Posts by Jyotiben
નાદિયા
નાદિયા (જ. 1910, ઑસ્ટ્રેલિયા; અ. 9 જાન્યુઆરી 1996, મુંબઈ) : હિંદી ચલચિત્રોની સ્ટંટરાણી. તેનું ‘હેય’ આજે પણ એ જમાનાના પ્રેક્ષકોના કાનોમાં ગુંજે છે ! ચલચિત્રનાં દૃશ્યોમાં ચાલતી ગાડીએ ડબાના છાપરે તે શત્રુ સાથે તલવાર ખડખડાવતી; વિશાળ ખંડમાં કૂદીને ઝુમ્મર પકડીને સામે છેડે અથવા સીડીના મથાળે પહોંચતી, દુષ્ટોને હન્ટર વડે ફટકારતી, મહેલના ધાબાની ઊંચી પાળી ઉપરથી…
વધુ વાંચો >નાદિયા, કૉમેનેસી
નાદિયા, કૉમેનેસી (જ. 12 નવેમ્બર 1961, ઑનેસ્ટી, રુમાનિયા) : વિશ્વખ્યાત ખેલકૂદ મહિલા ખેલાડી (gymnast). 1976ની મૉન્ટ્રિયલ ઑલિમ્પિકમાં ખેલકૂદ(gymnastics)માં સંપૂર્ણપણે ‘દસ પૉઇન્ટ’ મેળવનારી વિશ્વની પ્રથમ જિમ્નૅસ્ટ બની હતી. બૅલન્સ બીમ અને એસિમેટ્રિકલ બાર્સમાં અનોખી છટા અને કૌશલ દાખવ્યું હતું. માત્ર 14 વર્ષની ઉંમરે આકર્ષક ખેલાડી તરીકે નામના મેળવ્યા બાદ યુરોપની જુદી જુદી સ્પર્ધાઓમાં પ્રશંસનીય દેખાવ કરી…
વધુ વાંચો >નાનકદેવ, ગુરુ
નાનકદેવ, ગુરુ (જ. 15 એપ્રિલ 1469, તલવંડી, પાકિસ્તાન; અ. 22 સપ્ટેમ્બર 1539, કરતારપુર) : શીખ ધર્મના સ્થાપક. પિતા કાલૂચંદ બેદી અને માતા તૃપતાજી. ઈ. સ. 1475માં ગોપાલ પંડિત પાસે હિન્દી, 1478માં બ્રિજલાલ પંડિત પાસે સંસ્કૃત તથા 1482માં મૌલવી કુતબુદ્દીન પાસે ફારસી ભણવા માટે તેમને મોકલ્યા. પરંતુ નાનકનું મન અક્ષરજ્ઞાનમાં લાગ્યું નહિ અને ત્રણેય શિક્ષકોને તેમણે…
વધુ વાંચો >નાનકસિંહ
નાનકસિંહ (જ. 4 જુલાઈ, 1897, અક્કહમીદ, જિ. જેલમ; અ. 28 ડિસેમ્બર, 1971, પંજાબ) : પંજાબી નવલકથાકાર. પંજાબીમાં આધુનિક કથાસાહિત્યના પ્રવર્તક નાનકસિંહ છે. એમને નવલકથાલેખનની પ્રેરણા પ્રેમચંદજી પાસેથી મળી હતી. એમનો લેખનસમય 1927 થી શરૂ થાય છે. એમની પહેલી વાર્તા ‘રખડી’ (રાખડી) અને પહેલી નવલકથા ‘મતરેઈમા’ (સાવકી મા) હતી. તેમનો લેખનકાળ ત્રણ વિભાગમાં વહેંચી શકાય :…
વધુ વાંચો >નાનકી, ગુલામરસૂલ
નાનકી, ગુલામરસૂલ (જ. 1900, શ્રીનગર) : કાશ્મીરી લેખક. માધ્યમિક શાળા સુધીનો અભ્યાસ શ્રીનગરમાં. મૅટ્રિક થઈ શાળા છોડી અને ત્યાં જ શિક્ષણવિભાગમાં શિક્ષકની નોકરી સ્વીકારી. તે પછી ત્યાં જ કૉલેજમાં પ્રવેશ લઈ અંગ્રેજી સાહિત્યનો વિષય લઈને બી.એ. થયા. ત્યાંના શિક્ષણવિભાગ તરફથી પ્રગટ થતા ‘તૈલિમી નાદીદ’ સામયિકનું તંત્રીપદ એમણે સ્વીકાર્યું. 1948માં આકાશવાણીમાં જોડાયા અને ત્યાંથી નિવૃત્ત થયા…
વધુ વાંચો >નાનભટ્ટજી
નાનભટ્ટજી (જ. 1848, સ્વામીના ગઢડા; અ. 1935, ગઢડા) : આયુર્વેદના એક અગ્રણી વૈદ્ય. પ્રકાંડ પંડિત, આદર્શ ગુરુ તથા નિ:સ્પૃહી જનસેવક તરીકે વિખ્યાત. લોકો હેતથી તેમને ‘વૈદ્યબાપા’ કહેતા. પિતા તપોનિષ્ઠ સત્પુરુષ અને જ્યોતિષી હતા. નાનભટ્ટ તેમના મોટા પુત્ર. તેમણે ચાંદોદ-કરનાળીમાં વાસ કરી, પિતાની જેમ વર્ષો સુધી સંસ્કૃત અને આયુર્વેદનો અભ્યાસ કરી, ગઢડા આવીને આયુર્વેદ દ્વારા લોકોની…
વધુ વાંચો >નાનાક
નાનાક : તેરમી સદીનો, વીસલદેવના સમયનો ગુજરાતનો પ્રખર વિદ્વાન કવિ. પ્રશસ્તિઓ મોટે ભાગે રાજાઓ અને અમાત્યોની રચાતી, છતાં નાનાક નામે એક વિદ્વાનની બે સુંદર પ્રશસ્તિઓ રચાઈ એ ખાસ નોંધપાત્ર છે. આ પ્રશસ્તિઓની કોતરેલી શિલા મૂળ પ્રભાસપાટણમાં હશે, ત્યાંથી તે કોડીનારમાં ખસેડાયેલી ને હાલ એ વડોદરાના મ્યુઝિયમમાં જળવાઈ છે. પહેલી પ્રશસ્તિ ‘બાલસરસ્વતી’ ગણાતા કવિ કૃષ્ણે રચી…
વધુ વાંચો >નાના ફડનવીસ
નાના ફડનવીસ (જ. 12 ફેબ્રુઆરી 1742, સાતારા; અ. 13 માર્ચ 1800, પુણે) : મરાઠા રાજ્યનો છેલ્લો મુત્સદ્દી અને દીર્ઘદૃષ્ટિવાળો નેતા. તેમનું નામ બાલાજી જનાર્દન ભાનુ હતું. એમણે દસ વર્ષ સુધી માધવરાવ 1લાના સમયમાં નાણાખાતાના અધિકારી તરીકે કામ કર્યું હતું. ફડનવીસ એટલે રાજ્યની આવક અને ખર્ચ ઉપર દેખરેખ રાખનાર અધિકારી. નાણાકીય વ્યવસ્થા અને આવકજાવકના હિસાબ રાખવામાં…
વધુ વાંચો >નાનાસાહેબ પેશવા
નાનાસાહેબ પેશવા : સત્તાવનના વિપ્લવના આગેવાન. અંતિમ પેશવા બાજીરાવ બીજાના દત્તક પુત્ર. તેમનું નામ ધોન્ડુ પંત હતું. બાજીરાવ બીજાનું જાન્યુઆરી, 1851માં અવસાન થતાં તે સમયના ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસીએ બાજીરાવને વાર્ષિક આઠ લાખ રૂપિયાનું અપાતું પેન્શન બંધ કર્યું. આની સામે નાનાસાહેબે સરકારને અરજી કરી. ડેલહાઉસીએ આ પેન્શન બાજીરાવના જીવન પર્યન્તનું હતું અને તે વંશપરંપરાગત ન…
વધુ વાંચો >નાનાં પર્ણનો રોગ
નાનાં પર્ણનો રોગ : રીંગણમાં માઇકોપ્લાઝ્મા નામના સૂક્ષ્મ પરજીવીથી થતો રોગ. તેના આક્રમણને લીધે પાનની પેશીઓની લંબાઈ ઘટે છે. તેથી તેનાં પાન અને ડાળીઓ ખૂબ જ નાનાં/ટૂંકાં રહી જાય છે, અને છોડ ઉપર એક જગ્યાએથી નાની ડાળીઓ નીકળે છે. આંતરગાંઠ વચ્ચેની લંબાઈ ઘટી જવાના લીધે બધાં પાનો એક જ જગ્યાએથી નીકળતાં હોય તેવું દેખાય છે.…
વધુ વાંચો >