રુધિરી સંવર્ધન (blood culture) : લોહીમાં ભ્રમણ કરતા સૂક્ષ્મજીવોને સંવર્ધન-માધ્યમ (culture medium) દ્વારા ઉછેરીને તેમની હાજરી તથા ઍન્ટિબાયૉટિક ઔષધો વડેની તેમની વશ્યતા જાણવાની ક્રિયા. જ્યારે કોઈ દર્દીને હૃદયના વાલ્વ(કપાટ)નો ચેપ લાગ્યાની શંકા હોય, દર્દીને આવતા તાવનું કારણ જાણમાં ન હોય અથવા પ્રતિરક્ષાની ઊણપ (immunodeficiency) ધરાવતા કે તે સિવાયના તીવ્ર ચેપથી પીડાતા દર્દીના નિદાન માટે તેના…

વધુ વાંચો >

રુન્કૉર્ન સ્ટેનલી કીથ (જ. 19 નવેમ્બર 1922, સાઉથ પૉર્ટ, લકેશાયર, ઇંગ્લૅન્ડ; અ. 5 ડિસેમ્બર 1955, સેન ડિયેગો, યુનાઈટેડ્ સ્ટેટ્સ) : પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના આવર્તક ઉત્ક્રમણો (reversals)નો પુરાવો આપનાર પ્રથમ બ્રિટિશ ભૂભૌતિક વિજ્ઞાની (geophysicist). આવા ઉત્ક્રમણને ભૂભૌતિક ધ્રુવીય (polar) ઉત્ક્રમણ તરીકે પણ ઓળખવામાં આવે છે. 1956થી 196૩ સુધી તે ડર્હાહામ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાન વિભાગના નિયામક તરીકે રહ્યા…

વધુ વાંચો >

રુન્ટસ્ટેટ, કાર્લ રુડૉલ્ફ ગેર્ટ વૉન (જ. 12 ડિસેમ્બર 1875, એસ્ચેર્સ્લેબેન, મેગ્ડેબર્ગ, જર્મની; અ. 24 ફેબ્રુઆરી 195૩, હૅનોવર) : જર્મન ફીલ્ડ-માર્શલ. તેઓ જર્મન લશ્કરી અધિકારી કૉરના પિતા સમાન અને હિટલરના વડપણ હેઠળના પ્રશિયન જનરલોની જૂની પરંપરાના છેલ્લા અધિકારી હતા. ઉમરાવ પરિવારમાં જન્મ. ઇમ્પીરિયલ આર્મીમાં અધિકારીનો દરજ્જો પામ્યા. પ્રથમ વિશ્વયુદ્ધ વખતે તેમણે લશ્કરી સેવા બજાવી અને 19૩0ના…

વધુ વાંચો >

રુપર : પંજાબના અંબાલા જિલ્લામાં સતલજ નદીના કાંઠે આવેલું હડપ્પાકાલીન સભ્યતાનું એક નોંધપાત્ર કેન્દ્ર. આર્કિયોલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયાના આશ્રયે ડૉ. વાય. ડી. શર્માના માર્ગદર્શન નીચે 195૩થી 1955 દરમિયાન અહીં ઉત્ખનન કરવામાં આવ્યું હતું. હડપ્પાકાલથી માંડીને મુઘલકાલ સુધીના પુરાવશેષો અહીંથી પ્રાપ્ત થયા છે. હડપ્પાકાલથી વર્તમાનકાલ સુધીના જુદા જુદા છ સ્તર અવશેષોને આધારે ઓળખાયા છે. શરૂઆતના બે…

વધુ વાંચો >

રુપ્પિયા : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા રુપ્પિયેસી કુળની એક પ્રજાતિ (genus). પહેલાં આ પ્રજાતિને નાયાડેસી કુળમાં મૂકવામાં આવી હતી. રુપ્પિયાનાં લક્ષણો નાયાસ પ્રજાતિ કરતાં જુદાં પડતાં હોવાથી તેનું નવા કુળમાં સ્થાપન યથાર્થ ઠરે છે. આ પ્રજાતિ સામાન્યત: ખાડીના ખારા પાણીમાં ઊગે છે. તેનો ભૂમિગત દ્વિશાખી પ્રકંદ (root stock) પાણીને તળિયે રેતીમાં સમાંતરે વિકસે છે. પર્ણો…

વધુ વાંચો >

રુબાઈ : ઈરાની કાવ્યપ્રકાર. ‘રુબાઈ’ શબ્દ અરબી ભાષાનો છે. તેની ઉત્પત્તિ મૂળ ધાતુ ‘રુબ્અ’ પરથી થઈ છે. તેનો અર્થ ‘ચાર’ થાય છે. તે 4 ચરણોનું હોવાથી રુબાઈ તરીકે ઓળખાય છે. મહંમદ બિન કયસી રાઝીએ તેનાં ‘કોલ’, ‘તરાના’, ‘ગઝલ’, ‘દોબયતી’, ‘રુબાઈ’ વગેરે નામો આપેલાં છે. રુબાઈની ઉત્પત્તિ ઈરાનના સફ્ફારી (ઈ. સ. 868–90૩) અને સામાની વંશમાં (ઈ.…

વધુ વાંચો >

રુબિન્સ્ટીન, ઍન્તૉન ગ્રિગૉરિયેવિચ (જ. 28 નવેમ્બર 1829, વિખ્વેટિનેટ્સ, પ્રાંત પોડોલિયા, રશિયા; અ. 20 નવેમ્બર 1894, પીટ ર્હોફ, રશિયા) : ઓગણીસમી સદીના સૌથી મહાન રશિયન પિયાનિસ્ટ સ્વરનિયોજક. રુબિન્સ્ટીનના પિતા મૉસ્કોમાં નાનકડી ફૅક્ટરી ધરાવતા હતા. રુબિન્સ્ટીન તથા તેનો ભાઈ નિકોલય, બંનેને પહેલાં માતાએ તથા પછી ઍલેક્ઝાન્ડર વિલોઇન્ગે પિયાનો વગાડતાં શીખવ્યું. 18૩9માં રુબિન્સ્ટીને પોતાનો પ્રથમ જાહેર કાર્યક્રમ મૉસ્કોમાં…

વધુ વાંચો >

રુબિયા, કાર્લો (જ. ૩1 માર્ચ 19૩4, ગોરિઝિયા, ઇટાલી) : મંદ આંતરક્રિયાના સંવાહકો તરીકે ક્ષેત્ર-કણો (field-particles) W અને Zની શોધ બદલ સાઇમન વાન દર મીર સાથે 1984નો નોબેલ પુરસ્કાર મેળવનાર ઇટાલિયન ભૌતિકવિજ્ઞાની. કાર્લોએ સ્નાતક સુધીનું શિક્ષણ કોલંબિયા અને રોમ યુનિવર્સિટીમાંથી લીધું. 1960થી તેમણે CERN(જિનીવા)માં સંશોધક ભૌતિકવિજ્ઞાની તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ તેમણે 1989થી 1994ના ગાળા દરમિયાન તેના…

વધુ વાંચો >

રુબિયેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બેંથામ અને હુકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ : દ્વિદળી, ઉપવર્ગ : યુક્તદલા (Gamopetalae), શ્રેણી : અધ:સ્ત્રીકેસરી (Inferae), ગોત્ર : રુબિયેલ્સ, કુળ : રુબિયેસી. આ કુળમાં ક્રૉન્ક્વિસ્ટના મતાનુસાર 500 પ્રજાતિઓ (genera) અને 6,520 જેટલી જાતિઓ(species)નો સમાવેશ થયેલો છે. તેનું ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિપુલ…

વધુ વાંચો >

રુબ્લિયૉવ, આન્દ્રેઇ (જ. આશરે 1360થી 1370, રશિયા; અ. આશરે 1430, રશિયા) : મધ્યયુગની રશિયન ચિત્રકલાના સૌથી વધુ પ્રસિદ્ધ અને શ્રેષ્ઠ ચિત્રકારોમાંના એક. મધ્યયુગમાં ગ્રીસથી રશિયા આવી વસેલા અને ‘થિયોપેન્સ ધ ગ્રીક’ નામે જાણીતા બનેલા મહાન ચિત્રકારના તેઓ મદદનીશ બન્યા; આથી તેમણે ગ્રીસ અને કૉન્સ્ટૅન્ટિનોપલમાં તત્કાલ પ્રવર્તમાન ખ્રિસ્તી ધાર્મિક મૂર્તિગત લક્ષણવિદ્યા, લક્ષણશાસ્ત્ર (iconography) આત્મસાત્ કર્યાં. સત્તરમી…

વધુ વાંચો >