રાસાયણિક સાંખ્યિકી (chemical statistics) : પ્રણાલીના દબાણ, એન્થાલ્પી, એન્ટ્રોપી જેવા સ્થૂળ (macroscopic) ઉષ્માગતિજ ગુણધર્મોને ક્વૉન્ટમ યાંત્રિકી દ્વારા મેળવેલ પારમાણ્વિક/આણ્વિક ગુણધર્મો સાથે સાંકળી લેતી વિજ્ઞાનની શાખા. પ્રયોગશાળામાં જે પ્રણાલીઓનો અભ્યાસ કરવામાં આવે છે તેને સ્થૂળ અથવા વિશાળસ્વરૂપ (macroscopic) કહી શકાય, કારણ કે તે અનેક સૂક્ષ્મ ઘટક-કણોની બનેલી હોય છે. આવી પ્રણાલીઓ વેગ, વેગમાન, ઊર્જા, સ્થાનાન્તરણ (displacement)…

વધુ વાંચો >

રાસાયણિક સૂત્ર (chemical formula) : રાસાયણિક સંયોજનનું સંઘટન [તેમાં હાજર રહેલાં તત્વો અને તેમનું પ્રમાણ (પરમાણુઓની સંખ્યા)] દર્શાવવાની વિવિધ રીતો પૈકીની એક. સંયોજન માટે વપરાતાં સૂત્રોનાં વિવિધ સ્વરૂપોમાં પ્રમાણસૂચક (empirical), આણ્વિક (molecular), બંધારણીય (structural) અને પ્રક્ષેપણ (projection) સૂત્રોને ગણાવી શકાય. તત્વનો અણુ એક કરતાં વધુ પરમાણુઓ ધરાવતો હોય તો તેના આણ્વિક સૂત્રને દર્શાવવા જે તે…

વધુ વાંચો >

રાસ્ત ગોફ્તાર : વૃત્તયુગના આરંભનાં નોંધપાત્ર વૃત્તપત્રોમાંનું એક. ‘રાસ્ત ગોફ્તાર’નો અર્થ ‘સત્યવક્તા’. પ્રારંભ 15 નવેમ્બર, 1851. સ્થાપક દાદાભાઈ નવરોજી. જોકે ‘રાસ્ત ગોફ્તાર’ના સાચા સ્થાપક ખરશેદજી નશરવાનજી કામા ગણાય; કેમકે, તે જમાનામાં તેમની આર્થિક સહાય વિના આ પત્ર શરૂ કરવું કે ચલાવવું શક્ય ન બનત. અલબત્ત, એક નીડર અને બાહોશ પત્રકાર તરીકે દાદાભાઈએ આ અખબારનો પાયો…

વધુ વાંચો >

રાસ્ના : એકદળી વર્ગમાં આવેલા ઑર્કિડેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Vanda tessellata Lodd. ex Loud. syn. V. roxburghii R. Br. (સં. રાસ્ના, અતિરસ, ભુજંગાક્ષી; હિં. બં. ક. તે. મ. રાસ્ના, વાંદા, નાઈ; ગુ. રાસ્ના) છે. તે ઉત્તર પ્રદેશથી પશ્ચિમ બંગાળ સુધી અને દક્ષિણમાં કેરળ સુધી થાય છે. તેનાં પર્ણો જાડાં, ચર્મિલ, 15 સેમી.થી…

વધુ વાંચો >

રાસ્પબેરી : દ્વિદળી વર્ગમાં આવેલા રોઝેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rubus niveus Thunb. syn. R. lasiocarpus Hook. f.; R. albescens Roxb.; R. mysorensis Heyne (હિં. કાલા હિંસલુ, કાલીએંછી; મ. ગૌરીફલ; અં. માયસોર રાસ્પબેરી, મહાબલેશ્વર રાસ્પબેરી) છે. તે મોટો, ફેલાતો કાંટાળો અને બહુવર્ષાયુ ક્ષુપ છે અને લાંબું, જાંબલી, મીણાભ(pruinose)-પ્રકાંડ ધરાવે છે. તેની શાખાઓ વધારે પડતી…

વધુ વાંચો >

રાસ્પુતિન, ગ્રિગરી યેફિમૉવિચ (જ. 1872, પ્રોક્રોવસ્કી, સાઇબીરિયા; અ. 30 ડિસેમ્બર 1916, સેંટ પીટર્સબર્ગ) : રશિયાની ઝારશાહીનાં છેલ્લાં વરસો દરમિયાન સામ્રાજ્ય માટે વિનાશક ભાગ ભજવનાર સાધક. તે સાઇબીરિયાના ખેડૂત પરિવારમાં જન્મ્યો હતો. તે અભણ, વ્યભિચારી, સ્વાર્થી તથા લોભી હતો; પરંતુ લોકો માનતા હતા કે તે સંમોહનવિદ્યા તથા અલૌકિક શક્તિ ધરાવે છે. 1904માં પોતાના કુટુંબનો ત્યાગ કરીને…

વધુ વાંચો >

રાહરનાં મેદાનો (Rahr plains) : ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલાં નીચલી ગંગાનાં મેદાનો. આ મેદાનોનો વિસ્તાર આશરે 32,000 ચોકિમી. જેટલો છે. તે બાંકુડા, બીરભૂમ, વર્ધમાન તેમજ મેદિનીપુર જિલ્લાઓના વિસ્તારોને આવરી લે છે. આ પ્રદેશ પ્રાચીન કાળમાં આર્યોના પ્રદેશની છેક પૂર્વના છેડાની ભૂમિ તરીકે ઓળખાતો હતો. વેદમાં પણ તેનો વંગ (બંગ) રાજ્ય તરીકે ઉલ્લેખ મળે છે.…

વધુ વાંચો >

રાહી, અબ્દુલ રહેમાન (જ. 6 માર્ચ 1925, શ્રીનગર) : કાશ્મીરી કવિ, અનુવાદક અને વિવેચક. નાની વયમાં માતા-પિતાનું અવસાન થતાં એમનો ઉછેર મોસાળમાં થયેલો. ત્યાં જ શિક્ષણ લેવાનું બન્યું. આજીવિકાર્થે તેવીસ વર્ષની વયે પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં કારકુન બન્યા; પરંતુ સરકારી તંત્રમાં આ ભાવનાશાળી યુવક ગોઠવાઈ ન શક્યા. આથી ‘ખિદમત’ નામક ઉર્દૂ દૈનિકમાં જોડાયા. વળી અભ્યાસ તો…

વધુ વાંચો >

રાહી, કૃષ્ણ (જ. 1932, લારકાના, હાલ પાકિસ્તાનમાં) : સિંધીના કવિ અને વાર્તાકાર. 1947માં તેઓ સ્થળાંતર કરીને ભારત આવ્યા. 1954માં મુંબઈ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા. અત્યારે ટ્રૉમ્બેના ભાભા ઍટમિક રિસર્ચ સેન્ટરમાં કામગીરી બજાવે છે. 1950માં ટૂંકી વાર્તાના લેખનથી તેમણે સાહિત્યિક કારકિર્દીનો આરંભ કર્યો. પાછળથી કાવ્યલેખન અપનાવ્યું અને જુદાં જુદાં કાવ્યસ્વરૂપોનું પ્રયોગાત્મક ખેડાણ કર્યું. રંગભૂમિ તથા રેડિયો માટે…

વધુ વાંચો >

રાહી, માસૂમ રઝા (જ. 1927, ગાઝીપુર, ઉત્તરપ્રદેશ; અ. ) : હિંદી-ઉર્દૂના અગ્રણી કવિ અને નવલકથાકાર. પ્રતિષ્ઠિત મુસ્લિમ શિયા પરિવારમાં તેમનો જન્મ થયો હતો. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં જોડાયા અને ઉર્દૂમાં તેમણે એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. ‘ઇન્ડિયન પર્સનાલિટી ઇન ઉર્દૂ લિટરેચર’ – એ તેમના મહાનિબંધનો વિષય હતો. થોડો સમય તેમણે એ યુનિવર્સિટીમાં…

વધુ વાંચો >