Posts by Jyotiben
રુમાનિયા
રુમાનિયા પૂર્વ યુરોપમાં આવેલાં બાલ્કન રાજ્યો પૈકીનો મોટામાં મોટો દેશ. ભૌગોલિક સ્થાન : તે 43° 30´થી 48° 30´ ઉ. અ. અને 20° 00´થી 30° 00´ પૂ. રે. વચ્ચેનો આશરે 2,37,500 ચોકિમી. જેટલો લગભગ ગોળાકાર વિસ્તાર આવરી લે છે. દેશના અગ્નિકોણને બાદ કરતાં બાકીની બધી જ દિશાઓમાં તે ભૂમિભાગોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે અને ઈશાનમાં રશિયા…
વધુ વાંચો >રુય્યક
રુય્યક (બારમી સદીનો પૂર્વાર્ધ) : કાશ્મીરી અલંકારશાસ્ત્રી. તેઓ ‘અલંકારસર્વસ્વ’ના લેખક તરીકે જાણીતા છે. તેમના પિતાનું નામ રાજાનક તિલક હતું. પિતા તિલકે આચાર્ય ઉદભટના ‘અલંકારસારસંગ્રહ’ ઉપર ટીકા લખી હતી. રુય્યકનું બીજું નામ રુચક હતું. કાશ્મીરી લેખકોને અપાતું ‘રાજાનક’ બિરુદ પણ તેમને આપવામાં આવ્યું હતું. પોતાના વિદ્વાન પિતા પોતાના ગુરુ હતા, એવો ઉલ્લેખ તેમણે મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ પરની…
વધુ વાંચો >રુરકી
રુરકી : ઉત્તરાંચલ રાજ્યના હરદ્વાર જિલ્લાનું તાલુકામથક અને શહેર. ભૌગોલિક સ્થાન : 29° 52´ ઉ. અ. અને 77° 5૩´ પૂ. રે.. તે શિવાલિક ટેકરીઓની તળેટીમાં વસેલું છે. અહીં ફળદ્રૂપ જમીન છે તથા ઉપલી ગંગા નહેર પસાર થતી હોવાથી પાણીનો પૂરતો પુરવઠો મળી રહે છે. આ તાલુકામાં લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી છે. અહીં ડાંગર, મકાઈ, કઠોળ,…
વધુ વાંચો >રુરુબા રોમન
રુરુબા રોમન (જ. 25 નવેમ્બર 1942, જ્યૉર્જિયન વિલેજ, જ્યૉર્જિયા, યુ.એસ.એસ.આર.) : રશિયાના કુસ્તીબાજ. 196૩થી 1970ના દરેક વર્ષે 6૩ અથવા 69 કિગ્રા. ગ્રેકૉ-રોમન કુસ્તીમાં સોવિયેટ ચૅમ્પિયન બન્યા, 1964માં ઓલિમ્પિક રમતોત્સવમાં ફેધર વેટ (6૩ કિગ્રા.) સ્પર્ધામાં રૌપ્યચંદ્રકના વિજેતા બન્યા અને 1968માં સુવર્ણચંદ્રકના વિજેતા બન્યા. 1966થી તેઓ 5 વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અપરાજિત રહ્યા. 1966–67 અને 1969માં તેઓ…
વધુ વાંચો >રુવેન (Rouen)
રુવેન (Rouen) : ફ્રાન્સના પાટનગર પૅરિસની વાયવ્યમાં આવેલું શહેર તથા નદીનાળ બંદર. ભૌગોલિક સ્થાન : 49° 26´ ઉ. અ. અને 1° 05´ પૂ. રે.. આ શહેરની દક્ષિણે સર્પાકારે વહેતી સીન નદી આવેલી છે, તેની પશ્ચિમે 87 કિમી.ને અંતરે લ હાવ્ર (Le Havre) અને અગ્નિ દિશા તરફ 140 કિમી.ને અંતરે પૅરિસ શહેરો આવેલાં છે. સીન નદીના…
વધુ વાંચો >રુવેનઝોરી પર્વતમાળા
રુવેનઝોરી પર્વતમાળા : યુગાન્ડા અને ઝાઇરની સરહદે આવેલી પર્વતમાળા. ભૌગોલિક સ્થાન : 0° 40´ ઉ. અ. અને 29° 0´ પૂ. રે.. ટૉલેમીએ તેના લખાણમાં જેનો ઉલ્લેખ ‘Mountains of the Moon’ તરીકે કરેલો છે તે જ આ પર્વતમાળા હોવી જોઈએ. અહીંનાં હિમાચ્છાદિત શિખરોમાંથી પાણી નીકળે છે અને નાઈલને જઈ મળે છે. તેથી તેને નાઈલ નદીનું ઉદગમસ્થાન…
વધુ વાંચો >રુસ્કા અર્ન્સ્ટ
રુસ્કા અર્ન્સ્ટ (જ. 25 ડિસેમ્બર 1906; અ. 27 મે 1988, વેસ્ટ બર્લિન) : ઇલેક્ટ્રૉન-પ્રકાશિકી(electron optics)માં મૂળભૂત સંશોધનકાર્ય અને પ્રથમ ઇલેક્ટ્રૉન-માઇક્રોસ્કોપની રચના કરવા બદલ અન્ય બે વિજ્ઞાનીઓ સાથે નોબેલ પારિતોષિક પ્રાપ્ત કરનાર જર્મન ભૌતિકવિજ્ઞાની. ઓગણીસમી સદીના અંત અને વીસમી સદીના પ્રારંભકાળમાં પરમાણુની આંતરિક સંરચના સ્પષ્ટ થઈ. વિજ્ઞાનીઓને ખ્યાલ આવ્યો કે પરમાણુની અંદર અવપરમાણુઓ પણ રહેલા છે.…
વધુ વાંચો >રુસ્તમ અલીખાન
રુસ્તમ અલીખાન (જ. ?; અ. 10 ફેબ્રુઆરી 1725, વસો) : સૂરતનો મુઘલ બાદશાહે નીમેલો ફોજદાર (ગવર્નર). તે વડોદરા અને પેટલાદનો ફોજદાર પણ હતો. ગુજરાતમાં આક્રમણકારી પ્રવૃત્તિઓ કરનાર મરાઠા સરદાર પિલાજીરાવ ગાયકવાડના હલ્લાઓનો સામનો કરવા તેણે પ્રયાસ કર્યો; પરંતુ તેમાં નિષ્ફળ જવાથી તેણે પિલાજીરાવ સાથે સમાધાન કર્યું હતું. રુસ્તમ અલીખાનને બંડખોર ઉમરાવ હમીદખાન સામે પિલાજીરાવની સહાય…
વધુ વાંચો >‘રુસ્તમી’, કમાલખાન ઇસ્માઈલખાન
‘રુસ્તમી’, કમાલખાન ઇસ્માઈલખાન (જ. ?; અ. ?) : ઉર્દૂ કવિ અને અનુવાદક. તેમના પિતા છેલ્લી સાત પેઢીથી દક્ષિણની આદિલશાહી હકૂમત(બીજાપુર)ના વફાદાર ઉમરાવ હતા. તેઓ ખત્તાતી(શિષ્ટલિપિ)ના નિષ્ણાત હતા. રુસ્તમી આદિલશાહી હાકેમ મોહંમદ આદિલશાહના માનીતા દરબારી કવિ હતા. તેમણે અનેક ગઝલો તથા પ્રશસ્તિ-કાવ્યો(કસીદા)ની રચના કરી છે. તેમને તેમના મહાકાવ્ય ‘ખાવરનામા’થી ખૂબ પ્રસિદ્ધિ મળી. મોહંમદ આદિલશાહની બેગમ ખદીજા…
વધુ વાંચો >રુહર
રુહર : જર્મનીના પશ્ચિમ ભાગમાં આવેલો કોલસાનાં ક્ષેત્રો સાથે સંકળાયેલો વિશાળ ઔદ્યોગિક વિસ્તાર. ભૌગોલિક સ્થાન : તે 51° 27´ ઉ. અ. અને 6° 44´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,330 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તે રહાઇન નદીની સહાયક નદી રુહરની નજીક વિસ્તરેલો હોવાથી તેનું નામ રુહર પડેલું છે. આખોય વિસ્તાર લંબચોરસ આકારમાં પથરાયેલો છે. તેના…
વધુ વાંચો >