Posts by Jyotiben
રૉસીની, જ્યૉઆકિનો ઍન્તોનિયો (Rossini, Gioacchino Antonio)
રૉસીની, જ્યૉઆકિનો ઍન્તોનિયો (Rossini, Gioacchino Antonio) (જ. 29 ફેબ્રુઆરી 1792, પેસારો, ઇટાલી; અ. 13 નવેમ્બર 1668, પૅરિસ નજીક પેસી, ફ્રાન્સ) : કૉમિક ઑપેરા માટે પ્રખ્યાત ઇટાલિયન ઑપેરાસર્જક. ગુસેપે રૉસીની (Giuseppe Rossini) નામના ગરીબ ટ્રમ્પેટ-વાદક અને ઑપેરામાં ગૌણ પાત્રો ભજવતી આના ગ્યીદારિની નામની ગાયિકાનો તે પુત્ર. એથી રૉસીનીના બાળપણની શરૂઆત જ રંગમંચ ઉપર થઈ. વિદ્યાર્થી તરીકે…
વધુ વાંચો >રોસેતી, દાંતે ગૅબ્રિયલ (Rosetti, Dante Gabrial)
રોસેતી, દાંતે ગૅબ્રિયલ (Rosetti, Dante Gabrial) (જ. 12 મે 1828, લંડન, બ્રિટન; અ. 9 એપ્રિલ 1882, કેન્ટ, બ્રિટન) : ‘પ્રિરફાયેલાઇટ બ્રધરહૂડ’ નામના ચિત્રકાર-સંગઠનના સ્થાપક અંગ્રેજ ચિત્રકાર અને કવિ. કિંગ્સ કૉલેજમાં 1836થી 1841 સુધી જળરંગી ચિત્રકાર જૉન સેલ કોટમેન પાસે ચિત્રકલાની તાલીમ લીધી. એ પછી છેક 1845 સુધી સેન્ટ્રલ લંડનમાં બ્લૂમ્સ્બરી ખાતે સાસ નામની ડ્રૉઇંગ સ્કૂલમાં…
વધુ વાંચો >રૉસો, જિયૉવાની બૅત્તિસ્તા દ જૉકૉપો
રૉસો, જિયૉવાની બૅત્તિસ્તા દ જૉકૉપો (જ. 8 માર્ચ 1495, ફ્લૉરેન્સ; અ. 14 નવેમ્બર 1540, પૅરિસ) : રીતિવાદી શૈલીના ઇટાલિયન ચિત્રકાર. તેમનાં અન્ય નામો છે રૉસો ફિયૉરેન્તિનો અને ઇલ રૉસો. આન્દ્રે દેલ સાર્તોના સ્ટુડિયોમાં રૉસોએ ચિત્રકલાની પ્રારંભિક તાલીમ મેળવી. આ દરમિયાન તેમના સમકાલીન ચિત્રકાર પૉન્ટૉર્મો પણ તેમના સહાધ્યાયી હતા. આ તાલીમ દરમિયાન રૉસો અને પૉન્ટૉર્મો બંનેએ…
વધુ વાંચો >રોસ્ટોવ, વૉલ્ટ વ્હિટમન
રોસ્ટોવ, વૉલ્ટ વ્હિટમન (જ. 1916) : આર્થિક વિકાસના ક્ષેત્રમાં વિશિષ્ટ યોગદાન માટે જાણીતા બનેલા અર્થશાસ્ત્રી. ઉચ્ચ શિક્ષણ યેલ તથા ઑક્સફર્ડ યુનિવર્સિટીઓમાં લીધું હતું. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં રહોડ્ઝ સ્કૉલર તરીકે દાખલ થયેલા. બીજા વિશ્વયુદ્ધ(1939–45)ના ગાળામાં વ્યૂહાત્મક સેવાઓ (strategic services) પૂરી પાડતા યુદ્ધ વિષયક કાર્યાલયમાં અને ત્યારબાદ 1945–46 વર્ષ દરમિયાન અમેરિકાના વિદેશ ખાતામાં જર્મન-ઑસ્ટ્રિયન આર્થિક બાબતોની શાખામાં સેવાઓ…
વધુ વાંચો >રૉસ્ટ્રોપોવિચ, સ્તિલાવ લિયોપોલ્ડૉવિચ
રૉસ્ટ્રોપોવિચ, સ્તિલાવ લિયોપોલ્ડૉવિચ (જ. 27 માર્ચ 1927, બાકુ, આઝરબૈજાન) : આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવવામાં પાબ્લો કેસાલ્સ પછીના શ્રેષ્ઠ ચેલો(cello)વાદક, પિયાનોવાદક અને વાદ્યવૃંદ-સંચાલક. સંગીતકાર માતાપિતાએ સ્તિલાવને પિયાનો અને ચેલો વગાડવાની તાલીમ આપેલી. પછી એ મૉસ્કો કોન્ઝર્વેટરીમાં સંગીતના વિદ્યાર્થી તરીકે જોડાયા અને 1943થી 1948 સુધી ત્યાં અભ્યાસ કર્યો. ચેલો વગાડવા માટે 1951માં તેમને સ્ટૅલિન પ્રાઇઝ મળ્યું હતું. 1956માં…
વધુ વાંચો >રૉસ્તાં, એડમંડ
રૉસ્તાં, એડમંડ (જ. 1 એપ્રિલ 1868, માર્સેલ, ફ્રાન્સ; અ. 2 ડિસેમ્બર 1918, પૅરિસ) : ફ્રેન્ચ નાટ્યકાર. વાસ્તવવાદની જ્યારે બોલબાલા હતી તે સમયમાં રૉસ્તાંનાં નાટકો ભાવકોને રોમૅન્ટિક આલમમાં લઈ જતાં હતાં. જોકે એમનાં નાટકોમાં બાહ્ય અને આંતરદૃષ્ટિએ દેશદાઝ ભરપૂર હતી. ‘સાયરેનો દ બર્જરેક’ (1897) અને ‘લૅગ્લૉં’(1900)માં વતનપ્રેમની અભિવ્યક્તિનો સ્પષ્ટ સૂર સંભળાય છે. ‘લે દો પિરોત્ઝ’(1891)નો સ્વીકાર…
વધુ વાંચો >રોહડિયા, રતુદાન બાણીદાન, ‘દેવહંસ’
રોહડિયા, રતુદાન બાણીદાન, ‘દેવહંસ’ (જ. 11 સપ્ટેમ્બર 1937, સુમરી, જિ. જામનગર; અ. 17 ફેબ્રુઆરી 2008, રાજકોટ) : નવલકથાકાર, વાર્તાકાર, સંપાદક અને વિવિધ સાહિત્યના અઠંગ અભ્યાસી. માત્ર બે ધોરણનું ઔપચારિક શિક્ષણ. બાળપણથી જ બહેરા-મૂંગા હોવાથી ગૃહઅભ્યાસથી ચારણી સાહિત્યની વેરવિખેર પડેલી હસ્તપ્રતો એકત્ર કરવાનું બીડું ઝડપ્યું. તેને માટે સમગ્ર ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ખૂબ…
વધુ વાંચો >રોહતક
રોહતક : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લા-મથક. ભૌગોલિક સ્થાન : તે 28° 56´ ઉ. અ. અને 76° 34´ પૂ. રે.ની આજુબાજુનો 1,745 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે જિંદ અને પાણીપત જિલ્લા, પૂર્વમાં સોનીપત અને પાટનગર દિલ્હી, અગ્નિમાં ગુરગાંવ, દક્ષિણે રેવાડી, પશ્ચિમે ભિવાની તથા વાયવ્યમાં હિસાર જિલ્લા આવેલા છે.…
વધુ વાંચો >રોહતાસ
રોહતાસ : બિહાર રાજ્યના પશ્ચિમ ભાગમાં પટણા વિભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 24° 57´ ઉ. અ. અને 84° 02´ પૂ. રે. આજુબાજુનો 3,851 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં બક્સર અને ભોજપુર, પૂર્વમાં જહાનાબાદ અને ઔરંગાબાદ, દક્ષિણે પાલામાઉ અને ગરવા તથા પશ્ચિમે ભાબુઆ જિલ્લા આવેલા છે. જિલ્લાના મધ્યભાગમાં આવેલું સસારામ તેનું…
વધુ વાંચો >રોહરા, સતીશકુમાર
રોહરા, સતીશકુમાર [જ. 15 ઑગસ્ટ 1929, દાદુ, સિંધ (હાલ પાકિસ્તાન)] : સિંધી અને હિંદી ભાષાના પંડિત. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા ખાં કવિતા તાઈં’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ. અને ભાષાવિજ્ઞાનમાં સ્નાતકોત્તર ડિપ્લોમા અને પુણે યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1990થી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સિંધોલોજી આદિપુર-ગાંધીધામના…
વધુ વાંચો >