Posts by Jyotiben
લાંઘણજ
લાંઘણજ : ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં આવેલું પ્રાગ્-ઐતિહાસિક સંસ્કૃતિ ધરાવતું મહત્વનું કેન્દ્ર. ગુજરાતમાં પ્રાગ્-ઐતિહાસિક શોધ સૌપ્રથમ 1893માં રૉબર્ટ બ્રૂસ દ્વારા થઈ. પ્રાગ્-ઐતિહાસિક કાળના અવશેષો શોધવા 1952, 1954, 1959 અને 1963માં લાંઘણજમાં ખોદકામો કરવામાં આવ્યાં. અહીંના અંધારિયા ટીંબાનું ખોદકામ કરતાં ઠીકરાંઓ ફક્ત સપાટી ઉપરથી જ અને એનાથી ઊંડે 0.9 મીટર સુધી જ મળ્યાં. અકીકનાં હથિયારો, ક્વૉર્ટ્ઝાઇટના ઉપલો…
વધુ વાંચો >લાંઝોઉ (લાન-ચોઉ Lanzhou)
લાંઝોઉ (લાન-ચોઉ, Lanzhou) : ઉત્તર-મધ્ય ચીનના ગાન્શુ પ્રાંતનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 36° 03´ ઉ.અ. અને 103° 41´ પૂ. રે.. મધ્યયુગ દરમિયાન તે ચીનનું પ્રવેશદ્વાર ગણાતું હતું. એ સમયગાળા વખતે પશ્ચિમ તરફ જતો વણજાર-માર્ગ ‘રેશમી માર્ગ’ તરીકે ઓળખાતો હતો, તથા આ શહેર એ માર્ગ પરનું ઘણું જ મહત્વ ધરાવતું મથક હતું. માર્કો પોલો તેમજ અન્ય…
વધુ વાંચો >લાંબડી
લાંબડી : દ્વિદળી વર્ગમાં આવેલા તંડુલીયાદિ (એમરેન્થેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Celosia argentea Linn. (સં. ભુરુંડી, શિતિવાર; હિં. શિરિયારી, સિલવારી; બં. શુનિશાક, શ્વેતમુર્ગા; મ. કુરડૂ, કોબડા; ક. કુરડૂ, ખડકલિરા; ગુ. લાંબડી, લાંપડી; ત. પન્નાકીરાઈ; તે. ગુરુગુ, પંચેચેટ્ટુ; અં. ક્વેઇલ ગ્રાસ, સિલ્વર-સ્પાઇક કોક્સ કૉમ્બ) છે. લાંબડીને ‘જાંબલી પાલખ’ પણ કહે છે. તે ટટ્ટાર, અરોમિલ…
વધુ વાંચો >લાંબા માથાવાળું લોટનું કાંસિયું (long headed flour beetle)
લાંબા માથાવાળું લોટનું કાંસિયું (long headed flour beetle) : સંગૃહીત પાક અને તેની પેદાશોને નુકસાન કરતી એક જીવાત. તેનો સમાવેશ ઢાલપક્ષ (coleoptera) શ્રેણીનાં ટેનેબ્રિયોનિડી કુળમાં થયેલ છે. તેનું વૈજ્ઞાનિક નામ Laetheticus oryzae છે. પુખ્ત કીટક દેખાવે પાતળો અને ઉપર-નીચેથી ચપટો હોય છે, જે રાતા સરસિયાને મળતો આવે છે. પુખ્ત કીટક આછા ભૂખરા કે પીળાશ પડતા…
વધુ વાંચો >લાંબી કૂદ
લાંબી કૂદ : ખેલકૂદની એક જૂની લોકપ્રિય રમત. આદિમાનવને ખોરાકની શોધમાં અને જાતરક્ષણ અર્થે દોડતાં ઘણી વાર રસ્તામાં પડી ગયેલાં ઝાડ, ખાડા તથા ઝરણાં કૂદવાં પડતાં હતાં. લાંબી કૂદ હકીકતમાં દોડવાની અને કૂદવાની ક્રિયાનો સમન્વય છે. તે એક કુદરતી પ્રવૃત્તિ છે અને ખેલકૂદની રમતોમાં સમાવેશ પામી ઑલિમ્પિક રમતોત્સવમાં પણ સ્પર્ધાનું સ્થાન પામી છે. પ્રાચીન ઑલિમ્પિક…
વધુ વાંચો >લિક ઑબ્ઝર્વેટરી, કૅલિફૉર્નિયા
લિક ઑબ્ઝર્વેટરી, કૅલિફૉર્નિયા : યુનાઇટેડ સ્ટેટ્સની એક પ્રમુખ પ્રાકાશિક (optical) વેધશાળા. યુનાઇટેડ સ્ટેટ્સમાં પહાડની ટોચ ઉપર બાંધવામાં આવેલી પહેલી વેધશાળા. તેના ટેલિસ્કોપ માઉન્ટ હૅમિલ્ટન શિખર પર આશરે 1,280 મીટર (4,200 ફૂટ) ઊંચાઈએ આવેલા છે. આ સ્થળ કૅલિફૉર્નિયામાં સાન હોઝેથી પૂર્વમાં આશરે 32 કિમી. (20 માઈલ) અંતરે આવેલું છે. હાલમાં આનો ઉપયોગ મુખ્યત્વે નિરીક્ષણ-મથક તરીકે જ…
વધુ વાંચો >લિક્ટેનસ્ટાઇન (Liechtenstein)
લિક્ટેનસ્ટાઇન (Liechtenstein) : દક્ષિણ–મધ્ય યુરોપમાં આવેલો નાનો દેશ. તે દુનિયાના સૌથી નાના દેશો પૈકીનો એક છે. ભૌગોલિક સ્થાન : તે 47° 00´ ઉ. અ. અને 9° 34´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 160 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ તરફ ઑસ્ટ્રિયા તથા દક્ષિણ અને પશ્ચિમ તરફ સ્વિટ્ઝર્લૅન્ડ આવેલા છે. તે બધી બાજુએથી ભૂમિબદ્ધ છે.…
વધુ વાંચો >લિક્વિડેટર
લિક્વિડેટર : કંપનીનું વિસર્જન (liquidation) કરવાની કાર્યવહી કરવા માટે નિમાયેલો અધિકારી. તેની નિમણૂક અદાલત અથવા શૅરહોલ્ડરો અથવા કંપનીના લેણદારો દ્વારા કરવામાં આવતી હોય છે. કંપનીને બંધ કરવાનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાં મુખ્યત્વે કાયદાકીય વિધિના પાલનમાં કંપનીની ક્ષતિઓ, દેવાં ચૂકવવાની તેની અશક્તિ, કંપનીની સ્થાપના સમયે નિશ્ચિત કરેલા સમયનું પૂરું થવું, તેના બંધારણમાં વર્ણવેલી અપેક્ષિત…
વધુ વાંચો >લિખ્ટેન્સ્ટીન, રૉય
લિખ્ટેન્સ્ટીન, રૉય (જ. 27 ઑક્ટોબર 1923, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : આધુનિક અમેરિકન ચિત્રકાર અને પૉપ આર્ટ ચળવળના પ્રણેતાઓમાંના એક. તેમણે ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ પૂરો કરીને 1949માં માસ્ટર ઇન ફાઇન આર્ટ્સની ઉપાધિ પ્રાપ્ત કરી. ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીમાં 1946થી 1951 સુધી. ન્યૂયૉર્ક સ્ટેટ યુનિવર્સિટીમાં 1957થી 1960 સુધી અને ન્યૂ જર્સીના ન્યૂ બ્રન્સ્વિક નગરની રુટ્ગર્સ યુનિવર્સિટીની ડગ્લાસ…
વધુ વાંચો >લિગડે, જયદેવીતાઈ
લિગડે, જયદેવીતાઈ (જ. 1912, સોલાપુર, મહારાષ્ટ્ર; અ. 1986) : દ્વિભાષી કવયિત્રી. બાળપણથી જ કીર્તનો અને પુરાણોના શ્રવણને લીધે તેમનાં ચિત્ત અને હૃદય બારમી સદીના કર્ણાટકના સંત શિવશરણ પ્રત્યે અત્યંત ભક્તિભાવમાં તરબોળ થઈ ગયાં. 12મા વર્ષે તેમનાં લગ્ન કરવામાં આવ્યાં. તેમનો જન્મ અને ઉછેર ખૂબ જ સંસ્કારી અને ધાર્મિક પરિવારમાં થયા હતા. તેઓ ફક્ત મરાઠીમાં પ્રાથમિક…
વધુ વાંચો >