નરસ્તનવૃદ્ધિ (gynaecomastia) : પુરુષનું સ્તન મોટું થવું તે. સામાન્ય રીતે તેમાં પુરુષોના સ્તનની ગ્રંથિઓ મોટી થયેલી હોય છે. જો તે ઝડપથી થાય તો તેમાં દુખાવો થાય છે તથા તેને અડવાથી દુખે છે. જાડા છોકરાઓ તથા મોટી ઉંમરના પુરુષોમાં ઘણી વખતે ચરબી જામવાથી પણ નરસ્તનવૃદ્ધિ થયેલી લાગે છે. ડીંટડીના પરિવેશ(areola)ને આંગળીઓ વચ્ચે દબાવવાથી ફક્ત ચરબી જ…

વધુ વાંચો >

નરહરિ સરસ્વતીતીર્થ (ઈ. સ. તેરમી સદી) : સંસ્કૃત સાહિત્યના આચાર્ય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પર ‘બાલચિત્તાનુરંજની’ નામની ટીકાના લેખક. તેમનું સાંસારિક નામ નરહરિ હતું. એ પછી સંન્યાસ લીધા બાદ તેમને ‘સરસ્વતીતીર્થ’ એવા નામે ઓળખવામાં આવેલા. તે આંધ્રપ્રદેશના વતની અને વત્સગોત્રના બ્રાહ્મણ હતા. તે ત્રિભુવનગિરિ નામના નગરના રહેવાસી હતા, છતાં કાશીમાં રહીને તેમણે પોતાની ટીકા લખી છે. તેમના…

વધુ વાંચો >

નરાશ્વ – અ (Centaurus – A) : નરાશ્વ તારકમંડળમાં આવેલી આકાશગંગા. તેના જય-વિજય તારાની નજીકથી, જેમ આપણી આકાશગંગા, મંદાકિની (milky way) પસાર થાય છે, તેમ NGC 5128 (New Generation Catalogue) એટલે કે નરાશ્વ  અ (Centaurus – A) નામની એક આકાશગંગા, એ તારકમંડળમાં જ આવેલી છે. 170 લાખ પ્રકાશવર્ષ દૂર આવેલી નરાશ્વ – અ આકાશગંગા નરી…

વધુ વાંચો >

નરાશ્વ તારકમંડળ (Centaurus) : રાત્રિ આકાશમાં નર અને અશ્વના સંયોજનરૂપ દેખાતી તારાકૃતિ. આ તારકમંડળનું અનોખું મહત્ત્વ છે. કેમ કે સૂર્યને બાદ કરતાં પૃથ્વીથી સૌથી નજીકનો તારો તેમાં આવેલો છે. આ તારકમંડળમાં પહેલા વર્ગના બે, બીજા વર્ગના બે અને ત્રીજા-ચોથા વર્ગના અનેક તારાઓ છે. ભારતીય પુરાણકથા મુજબ ઋષિઓને પણ રજા વિના પ્રભુ પાસે જવા ન દઈ,…

વધુ વાંચો >

નરિણૈ (રચનાકાળ : ઈ. સ. પૂ. બીજી સદીથી ઈ. સ. બીજી સદી સુધી) : આ તમિળ સંઘકાલીન અષ્ટપદ્યસંગ્રહો(એટ્ટુતોગૈ)માં બધા કરતાં પ્રાચીન તથા મુખ્ય ગ્રંથ છે. એમાં નવ પંક્તિઓથી માંડીને બાર પંક્તિઓનાં પદો છે. એમાં 187 કવિઓની રચનાઓ સંગૃહીત છે. એમાં આંતરિક જીવનનું વર્ણન હોવાથી એની ગણના ‘અહમ્’ કાવ્યોમાં કરવામાં આવી છે. આ કૃતિનો મુખ્ય વિષય…

વધુ વાંચો >

નરીમાન, ખુરશેદ ફરામજી [જ. 17 મે 1883, થાણે (મહારાષ્ટ્ર); અ. 4 ઑક્ટોબર 1948, મુંબઈ] : ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા. વીર નરીમાન તરીકે જાણીતા. જન્મ મધ્યમવર્ગીય પારસી કુટુંબમાં થયો હતો. પિતા ફરામજી થોડો સમય જંજીરા સ્ટેટના દીવાન હતા અને પાછળથી તેમણે બેલગામમાં પોલીસ-ઇન્સ્પેક્ટર તરીકે કામ કર્યું હતું. ખુરશેદ નરીમાન તેમના ફુઆ અને પારસી કોમના મોટા ધર્મગુરુ દસ્તૂર…

વધુ વાંચો >

નરૂલા, સુરિન્દરસિંહ (Narula Surinder Singh) (જ. 8 નવેમ્બર 1917, અમૃતસર; અ. 16 જૂન 2007) : પંજાબી નવલકથાકાર. પંજાબ યુનિવર્સિટીમાંથી અમૃતસરની ખાલસા કૉલેજમાંથી બી. એ. થયા. ત્રણ સુવર્ણચંદ્રકો પ્રાપ્ત કર્યા. 1938 માં રાજ્ય સચિવાલયમાં જોડાયા. 1942 માં સાહિત્ય સાથે એમ. એ.ની ડિગ્રી મેળવી. લુધિયાણાની સરકારી કૉલેજમાં અંગ્રેજી તથા અમેરિકન સાહિત્યના અનુસ્નાતક શિક્ષણ વિભાગના વડા તરીકે અધ્યાપનકાર્ય…

વધુ વાંચો >

નરેન્દ્રપ્રભસૂરિ (ઈ. સ.ની તેરમી સદી) : હર્ષપુરીયગચ્છના જૈન સાધુ. ‘કાકુત્સ્યકેલિ’ નામનું સંસ્કૃત નાટક, ‘અલંકારમહોદધિ’ નામનો કાવ્યશાસ્ત્રનો ગ્રંથ અને પ્રાકૃત ભાષામાં ‘સદગુરુપદ્ધતિ’ નામની રચના તેમણે કરેલ છે. તેઓ સુપ્રસિદ્ધ જૈન લેખક હેમચંદ્રની શિષ્યપરંપરાના જૈન સાધુ હતા. હર્ષપુરીયગચ્છના જયસિંહસૂરિના શિષ્ય અભયદેવસૂરિ હતા. આ અભયદેવસૂરિના શિષ્ય હેમચંદ્ર જાણીતા જૈન લેખક હતા. હેમચંદ્રસૂરિના શિષ્ય ચંદ્રસૂરિ અને ચંદ્રસૂરિના શિષ્ય મુનિચંદ્રસૂરિ…

વધુ વાંચો >

નરેન્દ્રસેન : દખ્ખણના વાકાટક વંશનો રાજા. પ્રવરસેન દ્વિતીયનો પુત્ર અને વાકાટકનરેશ રુદ્રસેન દ્વિતીયનો પૌત્ર. બુધગુપ્તના સમકાલીન (જેમનું અંતિમ જ્ઞાત વર્ષ ઈસવી સન 495 છે.) આ રાજાના નિશ્ચિત સમયની જાણકારીનાં પ્રમાણો પ્રાપ્ત નથી. સમર્થ શાસક એવો આ રાજવી કુન્તલ દેશના રાજાની કુંવરી અજિતા-ભટ્ટારિકાને પરણ્યો હતો. કોશલ, મેકલા અને માલવ ઉપરના આધિપત્ય પછી એવું કહેવાય છે કે…

વધુ વાંચો >

નરેશકુમાર (જ. 22 ડિસેમ્બર 1928, લાહોર) : ડેવિસકપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર અને ત્યારબાદ નૉન-પ્લેઇંગ સુકાની તરીકે ભારતીય ટેનિસમાં મહત્ત્વનું યોગદાન કરનાર ટેનિસ-ખેલાડી. કુટુંબમાં રમતગતમની રુચિનું કોઈ વાતાવરણ નહોતું. પિતા વ્યાપાર કરતા હતા, પણ નરેશકુમારે કૉલકાતાની ઝેવિયર્સ સ્કૂલમાં અભ્યાસકાળ દરમિયાન હૉકી, ખેલકૂદ, ફૂટબૉલ અને ક્રિકેટમાં નિશાળની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું, કિંતુ એ સમયે ટેનિસ રમતા નહોતા. કૉલેજકાળ…

વધુ વાંચો >