Posts by Jyotiben
લાતુર
લાતુર : મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું નગર. ભૌગોલિક સ્થાન : તે આશરે 17° 50´ થી 18° 50´ ઉ. અ. અને 76° 10´ થી 77° 10´ પૂ. રે. વચ્ચેનો આશરે 7,157 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બીડ અને પરભણી જિલ્લા, ઈશાન અને પૂર્વમાં નાંદેડ, પૂર્વ અને અગ્નિકોણમાં કર્ણાટક…
વધુ વાંચો >લા તૂર, જ્યૉર્જ દ (La Toor, George de)
લા તૂર, જ્યૉર્જ દ (La Toor, George de) (જ. 19 માર્ચ 1593, લૉરેઇન, ફ્રાન્સ; અ. 30 જાન્યુઆરી 1652, લૉરેઇન, ફ્રાંસ) : કાળી ડિબાંગ રાતમાં મીણબત્તીનો પ્રકાશ ચીતરવા માટે જાણીતો ફ્રેન્ચ બરોક-ચિત્રકાર. એવું માનવામાં આવે છે કે તરુણાવસ્થામાં લા તૂરે ક્લોદ દોગોઝ નામના ચિત્રકાર પાસે તાલીમ લીધેલી. ફ્રાંસનો રાજા લૂઈ તેરમો તેના પ્રારંભિક ઘરાકોમાંનો એક હતો.…
વધુ વાંચો >લા તૂર, મૉરિસ ક્વેન્તીન દ
લા તૂર, મૉરિસ ક્વેન્તીન દ (જ. 5 સપ્ટેમ્બર 1704, સેંત ક્વેન્તીન, ફ્રાન્સ; અ. 17 ફેબ્રુઆરી 1788, સેંત ક્વેન્તીન, ફ્રાન્સ) : મૂળભૂત વ્યક્તિગત લાક્ષણિકતાઓ સાથે જીવંત જણાતાં (વ્યક્તિ)ચિત્રો સર્જવા માટે ખ્યાતનામ બનેલો ફ્રેન્ચ ચિત્રકાર. જાક સ્પૉદ નામના ફ્લેમિશ ચિત્રકાર પાસે પૅરિસમાં તાલીમ લીધી. 1737માં ફ્રેન્ચ સેલોંમાં તેણે 150 વ્યક્તિચિત્રોનું વૈયક્તિક પ્રદર્શન કર્યું. આ પ્રદર્શનનાં કેટલાંક વ્યક્તિચિત્રો…
વધુ વાંચો >લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (L. D. Institute of Indology)
લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (L. D. Institute of Indology) : આગમ પ્રભાકર મુનિશ્રી પુણ્યવિજયજીની પ્રેરણાથી અને અમદાવાદના લાલભાઈ પરિવારના સક્રિય સહયોગથી શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ સને 1956માં લાલભાઈ દલપતભાઈની સ્મૃતિમાં આ સંસ્થાની સ્થાપના કરી. મુનિશ્રી પુણ્યવિજયજીએ દસ હજાર પ્રાચીન હસ્તપ્રતો અને સાત હજાર અપ્રાપ્ય પુસ્તકો સંસ્થાને શરૂઆતમાં ભેટ આપ્યાં હતાં. સંસ્થાના મુખ્ય ચાર ઉદ્દેશો છે…
વધુ વાંચો >લાદીખડક (free stone)
લાદીખડક (free stone) : જળકૃત ખડક-પ્રકાર. વિશેષે કરીને ભારતમાં ઘણા લાંબા સમયથી ફરસબંધી માટે વપરાતા રહેલા સમચોરસ કે લંબચોરસ પથ્થરોને માટે અપાયેલું વેપારી નામ. સામાન્યત: 1 સેમી.થી 10 સેમી. જાડાઈવાળાં પડોમાં જે ખડક સરળતાથી વિભાજિત થઈ શકે અને ફરસબંધી માટે યોગ્ય નીવડી શકે એવો હોય તેને લાદીખડક કહેવાય છે. ઈંટ જેવા રંગમાં મળતા અબરખ-પતરીધારક રેતીખડકો…
વધુ વાંચો >લાદેન, ઓસામા બિન
લાદેન, ઓસામા બિન (જ. 10 માર્ચ 1957, રિયાધ, સાઉદી અરેબિયા; અ. 2 મે 2011, અબોટાબાદ, પાકિસ્તાન) : વિશ્વનો કુખ્યાત આતંકવાદી, અલ-કાયદાના આતંકવાદી સંગઠનનો સ્થાપક અને અમેરિકાનો મહાશત્રુ. તેના ગર્ભશ્રીમંત પિતા સાઉદી અરેબિયામાં મકાન-બાંધકામનો વ્યવસાય કરતા હતા અને ત્યાંના શાહી કુટુંબ સાથે ઘરોબો ધરાવતા હતા. 1960માં તેના પિતાનું અવસાન થયું ત્યારે આશરે 300 કરોડ ડૉલરની સંપત્તિ…
વધુ વાંચો >લાન્ઝા, ડેલ વાસ્તો
લાન્ઝા, ડેલ વાસ્તો (જ. ? 1901, સેન વીટો ડી. નૉર્મન્ની, ફ્રાન્સ; અ. ? 1983, સ્પેન) : ફ્રાન્સના ગાંધી તરીકે જાણીતા અને ભારત બહાર ગાંધીવિચાર અને વ્યવહારનો ફેલાવો કરનાર નિષ્ઠાવાન ફ્રેંચ માનવતાવાદી ચિંતક અને સમાજસેવક. પિતૃપક્ષે સિસિલી અને માતૃપક્ષે બેલ્જિયમના રાજવંશમાં પેદા થયા હતા, પરંતુ નાનપણથી તેમને જીવનનું રહસ્ય શોધવામાં રસ હતો. વિદ્યાર્થી તરીકે તેઓ તેજસ્વી…
વધુ વાંચો >લા પાઝ
લા પાઝ : બોલિવિયાનું રાજકીય પાટનગર તથા સૌથી મોટું શહેર. તે ટીટીકાકા સરોવરથી આશરે 68 કિમી. અગ્નિખૂણે લગભગ 16° 20´ દ. અક્ષાંશવૃત્ત તથા 68° 10´ પ. રેખાંશવૃત્ત પર આવેલું છે. ઈ. સ. 1548માં કપ્તાન ઍલોન્સો દ મેન્ડોઝા (Alanso de Mendoza) દ્વારા તેની સ્થાપના થઈ હતી. લા પાઝ, ઍન્ડિઝ ગિરિમાળા સંલગ્ન બોલિવિયાના ઉચ્ચપ્રદેશ પર સમુદ્રસપાટીથી લગભગ…
વધુ વાંચો >લા પેરૂઝની સામુદ્રધુની (La Perouse Strait)
લા પેરૂઝની સામુદ્રધુની (La Perouse Strait) : રશિયાના સખાલીન ટાપુઓ અને જાપાનના હોકાઇડો વચ્ચે આવેલો આંતરરાષ્ટ્રીય જળમાર્ગ. ભૌગોલિક સ્થાન : આશરે 45° 45´ ઉ. અ. અને 142° 0´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. રશિયન નામ ‘પ્રોલીવ લા પેરૂઝા’, જાપાની નામ ‘સોયા કાઇકિયો’. આ નામ ફ્રેન્ચ અભિયંતા ઝાં ફ્રાન્ક્વા દ ગૅલપે કૉમ્તે દ લા પેરૂઝની યાદમાં પાડેલું…
વધુ વાંચો >લાપોટિયું (mumps)
લાપોટિયું (mumps) : પરાશ્લેષ્મવિષાણુથી થતો અને થૂંક-બિન્દુઓથી ફેલાતો લાળગ્રંથિઓનો ચેપ કે જે ક્યારેક શુક્રપિંડ, મગજના આવરણરૂપ તાનિકાઓ (meninges), સ્વાદુપિંડ અને અંડપિંડને પણ અસર કરે છે. તેને ગાલપચોળું તથા તાપોલિયું પણ કહે છે. તેને શાસ્ત્રીય રીતે લાલાગ્રંથિશોથ (inflammation of salivary glands) કહેવાય છે. તેના રોગકારક વિષાણુને લાલાકશોથ વિષાણુ (mumps virus) કહે છે. તેના ચેપકારક વિષાણુઓ સાથેના…
વધુ વાંચો >