લા સીબા (La Ceiba) : હૉન્ડુરાસનું મુખ્ય બંદર. તે કૅરિબિયન સમુદ્રને કાંઠે હૉન્ડુરાસની ઉત્તરે 185 કિમી.ને અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 15° 47´ ઉ. અ. અને 86° 50´ પ. રે.. તે ઉત્તર અને ઈશાન હૉન્ડુરાસની પેદાશો માટેનું વિતરણકેન્દ્ર છે. અહીં પગરખાં, સિગાર, સાબુ અને કોપરેલનું ઉત્પાદન લેવાય છે. અહીંની મુખ્ય નિકાસી ચીજોમાં અબાકા રેસા…

વધુ વાંચો >

લાસેન પીક (શિખર) : ઈશાન કૅલિફૉર્નિયામાં આવેલા કાસ્કેડ પર્વતોના દક્ષિણ છેડા નજીક આવેલો 3,187 મીટર ઊંચાઈ ધરાવતો પર્વત. તે સૅક્રેમેન્ટોથી ઉત્તરે 217 કિમી.ને અંતરે આવેલો છે. અલાસ્કા અને હવાઈને બાદ કરતાં આ પર્વત-શિખર યુ.એસ.ના માત્ર બે જ્વાળામુખીઓ પૈકીનું એક છે, ક્યારેક તેમાં પ્રસ્ફુટન થયું હશે. તે વાયવ્ય યુ.એસ.થી કૅનેડાની સરહદ સુધી વિસ્તરેલા જ્વાળામુખીઓની હાર પૈકીનો…

વધુ વાંચો >

લાસો, ઑર્લાન્ડો (Lasso, Orlando) (જ. 1530થી 1532 વચ્ચે, મોંસ, સ્પૅનિશ હેઇનુર; અ. 14 જૂન 1594, મ્યૂનિક) : યુરોપિયન રેનેસાં-સંગીત પર ઘેરી છાપ મૂકી જનાર ફ્લેમિશ રેનસાં-સંગીતકાર. મોંસમાં સેંટ નિકોલસ કેથીડ્રલમાં એક કૉઇરબૉય તરીકે તેઓ એટલું તો સુંદર ગાતા હતા કે તેઓ હજી સાવ બાળક જ હતા ત્યારે જ અન્ય કૉઇર્સે (ગાયકવૃંદોએ) ત્રણ વાર તેમનું અપહરણ…

વધુ વાંચો >

લાસ્કી, હૅરોલ્ડ જૉસેફ (જ. 30 જૂન 1893, માંચેસ્ટર, ઇંગ્લૅન્ડ; અ. 24 માર્ચ 1950, લંડન) : બ્રિટિશ રાજ્યશાસ્ત્રી, જાણીતા પ્રાધ્યાપક અને શિક્ષણકાર તથા બ્રિટિશ મજૂર પક્ષના અગ્રણી સભ્ય. સુખી અને સંપન્ન કુટુંબમાં જન્મેલા લાસ્કીને તેમના પિતા આદર્શ પુત્ર બનાવવા ચાહતા હતા, પરંતુ તેઓ પ્રકૃતિથી જ વિદ્રોહી વિચારશૈલી ધરાવતા હતા. આથી જરીપુરાણા યહૂદી કર્મકાંડને સ્થાને તેમણે આધુનિક…

વધુ વાંચો >

લાસ્કુ, ગ્રોત્તે (Lascaux, Grotte) : અત્યાર સુધીમાં મળી આવેલી  વિશ્વની સૌથી વધુ પ્રભાવક પ્રાગૈતિહાસિક કલા ધરાવતી ગુફાઓમાંની એક. ફ્રાન્સના દોર્દોન્યે (Dordogne) પ્રદેશમાં મોન્તિન્યા (Montingaue) નજીક વીઝેરી (Vezere) ખીણમાં તે આવેલી છે. 1940ના સપ્ટેમ્બરમાં ચાર જવાન પુરુષોએ આ ગુફા શોધી કાઢેલી. એક મુખ્ય પોલાણ ઉપરાંત અસંખ્ય ઊંડી અને ઊભી ગૅલરીઓ ધરાવતી આ ગુફાની સમગ્ર છતો ને…

વધુ વાંચો >

લાસ્ટ ટૅન્ગો ઇન પૅરિસ : ચલચિત્ર. ભાષા : અંગ્રેજી. રંગીન. નિર્માણ-વર્ષ : 1973. નિર્માણ-સંસ્થા : પી.ઇ.એ. સિનેમેટોગ્રાફિકા (રોમ) અને લે આર્ટિસ્ટ્સ એસોસિઝ (પૅરિસ). નિર્માતા : આલ્બર્ટો ગ્રિમાલ્ડી. દિગ્દર્શક : બર્નાર્ડો બર્તોલુસી. પટકથા : બર્નાર્ડો બર્તોલુસી, ફ્રૅન્કો આર્કાલી. કથા : બર્નાર્ડો બર્તોલુસીની વાર્તાના આધારે.  છબિકલા : વિત્તોરિયો સ્ટોરારો. સંગીત : ગેટો બાર્બિયરી. મુખ્ય કલાકારો : માલૉર્ન…

વધુ વાંચો >

લાસ્ટમૅન, પીટર (Lastman, Pieter) (જ. 1583, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ; અ. 1633, ઍમ્સ્ટરડૅમ, નેધરલૅન્ડ્ઝ) : ગ્રેકો-રોમન પુરાકથાઓ અને ખ્રિસ્તી ધર્મની કથાઓનું બરોક-શૈલીમાં ચિત્રણ કરનાર ડચ ચિત્રકાર. મહાન ચિત્રકાર રેમ્બ્રાંના ગુરુ હોવા બદલ એમને અપૂર્વ નામના મળેલી. મૅનરિસ્ટ શૈલીના ચિત્રકાર કોર્નેલિસ ફાન હાર્લેમ પાસેથી તેમણે ચિત્રકલાની તાલીમ મેળવી. એ ઉપરાંત હાર્લેમ નગરના બીજા એક ચિત્રકાર હેન્રિક ગૉલ્ટ્ઝયસનો પ્રભાવ…

વધુ વાંચો >

લાસ્ટ લાફ, ધ : મૂક ચલચિત્ર. શ્વેત અને શ્યામ. નિર્માણ-વર્ષ : 1924. દિગ્દર્શક : એફ. ડબ્લ્યૂ. મૂરનાઉ (F. W. Murnau). પટકથા : કાર્લ મેયર. છબિકલા : કાર્લ ફ્ર્યુન્ડ. મુખ્ય કલાકારો : એમિઇલ જેનિંગ્ઝ, માલી ડેલ્શૉફ્ટ (Maly Delschaft), મૅક્સ હિલર, હૅન્સ અન્ટરકિર્ચન (Hans Unterkirchen). જર્મનીના ખ્યાતનામ યુએફએ સ્ટુડિયોમાં નિર્માણ પામેલા આ મૂક ચિત્રમાં દિગ્દર્શકે ભાષાના ઉપયોગ…

વધુ વાંચો >

લા સ્ટ્રાડા : ચલચિત્ર. ભાષા : ઇટાલિયન. શ્વેત અને શ્યામ. નિર્માણવર્ષ : 1954. નિર્માતા : કાર્લો પૉન્ટી, ડિનો દ લૉરેન્ટિસ. દિગ્દર્શક : ફ્રેડરિકો ફેલિની. પટકથા : ફ્રેડરિકો ફેલિની, તુલિયો પિનેલી, એનિયો ફલેયાનો. કથા : ફેનિલી અને પિનેલીની વાર્તા પર આધારિત. છબિકલા : ઑતેલો માર્તેલી. સંગીત : ફ્રેન્કો ફેરારા. મુખ્ય કલાકારો : ઍન્થની ક્વિન, ગ્યુલિયેતા માસિના,…

વધુ વાંચો >

લા સ્પેઝિયા (La Spezia) : ઉત્તર ઇટાલીના પૂર્વ લિગુરિયામાં આવેલો પ્રાંત અને તે જ નામ  ધરાવતું શહેર. ભૌગોલિક સ્થાન : તે 44° 07´ ઉ. અ. અને 9° 50´ પૂ. રે.ની આજુબાજુનો 883 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ પ્રાંત લિગુરિયન સમુદ્રના ભાગરૂપ જિનોઆના પૂર્વ કાંઠે આવેલો છે. તે વારા નદીના થાળાથી મેગા નદીના હેઠવાસનો…

વધુ વાંચો >