રાંગામાટી (Rangamati) : બાંગ્લાદેશના પૂર્વ છેડા પર ચિતાગોંગ ઉપવિભાગના ચિતાગોંગ હિલ જિલ્લાનું વડું વહીવટીમથક. તે કર્ણફૂલી નદીથી પૂર્વમાં વસેલું છે, અને નદીમાર્ગે તથા સડકમાર્ગે ચિતાગોંગ સાથે જોડાયેલું છે. આ નગર ડાંગર છડવાની મિલોનું, સુતરાઉ વણાટનું તેમજ કૃષિબજાર માટેનું મથક બની રહેલું છે. અહીં હૉસ્પિટલ તથા ચિતાગોંગ યુનિવર્સિટી સંલગ્ન સરકારી કૉલેજ આવેલી છે. 1981 મુજબ તેની વસ્તી 36,490 જેટલી છે.

જાહ્નવી ભટ્ટ