લાહિડી, રમણ (જ. 23 ફેબ્રુઆરી 1927, કૉલકાતા) : બંગાળી નાટકકાર. તેમણે બી. કૉમ.ની ડિગ્રી મેળવી પછી સરકારી નોકરીમાં જોડાયા અને આસિસ્ટંટ મૅનેજર (જહાજ) તરીકે નિવૃત્ત થયા. ત્યારપછી તેમણે નાટકકાર તરીકે કારકિર્દી શરૂ કરી. તેમણે સંખ્યાબંધ ઑપેરા અને રેડિયોનાટકો રચ્યાં. રવીન્દ્રનાથ, બંકિમચંદ્ર, ઉપેન્દ્રનાથ વગેરેની નવલકથાઓ પરથી નાટકો બનાવ્યાં. નાટકકારોનાં ઍસોસિયેશનો રચ્યાં. નાટ્યકાર સંઘ અને નાટ્યકાર પરિષદ…

વધુ વાંચો >

લાહિરી, ઝુમ્પા (જ. 1967, લંડન) : 40 વર્ષથી ઓછી વયની 20 અમેરિકન સર્વશ્રેષ્ઠ લેખિકાઓ પૈકીનાં એક. તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. મૂળ બંગાળી માતા-પિતાનાં પુત્રી. તેમનો ઉછેર રહોડ આયર્લૅન્ડમાં થયો. તેમના પિતા ગ્રંથપાલ અને માતા શિક્ષિકા હતાં. તેમણે એ જ યુનિવર્સિટીમાંથી સર્જનાત્મક લખાણમાં અને તે પછી કમ્પેરેટિવ લિટરેચર ઍન્ડ ધી આર્ટ્સમાં એમ.એ.ની…

વધુ વાંચો >

લાહુલ અને સ્પિટી (Lahul and Spiti) : હિમાચલ પ્રદેશનો જિલ્લો. તે 32° 40´ ઉ. અ. અને 77° 15´ પૂ. રે.ની આજુબાજુનો 13,835 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.  તેની ઉત્તર સરહદે જમ્મુ-કાશ્મીર રાજ્યના લદ્દાખની સીમા, પૂર્વમાં તિબેટ (ચીન), અગ્નિકોણમાં કિન્નૌર જિલ્લો, દક્ષિણમાં કુલુ અને કાંગડા જિલ્લા અને પશ્ચિમમાં ચમ્બા જિલ્લો આવેલા છે. જિલ્લા મથકો કાયલાન્ગ…

વધુ વાંચો >

લાહોર : કરાંચી પછીના બીજા ક્રમે આવતું પાકિસ્તાનનું મોટું શહેર તથા તેના પંજાબ પ્રાંતનું પાટનગર. તે અમૃતસરથી 55 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 31° 35´ ઉ. અ. અને 74° 18´ પૂ. રે.. ભારત-પાકિસ્તાનની સરહદ નજીક તે રાવી નદીના પૂર્વ કાંઠે વસેલું છે. તે દિલ્હીથી વાયવ્યમાં 480 કિમી. અંતરે તથા રાવલપિંડીથી દક્ષિણે 257 કિમી.…

વધુ વાંચો >

લાહકર, સત્યવ્રત ભૂયા (જ. 1 માર્ચ 1922, ગૌહત્તી, આસામ) : આસામી પત્રકાર અને લેખક. 1942માં ભારતીય લશ્કર અકાદમીનો નિમણૂક-પત્ર મળ્યો અને લશ્કર(પાયદળ)માંથી મેજરપદેથી નિવૃત્ત થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિવિધ દરજ્જામાં લશ્કરી સેવા બજાવી હતી. તેમણે કલ્યાણ-અધિકારી તથા મદદનીશ પૉલિટિકલ ઑફિસર તરીકે પણ કામગીરી કરી હતી. 1953–54 દરમિયાન નેફામાં મૅજિસ્ટ્રેટ તરીકે સેવા બજાવેલી. આસામ સાહિત્ય સભાની…

વધુ વાંચો >

લાળ : મોંમાં ઝરતું પ્રવાહી. તેને લાલા (saliva) પણ કહે છે. તે મોંમાં ખૂલતી લાળગ્રંથિઓ(લાલાગ્રંથિઓ, salivary glands)માં ઉત્પન્ન થઈને નળી દ્વારા મોઢામાં આવે છે. લાળગ્રંથિઓની મુખ્ય 3 જોડ છે – શુકસમ (parotid), અવ-અધોહન્વી (sub-manditular) અને અવજિહવાકીય (sublingual). તે અનુક્રમે ગાલના પાછળના ભાગમાં અને કાનની નીચે, નીચલા જડબાની નીચે અને જીભની નીચે આવેલી છે. આ ઉપરાંત…

વધુ વાંચો >

લાંગ : દ્વિદળી વર્ગમાં આવેલા ફૅબેસી કુળના ઉપકુળ પૅપિલિયો-નૉઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Lathyrus sativus Linn. (હિં. ખેસારી, લાત્રી; બં. ખેસારી; મ. લાખ; ગુ. લાંગ; અં. ચિંકલિંગ વેચ, ગ્રાસ પી) છે. તે બહુશાખી, ઉપોન્નત (sub-erect) એકવર્ષાયુ જાતિ છે અને કઠોળ તથા ચારા માટે ખાસ કરીને ઉત્તર, મધ્ય અને પશ્ચિમ ભારતમાં 1,200 મી.ની ઊંચાઈ સુધી…

વધુ વાંચો >

લાંગના રોગો : લાંગ (Lathyrus sativus grass-pea) નામના કઠોળને થતા રોગો. લાંગ દેખાવમાં વટાણા જેવો હોય છે. તેના બીજમાં આવેલ ચરબી-તેલ ઝેરી હોવાથી વારંવાર તેનું પ્રાશન કરનાર વ્યક્તિ મોટેભાગે કલયખંડ (lathyrism) રોગથી પીડાય છે. ઉત્તર ભારતનાં રાજ્યોમાં લાંગમાં રહેલાં ઝેરી રસાયણો દૂર કરવાનું સંશોધન ચાલુ છે. ફૂગના ચેપથી લાંગમાં સુકારો અને પાનનાં ટપકાં/ઝાળરોગ રોગો જોવા…

વધુ વાંચો >

લાંગવિકાર (lathyrism) : લાંગ (કેસરી) દાળના આહારથી થતો પીડાકારક સ્નાયુ-અધિકુંચસજ્જતાયુક્ત (spastic) પગના લકવાનો રોગ. મધ્ય ભારતના મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ખોરાકમાં દાળ તરીકે કેસરી (લાંગની) દાળનો ઉપયોગ કરતી વસ્તીમાં આ રોગ થાય છે. તેનું શાસ્ત્રીય નામ Lathyrus sativus છે. ભારતમાં તેને કેસરી દાળ, લાંગની દાળ, તેઓરા, મત્રા, બટુરા, ઘરસ, લાખ અને લેત્રીદાળ તરીકે પણ ઓળખવામાં…

વધુ વાંચો >

લાંગ્લોઇ, હેન્રી (Langlois, Henri) (જ. 13 નવેમ્બર 1914, સ્મીર્ના, તુર્કી; અ. 1977) : ચલચિત્રોના ઇતિહાસની શ્રેણીબદ્ધ ઘટનાઓ તથા તેને લગતા દસ્તાવેજોના શકવર્તી સંગ્રાહક અને દફતરપાલ (આર્કેઇસ્ટ). જ્યારે તેઓ શાળામાં ભણતા હતા ત્યારથી જ જે મળે તે જૂનાં ચલચિત્રોના ટુકડા એકઠા કરવાનો શોખ હતો. 1935માં તેમણે ‘સર્કલ દ સિનેમા’ નામની એક નાનકડી ક્લબની સ્થાપના કરી. ત્યાં…

વધુ વાંચો >