નામ (સંજ્ઞા) : સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે પદના ચાર પ્રકારોમાંનો એક. ઋક્પ્રાતિશાખ્ય અને યાસ્કના મતે જે પદ સત્વ એટલે વસ્તુ કે દ્રવ્યનો અર્થ મુખ્યત્વે બતાવતું હોય તેને નામ કહેવાય. પાણિનિને મતે વિભક્તિના પ્રત્યયો જેને અંતે હોય તે सुबन्त પદો નામ કહેવાય. ભોજ પોતાના ‘શૃંગારપ્રકાશ’માં સત્વભૂત અર્થના અભિધાયકને નામ કહે છે અને તેના (1) આવિષ્ટલિંગ એટલે ચોક્કસ…

વધુ વાંચો >

નામઘોષા : અસમિયા કાવ્યકૃતિ. મધ્યકાલીન વૈષ્ણવકવિ માધવદેવનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ. માધવદેવની સાહિત્યિક ઉપલબ્ધિનો ચરમોત્કર્ષ આ કૃતિમાં જોવા મળે છે. આસામના વૈષ્ણવ સાહિત્યના ચાર મહાગ્રંથોમાં એનું સ્થાન દ્વિતીય છે. માધવદેવનાં શાસ્ત્રજ્ઞાન, પાંડિત્ય, કાવ્યશક્તિ ઇત્યાદિનો પૂર્ણ પરિચય આ ગ્રંથમાં મળે છે. આ ગ્રંથ પૂર્ણાંશે મૌલિક નથી. એમાંનાં 1000 પદોમાંથી 600 પદો સંસ્કૃત શ્લોકોનો મુક્ત અનુવાદ છે. પરંતુ ભાવ,…

વધુ વાંચો >

નામદેવ (જ. 1270, નરસી નાહમણિ; અ. 1350, પંઢરપુર) : મરાઠી સંત કવિ. કુટુંબ મૂળ સતારાનું. પિતા દામાશેઠ, અને માતા ગોણાઈ. પિતા દરજીના વ્યવસાય ઉપરાંત કાપડનો વેપાર કરતા. દામાશેઠ વિઠોબાના પરમ ભક્ત. નાનપણથી જ નામદેવ ભક્તિના રંગે રંગાયેલા. વૈરાગ્યવૃત્તિ ચિત્તમાં સ્થપાયેલી. આમાંથી એમને સંસાર તરફ વાળવા રાજાઈ નામની કન્યા જોડે એમના બાળપણમાં જ લગ્ન કરેલાં. એની…

વધુ વાંચો >

નામ-પ્રક્રિયાઓ : સંશોધકના નામ ઉપરથી પ્રચલિત થયેલી કાર્બનિક પ્રક્રિયાઓ. વર્ષો અગાઉ નામ-પ્રક્રિયાઓ મુજબ અભ્યાસ કરવાનું પ્રચલિત થયેલું, પરંતુ જેમ જેમ પ્રક્રિયાઓના પ્રક્રમ જાણીતા થવા લાગ્યા તેમ તેમ આ રીત ઓછી વપરાશમાં રહી. હાલ પ્રક્રિયાઓનું તેમના વિશિષ્ટ પ્રકારો તથા પ્રક્રમ અનુસાર વર્ગીકરણ કરવામાં આવે છે. પ્રચલિત નામ-પ્રક્રિયાઓ અનેક છે. જેમાંની ફ્રિડલ-ક્રાફ્ટ્સ, ફિશર ટ્રોપ્સ, ક્લેઈઝન, ક્લેમૅન્સન, વિલગેરોટ,…

વધુ વાંચો >

નામવરસિંહ (જ. 28 જુલાઈ 1927, જીઅનપુર, જિ. બનારસ, ઉત્તરપ્રદેશ; અ. 19 ફેબ્રુઆરી 2019, નવી દિલ્હી) : હિંદી સાહિત્યના વિવેચક. ઘેર ખેતી પણ પિતા નાગરસિંહ શિક્ષક હોવાના કારણે બાળપણથી જ શિક્ષણ અને સાહિત્યનું વાતાવરણ મળ્યું. પિતાના મિત્રો ધર્મદેવસિંહ અને કામતાપ્રસાદ વિદ્યાર્થીનો ઊંડો પ્રભાવ પડ્યો. 1936માં નહેરુજીની સભામાં ધર્મદેવસિંહ સાથે ગયેલા. સ્વાતંત્ર્યસેનાની વિદ્યાર્થીજીના ગાંધીવાદી વિચારોએ નામવરની નાતજાત…

વધુ વાંચો >

નામિબ રણ : નૈર્ઋત્ય આફ્રિકાના નામિબિયા દેશમાં દક્ષિણ ઍટલાન્ટિક મહાસાગરના કિનારાથી અંદરના ભૂમિભાગમાં વિસ્તરેલું દુનિયાનું જૂનામાં જૂનું રણ. ભૌગોલિક સ્થાન : 23° દ. અ. અને 15° પૂ. રે.. તેની લંબાઈ આશરે 1,700 કિમી. તથા પહોળાઈ સ્થાનભેદે આશરે 100 થી 200 કિમી. જેટલી છે; દક્ષિણે ઑરેન્જ નદીથી ઉત્તરે અગોલા સુધી વિસ્તરેલા આ રણનો કુલ વિસ્તાર 2,70,000…

વધુ વાંચો >

નામિબિયા : આફ્રિકાખંડના નૈર્ઋત્ય ભાગમાં આવેલો દેશ. ભૌગોલિક દૃષ્ટિએ આ દેશ આશરે 17° થી 29´ દ. અ. અને 12° થી 25´ પૂ. રે. વચ્ચેનો વિસ્તાર આવરી લે છે. તેનો કુલ વિસ્તાર 8,26,700 ચોકિમી. છે. તેની ઉત્તરે અને ઈશાન તરફ ઍંગોલા અને ઝામ્બિયા ભૂમિભાગો, પૂર્વમાં બોત્સ્વાના, દક્ષિણે દક્ષિણ આફ્રિકા અને પશ્ચિમે ઍટલાન્ટિક મહાસાગર આવેલો છે. 1990માં…

વધુ વાંચો >

નામું : નાણાકીય લેવડદેવડનો હિસાબ રાખવાની પદ્ધતિ. વેપારીઓ, ઉત્પાદકો કે અન્ય વ્યક્તિઓ બીજા લોકો સાથે નાણાંને લગતી અથવા નાણાંના મૂલ્યવાળી વાણિજ્ય પ્રકારની લેવડદેવડ કરે છે. તેની વિશ્લેષણાત્મક વિગતો યોગ્ય માળખાવાળા હિસાબી ચોપડામાં નિયમિત પદ્ધતિસર રાખવામાં આવે છે. વેપારધંધા દરમિયાન વાણિજ્ય પ્રકારની બધી લેવડદેવડોનું (1) કાયમી અને સંપૂર્ણ દફતર રાખવું, અને (2) વેપારી કે ઉત્પાદકની નાણાકીય…

વધુ વાંચો >

નામ્બુ, યોઇચિરો (Nambu, Yoichiro) [જ. 18 જાન્યુઆરી 1921, ફુકુઈ પ્રિફેક્ચર (Fukui Prefecture); અ. 5 જુલાઈ 2015, ઓસાકા] : જન્મે જાપાની અને અમેરિકન નાગરિકત્વ ધરાવતા સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને વર્ષ 2008ના નોબેલ પુરસ્કારના વિજેતા. ફુકુઈ શહેરનાં ફુજિશિમા (Fujishima) હાઈસ્કૂલમાંથી સ્નાતક થયા. ત્યારબાદ ટોકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં દાખલ થઈને ભૌતિકવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. 1942માં બી.એસ. થયા અને 1952માં ડી.એસસી. થયા.…

વધુ વાંચો >

નાયક, અમૃત કેશવ (જ. 1877, અમદાવાદ; અ. 18 જુલાઈ 1907, મુંબઈ) : વ્યવસાયી રંગભૂમિના તેજસ્વી યુવા-અભિનેતા, દિગ્દર્શક તથા નાટ્યકાર. અમૃતભાઈએ ગુજરાતી બે ધોરણ અને ઉર્દૂ બે ધોરણ સુધીનો અભ્યાસ અમદાવાદમાં અનુક્રમે દરિયાપુર અને કાલુપુરની શાળામાં કર્યો હતો. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી અભ્યાસ છોડી દેવાની ફરજ પડી અને 11 વર્ષની ઉંમરે કાવસજી પાલનજી ખટાઉની…

વધુ વાંચો >