રાહી, વેદ (જ. 22 મે 1933, જમ્મુ, જમ્મુ અને કાશ્મીર) : ડોગરી ભાષાના ટૂંકી વાર્તાના અગ્રણી લેખક તથા ફિલ્મસર્જક. તેઓ પત્રકાર પરિવારમાં જન્મ્યા હતા અને તેમના પિતા લાલા મુલ્કરાજ શરાફ જમ્મુ-કાશ્મીર રાજ્યમાં અખબારમાલિકો તથા તંત્રીઓના મંડળના સર્વોચ્ચ સભ્ય હતા. લેખકોની વચ્ચે ઊછરેલા રાહીને શબ્દોની ઝમક અને શાહીની સુવાસ કોઠે પડી ગઈ. જમ્મુથી પ્રગટ થતા સામયિક…

વધુ વાંચો >

રાળ (resin) : ખાસ કરીને કેટલીક ઈજાગ્રસ્ત વનસ્પતિઓ દ્વારા થતો ગુંદર જેવો ચીકણો પ્રવાહીમય સ્રાવ. તે મુખ્યત્વે વધારે ઊંચો અણુભાર ધરાવતાં બહુલકિત (polymerized) ઍસિડો, ઍસ્ટરો અને ટર્પેનૉઇડ સંયોજનોનું મિશ્રણ છે. તે પાણીમાં અદ્રાવ્ય અને ઇથેનૉલમાં દ્રાવ્ય છે. હવાના સંપર્કમાં આવતાં બાષ્પશીલ ઘટકો ઊડી જાય છે, અને ઈજાગ્રસ્ત વિસ્તારને રક્ષણ આપતો અર્ઘઘટ્ટ કે ઘટ્ટ અવશેષ ગાંગડા…

વધુ વાંચો >

રાંકે, લિયોપોલ્ડ વૉન (જ. 21 ડિસેમ્બર 1795, વીહ, થુરિંગિયા, જર્મની; અ. 23 મે 1886, બર્લિન) : 19મી સદીના અગ્રણી જર્મન ઇતિહાસકાર. તેમણે લાઇપઝિગ અને બર્લિનમાં અભ્યાસ કરીને 1818માં ડૉક્ટરેટની ડિગ્રી મેળવી. 1818થી 1825 સુધી રાંકેએ ફ્રૅન્કફર્ટની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. 1825થી બર્લિન યુનિવર્સિટીમાં ઇતિહાસમાં એસોસિયેટ પ્રોફેસર અને 1834થી 1871 સુધી પ્રોફેસર તરીકે તેમણે…

વધુ વાંચો >

રાંગામાટી (Rangamati) : બાંગ્લાદેશના પૂર્વ છેડા પર ચિતાગોંગ ઉપવિભાગના ચિતાગોંગ હિલ જિલ્લાનું વડું વહીવટીમથક. તે કર્ણફૂલી નદીથી પૂર્વમાં વસેલું છે, અને નદીમાર્ગે તથા સડકમાર્ગે ચિતાગોંગ સાથે જોડાયેલું છે. આ નગર ડાંગર છડવાની મિલોનું, સુતરાઉ વણાટનું તેમજ કૃષિબજાર માટેનું મથક બની રહેલું છે. અહીં હૉસ્પિટલ તથા ચિતાગોંગ યુનિવર્સિટી સંલગ્ન સરકારી કૉલેજ આવેલી છે. 1981 મુજબ તેની…

વધુ વાંચો >

રાંગેય રાઘવ (જ. 17 જાન્યુઆરી 1923, આગ્રા; અ. 12 સપ્ટેમ્બર 1962, મુંબઈ) : હિંદી ભાષાના નવલકથાકાર, વાર્તાકાર, કવિ, વિવેચક અને અનુવાદક. તેમનું પૂરું નામ તિરુમલૈ નમ્બાકમ્ વીર રાઘવાચાર્ય હતું. પિતા રંગાચાર્ય તમિળ, ફારસી અને સંસ્કૃતના વિદ્વાન હતા અને કાવ્ય તથા પિંગળશાસ્ત્રમાં ઊંડો રસ ધરાવતા હતા. માતા કનકવલ્લી તમિળ, કન્નડ અને વ્રજ ભાષાનાં જાણકાર હતાં. માતાપિતા…

વધુ વાંચો >

રાંચી : ઝારખંડ રાજ્યનો મોટામાં મોટો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક અને પાટનગર. ભૌગોલિક સ્થાન : તે 23° 00´ ઉ. અ. અને 85° 00´ પૂ. રે.ની આજુબાજુનો 7,698 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે હઝારીબાગ અને ચત્રા, પૂર્વમાં પુરુલિયા (પ. બં.) અને પશ્ચિમ સિંગભૂમ, દક્ષિણે પશ્ચિમ સિંગભૂમ તથા પશ્ચિમે ગુમલા, લોહરડગા…

વધુ વાંચો >

રાંદેરિયા, મધુકર રંગીલદાસ (જ. 3 એપ્રિલ 1917; અ. 7 સપ્ટેમ્બર 1990) : નવી ગુજરાત રંગભૂમિના સમર્થ અભિનેતા અને નાટ્યકાર, ગઝલકાર તથા ગદ્યલેખક. ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે એમ.એ. થયા બાદ થોડોક સમય પત્રકારત્વને ક્ષેત્રે તથા આકાશવાણી પર ગાળ્યા પછી મુંબઈની જયહિંદ કૉલેજ તથા ભારતીય વિદ્યાભવન કૉલેજમાં અધ્યાપક તરીકે સ્થિર થયા. સન 1964માં ત્રણ વર્ષ માટે…

વધુ વાંચો >

રિકાર્ડો, ડૅવિડ (જ. 1772, ઇંગ્લૅન્ડ; અ. 1823) : અર્થશાસ્ત્રની પ્રશિષ્ટ વિચારસરણીના પ્રખર પુરસ્કર્તા અને વિવાદાસ્પદ ચિંતક. મૂળ નેધરલૅન્ડ્ઝ(હોલૅન્ડ)ના નિવાસી યહૂદી પરિવારના નબીરા. પિતા સ્ટૉક માર્કેટમાં હૂંડીઓ અને જામીનગીરીઓના વટાવનો ધંધો કરતા. રિકાર્ડો ઓછું ભણેલા. ચૌદ વર્ષની વયે કામધંધાની શરૂઆત કરી અને ટૂંકસમયમાં ધનાઢ્ય બન્યા. તેઓ જર્મનના સોદાઓમાં માહેર હતા. ઇંગ્લૅન્ડની સંસદમાં સભ્ય બન્યા. રિકાર્ડોએ ધર્માંતર…

વધુ વાંચો >

રિકેટ્સિયા : વિશિષ્ટ પ્રકારના જીવાણુ (bacteria) તરીકે જેમનું વર્ણન કરી શકાય તેવા પરોપજીવી સૂક્ષ્મજીવો. કદમાં તેઓ જીવાણુ કરતાં નાના હોય છે અને માત્ર યજમાન(host)ના જીવંત કોષોની અંદર પ્રજોત્પાદન કરી શકતા હોય છે. મોટાભાગના રિકેટ્સિયા પ્રજાતિના સૂક્ષ્મજીવો ઇતરડી (mite), રિકેટ્સિયા-પૉક્સ રોગ પેદા કરનાર રિકેટ્સિયા એકારી સૂક્ષ્મજીવ જૂ (lice), ઉંદર જેવાં યજમાનોના શરીરની અંદર પરોપજીવી જીવન પસાર…

વધુ વાંચો >