નાટ્યશાસ્ત્ર : ભરતનો રચેલો મનાતો પ્રાચીન ભારતનો (આશરે ઈ. સ. પૂ. 200) આદ્ય નાટ્યલક્ષણગ્રંથ. વિવિધ કલાઓનાં ક્ષેત્રોમાં આની વેદ જેવી પ્રતિષ્ઠા છે તેથી એને સર્વ વર્ણો માટેનો પાંચમો વેદ જ કહ્યો છે. પ્રાચીન ભારતીય નાટ્ય એ નાટક-અભિનય-નૃત્ય-સંગીતનું સમન્વિત સ્વરૂપ હતું તેથી ‘નાટ્યશાસ્ત્ર’ સાહિત્યસ્વરૂપ નાટકનો, મંચકલાનો, અભિનયનો, નૃત્યનો, સંગીત વગેરે કલાઓનો વિશ્વકોશ બન્યો છે. ‘નાટ્યશાસ્ત્ર’ની નિર્ણયસાગરની…

વધુ વાંચો >

નાટ્યશાસ્ત્રમુ (1960) : તેલુગુ નાટ્યવિવેચના. પોનંગી શ્રીરામ અપ્પારવુકૃત ‘નાટ્યશાસ્ત્રમુ’ એ ભરતના ‘નાટ્યશાસ્ત્ર’ પર વિસ્તૃત ભાષ્યનો ગ્રંથ છે, એમાં એમણે નાટ્યશાસ્ત્રને કેન્દ્રમાં રાખી ભરતના ગ્રંથની ઉપર તો ટિપ્પણી કરી જ છે; પરંતુ સંગીત નૃત્ય, નાટક, અભિનય, રસસિદ્ધાંત ઇત્યાદિ વિશે અન્ય પુસ્તકોમાં આપેલી એ વિષયોની ચર્ચા જોડે ભરતનાં મંતવ્યોની તુલના કરી છે. એટલે એ દૃષ્ટિએ સંસ્કૃતમાં લલિતકલાઓ…

વધુ વાંચો >

નાટ્યસંગ્રહાલય : જેમાં રંગભૂમિવિષયક દસ્તાવેજો, સંનિવેશ, હાથસામગ્રી, પોશાકો, તસવીરો, પુસ્તકો વગેરે ઐતિહાસિક સાહિત્ય સચવાય અને અભ્યાસુઓને ઉપલબ્ધ બને તેને માટે છૂટાછવાયા પ્રયત્નો ગુજરાતમાં અને ભારતમાં અનેક સ્થળે થયા છે. મોરબીમાં ‘શ્રી નાટ્યકલા ચૅરિટેબલ ટ્રસ્ટ’ દ્વારા 1965થી આરંભાયેલ નાટ્યકલા સંગ્રહસ્થાનમાં ગુજરાતી થિયેટરની તસવીરો, નાટ્યકૃતિઓ, હસ્તપ્રતો, ઑપેરા બુકો અને કેટલીય હાથસામગ્રી સચવાયેલી છે. એનું આયોજન મહેન્દ્ર દવે…

વધુ વાંચો >

નાટ્યસિદ્ધાંત : સંસ્કૃત નાટ્યનાં મૂળ તત્વો વિશે વિચાર. સંસ્કૃત સાહિત્યાચાર્યોએ કાવ્યના બે પ્રકાર પાડ્યા છે : શ્રાવ્ય અને દૃશ્ય. તેમાં દૃશ્ય કાવ્ય એટલે નાટ્ય અથવા રૂપક. દૃશ્ય કાવ્ય એવા રૂપક કે નાટ્યમાં રંગમંચની કેટલીક મર્યાદાઓ અને પ્રેક્ષકોની અનેકવિધ રુચિઓનું સમાયોજન આવશ્યક છે, તેમાં સાહિત્યિક તત્વ ઉપરાંત અભિનયકલા પણ સમાવિષ્ટ છે તેથી તેનું એક અલગ શાસ્ત્ર…

વધુ વાંચો >

નાટ્યાચાર્ય દેવળ (1967) : મરાઠી જીવનચરિત્ર. મરાઠી રંગભૂમિના વિકાસમાં ગોવિંદ બલ્લાળ દેવળનું વિશિષ્ટ સ્થાન છે. મરાઠી સંગીતનાટકની પરંપરાને એમણે ઘટ્ટ સ્વરૂપ આપ્યું અને અનેક સંગીતનાટકો લખ્યાં અને એની ભજવણી વિશે માર્ગદર્શન આપ્યું તથા અનેકને નાટ્યલેખન તથા અભિનય વિશે શિક્ષણ આપ્યું; એ કારણે એ નાટ્યાચાર્યનું બિરુદ પામ્યા. એમનાં પોતાનાં રચેલાં અને ભજવાયેલાં નાટકોમાં ‘સંગીત શારદા’ (1886),…

વધુ વાંચો >

નાડકર્ણી, જ્ઞાનેશ્વર (જ. 21 મે 1928, મુંબઈ; અ. 23 ડિસેમ્બર 2010) : મરાઠી લેખક. મુંબઈ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં એમ.એ.. ત્યારબાદ કેટલાંય વર્ષો સુધી કૉલેજમાં અધ્યાપન કર્યું અને પછી પત્રકાર બન્યા. એ ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં કલા-સમીક્ષક હતા. એમના ચાર વાર્તાસંગ્રહો પ્રસિદ્ધ થયા છે : ‘પાઉસ’ (1956), ‘ભરતી’ (1958), ‘ચિદઘોષ’ (1966) તથા ‘પ્રસ્થાન’ (1967). એમની ત્રણ નવલકથાઓ…

વધુ વાંચો >

નાડર, રાલ્ફ (જ. 27 ફેબ્રુઆરી 1934, વિન્સ્ટેડ, કનેક્ટિકટ, યુ.એસ.) : અમેરિકાના અગ્રણી ધારાશાસ્ત્રી તથા ગ્રાહકસુરક્ષાના વિખ્યાત હિમાયતી. લેબનોનથી અમેરિકામાં કાયમી વસવાટ માટે દાખલ થયેલાં પ્રવાસી માતાપિતાના પુત્ર. ઉચ્ચ શિક્ષણ અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટી તથા હાવર્ડ લૉ સ્કૂલમાં લીધું. કાયદાના અભ્યાસ દરમિયાન સ્વયંચાલિત વાહનો દ્વારા થતા માર્ગઅકસ્માતોનો તથા તે વાહનોના ઉત્પાદન દરમિયાન ઉપયોગમાં લેવાતી તકનીકોનો ઊંડો અભ્યાસ…

વધુ વાંચો >

નાડી (pulse) લોહીના તરંગને કારણે લોહીની નસનું પહોળું થવું તે. સામાન્ય રીતે પોલી અને ધબકતી નસને નાડી કહે છે, જેને અંગ્રેજીમાં pulse કહે છે. તેને ગુજરાતીમાં નાડીનો ધબકાર કહેવાય, પરંતુ રોજિંદા વ્યવહારમાં ‘નાડી’ શબ્દ પણ નાડીના ધબકારા માટે વપરાશમાં લેવાય છે. નસોના કે હૃદયના ધબકારાને સંયુક્ત રીતે pulsations કહે છે. નસોના ધબકારા મુખ્યત્વે 2 ભાગમાં…

વધુ વાંચો >

નાડી-ગ્રંથો : સમયના સૂક્ષ્મ માપ નાડીને આધારે ભવિષ્યકથનની પદ્ધતિ ધરાવતા ગ્રંથો. દક્ષિણ ભારતમાં નાડી ઉપર વિવિધ ગ્રંથો લખાયા છે. નાડી એટલે સમયનું માપ. આ સમયમાપને જુદી જુદી રીતે આ શાસ્ત્રમાં વણી લેવાય છે. એમ કહેવાય છે કે દક્ષિણ ભારતમાં જુદા જુદા 20 પ્રકારના નાડી-ગ્રંથો છે, જેમાંના બધા પ્રાપ્ય નથી. આ નાડી-ગ્રંથોમાંના કેટલાક તો ખૂબ નામના…

વધુ વાંચો >

નાડેલ, એસ. એફ. (જ. 24 એપ્રિલ 1903, ઑસ્ટ્રિયા; અ. 14 જાન્યુઆરી 1956, કેનબેરા) : પ્રસિદ્ધ માનવશાસ્ત્રી. તેમનો ઉછેર ઑસ્ટ્રિયામાં થયો હતો. તેમનો મૂળ રસ અને તાલીમ સંગીત પરત્વેનાં હતાં. તેમણે પીએચ.ડી.ની પદવી વિયેના યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રમાં પ્રાપ્ત કરી હતી. સંગીતના મનોવિજ્ઞાન અને દર્શન વિશે પુસ્તક પણ લખ્યું તથા સંગીતના કાર્યક્રમો પણ આપ્યા. 1932માં ‘રૉકફેલર…

વધુ વાંચો >