ કરતા હતા તે પરથી તે ‘નાયક’, ‘નાયકા’ કે ‘નાયકડા’ અપભ્રંશ…

વધુ વાંચો >

નાયગરા ધોધ : યુ.એસ. અને કૅનેડાની સરહદ પરની નાયગરા નદી પર આવેલો ધોધ. તેમજ અદભુત પ્રાકૃતિક પર્યટન સ્થળ. યુ.એસ.ના ન્યૂયૉર્ક રાજ્યમાં આવેલા નાયગરા ફૉલ્સ નગર તથા કૅનેડાના ઑન્ટારિયો પ્રાંતમાં આવેલા તે જ નામના નગર વચ્ચે, ઉત્તર અમેરિકાના ઈરી સરોવર તથા ઑન્ટારિયો સરોવરની બરોબર વચ્ચોવચ તે આવેલો છે. ભૌગોલિક સ્થાન : 43° 10´ ઉ. અ. અને…

વધુ વાંચો >