Posts by Jyotiben
લિગન્ના, કનિપકમ્
લિગન્ના, કનિપકમ્ (જ. 16 જુલાઈ 1935, ચિત્તૂર, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવિ અને નવલકથાકાર. તેમણે એસ. વી. યુનિવર્સિટીમાંથી તેલુગુમાં એમ.એ.ની પદવી મેળવી. તે ઉપરાંત હિંદી પ્રવીણની ડિગ્રી પણ મેળવી હતી. તેમણે અધ્યાપનકાર્ય કર્યું અને હિંદી પંડિત તરીકે નિવૃત્ત થયા. તેમણે તેલુગુમાં 23 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘પિલુપુ’ (1971), ‘શ્વેત્ચા ગાનમ્’ (1982), ‘નેનુ સૂર્યુદિના વેના’ (1989), ‘વેલુગુ’…
વધુ વાંચો >લિગુરિયન સમુદ્ર
લિગુરિયન સમુદ્ર : પશ્ચિમ ભૂમધ્ય સમુદ્રમાં આવેલો ઉત્તર તરફનો જળવિભાગ. ઇટાલીના વાયવ્ય કોણમાં આવેલો ભૂમધ્ય સમુદ્રનો ફાંટો. તે ખુલ્લા ભૂમધ્ય સમુદ્ર અને જેનોઆના અખાતની વચ્ચેનો ભાગ આવરી લે છે. ભૌગોલિક સ્થાન : 43° 30´ ઉ. અ. અને 9° 00´ પૂ. રે. આ સમુદ્ર અને જેનોઆના અખાતની ઉત્તરે ઇટાલીનો લિગુરિયા વિસ્તાર તથા તેની દક્ષિણે કૉર્સિકાનો ટાપુ…
વધુ વાંચો >લિગુરિયા (Liguria)
લિગુરિયા (Liguria) : ભૂમધ્ય સમુદ્રકાંઠે આવેલો ઇટાલીનો વિકસિત પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 44° 30´ ઉ. અ. અને 8° 50´ પૂ. રે.ની આજુબાજુનો 5,421 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ લિગુરિયન સમુદ્રને મથાળે તે ચાપ આકારે પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલો છે. તેની પહોળાઈ સરેરાશ 24 કિમી. જેટલી છે. તેની ઉત્તરે આલ્પ્સ અને એપેનાઇનનો પહાડી…
વધુ વાંચો >લિગેન્ડ ક્ષેત્રવાદ (Ligand field theory, LFT)
લિગેન્ડ ક્ષેત્રવાદ (Ligand field theory, LFT) સંક્રમણ (transition) તત્વો અથવા વિરલ મૃદા (rare earth) તત્વોનાં સંકીર્ણ સંયોજનોની રંગ અને અનુચુંબકતા (paramagnetism) જેવી અગત્યની લાક્ષણિકતાઓને લિગેન્ડ વડે થતા ઊર્જાસ્તરો(energy levels)ના વિપાટન (વિદારણ, splitting) દ્વારા સમજાવતો સિદ્ધાંત. તે સ્ફટિક-સિદ્ધાંત(crystal field theory)નું વિસ્તરણ છે. વર્નર અને તેમના સમકાલીનો તથા લુઇસ અને સિજવિકના ઇલેક્ટ્રૉનયુગ્મ(electron pair)-આબંધન (bording) અંગેનાં સંશોધનોએ એ…
વધુ વાંચો >લિગ્નાઇટ
લિગ્નાઇટ : કોલસાનો એક પ્રકાર. દુનિયાભરમાં આ પ્રકાર ‘કથ્થાઈ સોનું’ નામથી વધુ જાણીતો છે. લિગ્નાઇટ અથવા ‘કથ્થાઈ કોલસો’ (brown coal) એ ઍન્થ્રેસાઇટ અને બિટુમિનસ કોલસાની સરખામણીએ પ્રમાણમાં હલકી કક્ષાનું ઇંધન છે, જે કાષ્ઠદ્રવ્યમાંથી કોલસામાં પરિવર્તન થવાની પીટ પછીની અને નિમ્ન બિટુમિનસ કોલસાની અગાઉની વચગાળાની કક્ષાનો નિર્દેશ કરે છે. તેનો રંગ ઘેરા કથ્થાઈથી માંડીને કાળા કથ્થાઈ…
વધુ વાંચો >લિચ્છવી
લિચ્છવી : બિહારના ઉત્તર ભાગમાં (વર્તમાન મુઝફ્ફરપુર જિલ્લામાં) ઈ. પૂ. છઠ્ઠી સદીથી વસવાટ કરતી પ્રાચીન જાતિ. એમનું પાટનગર વૈશાલી હતું. ‘લિચ્છ’ નામના મહાપુરુષના વંશજ હોવાને કારણે અથવા એમણે કોઈ પ્રકારનું ચિહન (લિક્ષ) ધારણ કર્યું હોવાથી તેઓ ‘લિચ્છવી’ તરીકે ઓળખાયા એવી માન્યતા છે. ‘લિચ્છવી’ એટલે ‘પારદર્શક પાતળી ચામડીવાળા’ એવો અર્થ પણ થાય છે. આ જાતિનો ઉલ્લેખ…
વધુ વાંચો >લિઝાર્ડાઇટ (lizardite)
લિઝાર્ડાઇટ (lizardite) : સર્પેન્ટાઇન જૂથનું ખનિજ. રાસા. બં. : Mg3Si2O5(OH)4 સ્ફટિક વર્ગ : મૉનોક્લિનિક. સ્ફટિક-સ્વરૂપ : દળદાર, સૂક્ષ્મ દાણાદાર – સ્થૂળ દાણાદાર તેમજ ઘનિષ્ઠ કે નાનાં ભીંગડાં સ્વરૂપે મળે. કઠિનતા : 2.5. ઘનતા : 2.55થી 2.58. સંભેદ : (001) ફલક પર પૂર્ણ. રંગ : લીલો, શ્વેત; પારભાસક. પ્રાપ્તિસ્થિતિ : દળદાર લીલા સર્પેન્ટાઇનના ઘટક તરીકે ક્રાઇસોટાઇલ…
વધુ વાંચો >લિઝ્ત, ફેરેન્ક (Liszt, Ferenc)
લિઝ્ત, ફેરેન્ક (Liszt, Ferenc) (જ. 22 ઑક્ટોબર 1811, રેઇડિંગ, હંગેરી; અ. 31 જુલાઈ 1886, બેરુથ, જર્મની) : પ્રસિદ્ધ હંગેરિયન પિયાનોવાદક અને સંગીતનિયોજક. તેનાં શ્રેષ્ઠ સર્જનોમાં એકલા પિયાનો માટેના ટુકડા, બે પિયાનો કન્ચર્ટો, બાર સિમ્ફનિક પોએમ્સ, થોડી હંગેરિયન રહેપ્સૉડિઝ અને ચર્ચ માટેનાં સંખ્યાબંધ ખ્રિસ્તી ધાર્મિક વૃંદગાનનો સમાવેશ થાય છે. જર્મનીના રાજા પ્રિન્સ નિકોલસ એઝ્ટર્હેઝીના દરબારમાં પિતા…
વધુ વાંચો >લિટમસ
લિટમસ : દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક તે પારખવા માટે રસાયણશાસ્ત્રમાં વપરાતો જલદ્રાવ્ય રંગક. તે ઍસિડિક દ્રાવણોમાં રાતો અને બેઝિક દ્રાવણોમાં વાદળી રંગ ધારણ કરે છે. રંગનો આ ફેરફાર pH મૂલ્ય 4.5થી 8.3 (25° સે.)ની પરાસમાં થાય છે. આથી તે અનુમાપનોમાં સૂચક તરીકે યોગ્ય નથી. પણ દ્રાવણ ઍસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા માટે…
વધુ વાંચો >લિટર્જિકલ નાટક (liturgical drama)
લિટર્જિકલ નાટક (liturgical drama) : મધ્યયુગમાં, બાઇબલની કથાઓના આધારે લખાયેલ અને સંતપુરુષોના જીવન વિશેની વાત રજૂ કરતું ચર્ચમાં અથવા તો ચર્ચની નજીક ક્યાંક ભજવવામાં આવતું નાટક. અલબત્ત, આનાં મૂળ ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓના કર્મકાંડમાં હતાં; આમ છતાં આવાં નાટકો ચર્ચની સેવાઓના અનિવાર્ય અંગ તરીકે ભજવાતાં ન હતાં. લિટર્જિકલ નાટકની ભાષા સામાન્યત: લૅટિન રહેતી અને સંવાદ મોટાભાગે…
વધુ વાંચો >