રિક્ટર, ઉર્લિક (જ. 17 જૂન 1952, ગૉર્લિટ્ઝ [જીડીઆર]) : અગાઉના પૂર્વ જર્મની(જીડીઆર)નાં મહિલા તરણખેલાડી. 1973થી ’76નાં 4 વર્ષોમાં તેમણે 100 મીટર બૅકસ્ટ્રોકમાં 9 વિશ્વવિક્રમ સ્થાપ્યા અને 65.39 સે.ના વિક્રમને બદલે 61.51 સે.નો વિક્રમ નોંધાવ્યો. વળી 1974માં 200 મી.ની સ્પર્ધામાં 2 મિ. 18.41 સે. અને 2 મિ. 17.35 સે.ના વિક્રમો પણ નોંધાવ્યા. 1976ના ઓલિમ્પિક રમતોત્સવ પૂર્વે…

વધુ વાંચો >

રિક્ટર, ચાર્લ્સ એફ. (જ. 26 એપ્રિલ 1900; અ. 1985, આલ્ટાડેના, કૅલિફૉર્નિયા) : જાણીતા ભૂકંપશાસ્ત્રી. 1927માં તેમણે કૅલિફૉર્નિયામાં પાસાડેનામાં ભૂકંપીય પ્રયોગશાળામાં કામગીરી શરૂ કરી હતી. 1928માં તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં ડૉક્ટરેટ મેળવી હતી. 1936થી 1970 વચ્ચે કાલકેટ ખાતે સિસ્મોલૉજિકલ લૅબોરેટરીમાં તેઓ પ્રોફેસર હતા. ભૂકંપની તીવ્રતા માપવા માટે તેમણે લોકલ મૅગ્નિટ્યૂડ સ્કેલની ફૉર્મ્યુલા શોધી હતી.…

વધુ વાંચો >

રિક્ટર, બર્ટન (જ. 22 માર્ચ 1931, બ્રૂકલીન, ન્યૂયૉર્ક) : નવા જ પ્રકારના ભારે મૂળભૂત કણોની શોધ અને તેને લગતું પાયાનું કાર્ય કરવા બદલ 1976ના વર્ષનો નોબેલ પુરસ્કાર મેળવનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. મૅસેચૂસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાંથી સ્નાતકની ઉપાધિ મેળવી. ત્યારબાદ 1956માં તેમણે પીએચ.ડી.ની ઉપાધિ ત્યાંથી જ મેળવી. તે પછી તે સ્ટૅનફોર્ડ યુનિવર્સિટીમાં ભૌતિકવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે 1967માં જોડાયા.…

વધુ વાંચો >

રિક્ટરાઇટ : સોડાધારક ટ્રેમોલાઇટ. ઍમ્ફિબોલ વર્ગનું ખનિજ. તે કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, લોહ, મૅંગેનીઝ અને ઍલ્યુમિનિયમ સહિતનું સોડિયમ સિલિકેટ છે. તેના રાસાયણિક બંધારણમાં કૅલ્શિયમની અવેજીમાં સોડિયમ આવતું હોવાથી તે ટ્રેમોલાઇટ સાથે સંબંધ ધરાવે છે. તેના બાકીના ભૌતિક ગુણધર્મો ઍમ્ફિબોલ વર્ગનાં ખનિજોને મળતા આવે છે. ઉત્પત્તિસ્થિતિના સંદર્ભમાં તે ઉષ્ણતાવિકૃતિ પામેલા ચૂનાખડકો અને સ્કાર્ન ખડકોમાં કે આલ્કલાઇન અગ્નિકૃત ખડકોમાં…

વધુ વાંચો >

રિક્સ મ્યુઝિયમ, ઍમ્સ્ટરડૅમ (નેધરલૅન્ડ) : મહાન ડચ ચિત્રકારો જેવા કે રૅમ્બ્રાં, વરમીર, હૉલ્સ અને રૉટ્સડાલ જેવા પ્રસિદ્ધ ચિત્રકારોની ભવ્ય કૃતિઓનો સંગ્રહ. 1808માં હૉલૅન્ડના રાજા લૂઈ નેપોલિયનની આજ્ઞાથી, 1798માં હેગમાં સ્થાપેલા કલાસંગ્રહ ‘ધ નૅશનલ મ્યુઝિયમ’માંથી ફ્રાન્સમાં નહિ ખસેડાયેલાં ચિત્રોનો પ્રથમ સંગ્રહ આમાં ગોઠવવામાં આવ્યો. સૌપ્રથમ તે ડચ ચિત્રોને ઍમ્સ્ટરડૅમના ટાઉનહૉલમાં લટકાવવામાં આવેલાં. ત્યારબાદ રાજા લૂઈએ તે…

વધુ વાંચો >

રિખ્તર, ગૅર્હાર્ડ (જ. 1932, જર્મની) : અગ્રણી અનુઆધુનિક ચિત્રકાર. બીજાઓ દ્વારા પાડવામાં આવેલી તસવીરો ઉપરથી તેઓ ચિત્રો કરે છે. તસવીરની હૂબહૂ નકલ ઝીણવટભરી વિગત સાથે અને પીંછીના લસરકા ન દેખાય તે રીતે તેઓ કરે છે. અમિતાભ મડિયા

વધુ વાંચો >

રિગર્ટ ડૅવિડ (જ. 12 મે 1947, કૉકચેટાવ ઑબ્લાસ્ટ, કઝાખિસ્તાન, યુ.એસ.એસ.આર.) : રશિયાના વેટલિફ્ટર. તેઓ સદાકાળના એક સૌથી મહાન વેટલિફ્ટર હતા, પણ રમતના સર્વોત્તમ સ્તરે – ઓલિમ્પિક રમતોત્સવની કક્ષાએ તેમને બે વાર કરુણ નિષ્ફળતા વેઠવી પડી હતી. 1971માં તેમજ 1973–76 દરમિયાન તેઓ 90 કિગ્રા.ની સ્પર્ધામાં પાંચ વખત વિજેતા નીવડ્યા હતા; 1978માં 100 કિગ્રા.માં પણ વિજેતા બન્યા…

વધુ વાંચો >

રિગા : લૅટવિયાનું પાટનગર અને તે દેશનું મોટામાં મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 57° 00´ ઉ. અ. અને 24° 30´ પૂ. રે. તે બાલ્ટિક સમુદ્રના ભાગરૂપ રિગાના અખાતના દક્ષિણ છેડે ડ્વિના (ડૌગોવા) નદીના મુખ પર આવેલું છે. તે એક મહત્વનું જહાજી મથક હોવા ઉપરાંત લૅટવિયામાં થતા ઔદ્યોગિક ઉત્પાદનનો 50 %થી વધુ માલસામાન અહીં લાવવામાં આવતો…

વધુ વાંચો >

રિગાનો અખાત : ઉત્તર ગોળાર્ધમાં આવેલા બાલ્ટિક સમુદ્રના પૂર્વ ભાગમાં વિસ્તરેલો અખાત. ભૌગોલિક સ્થાન : 57° 30´ ઉ. અ. અને 23° 35´ પૂ. રે.ની આજુબાજુ તે વિસ્તરેલો છે. તે લૅટવિયાના ઉત્તર કિનારાથી, ઍસ્ટોનિયાના પશ્ચિમ કિનારાથી તથા ઉત્તર-વાયવ્ય તરફ આવેલા ટાપુથી ઘેરાયેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 18,000 ચોકિમી. જેટલું છે. તેની વધુમાં વધુ ઊંડાઈ 54 મીટર…

વધુ વાંચો >