Posts by Jyotiben
નાનો કલકલિયો
નાનો કલકલિયો (Common Kingfisher) : એશિયા, યુરોપ, ઉત્તર આફ્રિકા તેમજ ભારતમાં નાનાં-મોટાં જળાશયો અને નદી-નાળાંના વિસ્તારોમાં સહેલાઈથી જોવા મળતું પંખી. તે ચળકતા રંગવાળું સુંદર પંખી છે. તેનું શાસ્ત્રીય નામ છે : Alcedo atthis. Linnaeus તેનો સમાવેશ Palecaniformes શ્રેણી અને Phalacrocoracidae કુળમાં થાય છે. તેનું કદ ચકલી કરતાં થોડું મોટું, એટલે કે 18 સેમી. જેટલું હોય…
વધુ વાંચો >નાન્કિંગ
નાન્કિંગ : ચીનનું જૂનું પાટનગર. પૂર્વ ચીની સમુદ્રથી પશ્ચિમે આશરે 320 કિમી. અંતરે મધ્ય-પૂર્વ ચીનના ભૂમિભાગમાં યાંગત્ઝે નદીના દક્ષિણ કાંઠે આવેલું ચીનનું મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર. કિઆન્ગશુ પ્રાંતનું પાટનગર અને મુખ્ય શહેર. ભૌગોલિક સ્થાન : 32° 03´ ઉ. અ. અને 118° 47 ´ પૂ. રે. તે નાન્ચિંગ કે નાન્જિંગ નામથી પણ ઓળખાય છે. ચીની ભાષામાં તેનો…
વધુ વાંચો >નાન્દી
નાન્દી : દેવની સ્તુતિ દ્વારા નાટ્યપ્રયોગ કરતાં પહેલાં પ્રેક્ષકો માટે આશીર્વાદ માગતો શ્લોક. નાટકની નિર્વિઘ્ન રજૂઆત અને સમાપ્તિ થાય એ માટે દેવોના આશીર્વાદ પામવા નાટકના આરંભ પહેલાં માંગલિક વિધિ કરવામાં આવતો. ભરતે તેને પૂર્વરંગ એવી સંજ્ઞા આપી છે. આ પૂર્વરંગનાં પ્રત્યાહાર, અવતરણ વગેરે 22 અંગો છે. નાન્દી તેમાં અંતિમ અંગ છે. કાળક્રમે નાન્દી સિવાયનાં અંગો…
વધુ વાંચો >નાન્દીકાર
નાન્દીકાર (સ્થા. 1960) : બંગાળની પ્રયોગશીલ થિયેટર નાટ્યમંડળી. ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશન(ઇપ્ટા)માંથી છૂટા થઈ નટ-નાટ્યકાર અજિતેશ બંદ્યોપાધ્યાયે ‘નાન્દીકાર’ નામે નટમંડળી એકત્ર કરી અને 1961માં (નટ-દિગ્દર્શક રુદ્રપ્રસાદ સેનગુપ્તાના સહકારથી) ઇટાલીના નાટ્યકાર પિરાન્દેલોના નાટકનું રૂપાંતર ‘નાટ્યકારેર સંધાને છટી ચરિત્ર’ પ્રસ્તુત કર્યું, ત્યારથી એ બંનેએ યુરોપની પ્રશિષ્ટ નાટ્યકૃતિઓ રજૂ કર્યા કરી, જેમાં ચેખૉવનું ‘ચેરી ઑર્ચાર્ડ’, બ્રેખ્તનું ‘થ્રી પેની…
વધુ વાંચો >નાન્દી, પ્રીતીશ
નાન્દી, પ્રીતીશ (જ. 15 જાન્યુઆરી 1951, ભાગલપુર, બિહાર) : ભારતીય લેખક અને પત્રકાર. અભ્યાસ પૂરો કરી લેખન, છબીકલા, આલેખન, સંપાદન – એમ વિવિધ ક્ષેત્રે પ્રતિભા બતાવી. છેલ્લે ટીવી પ્રસારણક્ષેત્રે પણ પ્રદાન કર્યું. અંગ્રેજી ભાષામાં કાવ્ય, છબીકલા, નાટક, અનુવાદ વગેરેનાં તેમનાં ચાલીસેક પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં ‘લવસાગ સ્ટ્રીટ’, ‘ધ નોવ્હેર મૅન’, ‘એ સ્ટ્રેન્જર કૉલ્ડ આઈ’,…
વધુ વાંચો >નાન્દી, મતિ
નાન્દી, મતિ (જ. 10 જુલાઈ 1931, કૉલકાતા; અ. 3 જાન્યુઆરી 2010) : જાણીતા બંગાળી નવલકથાકાર. તેમને તેમની ચિંતનાત્મક નવલકથા ‘સાદા ખામ’ માટે 1991ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે તત્કાલીન કૉલકાતા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં બી. એ. (ઑનર્સ) તેમજ એમ.એ.ની ડિગ્રીઓ મેળવી. તેઓ બંગાળી અને અંગ્રેજી એ બંને ભાષાઓના નિષ્ણાત હતા. તેમણે એક કોશકારના…
વધુ વાંચો >નાન્સી રેડિયો
નાન્સી રેડિયો : જુઓ, પૅરિસ વેધશાળા, ફ્રાન્સ
વધુ વાંચો >નાન્સેન ઇન્ટરનેશનલ ઑફિસ ફૉર રેફ્યૂજીઝ
નાન્સેન ઇન્ટરનેશનલ ઑફિસ ફૉર રેફ્યૂજીઝ : 1938નું નોબેલ શાંતિ પારિતોષિક પ્રાપ્ત કરનાર સંસ્થા. સ્થાપના 1930. નોબેલ કમિટીના તે વખતના પ્રમુખના મત મુજબ આ સંસ્થાએ વિશ્વના હજારો બેસહાય નિર્વાસિતોને શાંતિનો સંદેશો પહોંચાડવાનું જ માત્ર કાર્ય કર્યું નથી, પણ તે ઉપરાંત વિશ્વના પ્રત્યેક માનવીને પણ તેણે આ સંદેશો પહોંચાડ્યો છે. પોતાના દેશના સંકુચિત ખૂણા કરતાં મોટા વિશ્વને…
વધુ વાંચો >નાન્સેન, ફ્રિટ્યૉફ
નાન્સેન, ફ્રિટ્યૉફ (જ. 10 ઑક્ટોબર 1861, ઑસ્લો, નૉર્વે; અ. 13 મે 1930) : માનવતાવાદી સમુદ્રવિજ્ઞાની રાજપુરુષ. 1922ના નોબેલ શાંતિ પારિતોષિકના વિજેતા. તેમના આર્ક્ટિક પ્રદેશના અભ્યાસપ્રવાસ વડે તેમણે સમુદ્રવિજ્ઞાનના સંશોધનક્ષેત્રે નવી ક્ષિતિજો ખોલી. યુદ્ધની ક્રૂર અને ભયજનક યાતનાઓ સહન કરી રહેલ યુદ્ધકેદીઓ, યુદ્ધના નિર્વાસિત વિસ્થાપિતો તથા દુષ્કાળપીડિતોને ઉગારવા માટે તેમણે અથાગ પ્રયાસ હાથ ધર્યા હતા. તેમણે…
વધુ વાંચો >નાપામ
નાપામ : ઓલીક, નેપ્થેનિક તથા નાળિયેરીમાંથી નીકળતા ચરબીજ ઍસિડોના મિશ્રણનું ઍલ્યુમિનિયમ લવણ. નાપામ દાણાદાર પાઉડર હોય છે. ગૅસોલીન સાથે ભેળવીને તેનો ચીકણો ઘટરસ (જેલ, gel) બનાવાય છે, જે –40° થી + 100° સે. સુધી સ્થાયી છે. તે સળગી ઊઠે તેવું દ્રવ્ય હોવાથી આગને ઝડપી લે છે. આથી તે જ્વલનકારક કે આગ ચાંપનાર દ્રવ્ય તરીકે વપરાય…
વધુ વાંચો >