રંગ બિન્નપા (1963) : કન્નડ લેખક એસ. વી. રંગન્ના રચિત ચિંતનાત્મક લખાણો તથા ધાર્મિક બોધનો ગ્રંથ. તેમાં ‘વચન’ના નમૂના મુજબ લખાયેલી 1,212 પદ્યાત્મક ગદ્ય રચનાઓનો સંગ્રહ છે. જ્ઞાનસાધનાને વરેલા આ વિદ્વાનની પારદર્શક દૂરંદેશિતા તેમાં ઠલવાઈ છે. સ્ત્રી-પુરુષોનાં સ્વભાવ તથા રીતભાતનાં આ વિલક્ષણ નિરીક્ષકનાં કેટલાંક ચિંતનો સંક્ષિપ્ત, મુદ્દાસર તથા અર્થસાધક છે; બીજાં કેટલાંક પ્રસ્તારપૂર્વકનાં અને વિદ્વત્તાથી…

વધુ વાંચો >

રંગભાવન (toning) : છબીકલાની એક મહત્વની પ્રક્રિયા. સાદી ભાષામાં કહીએ તો છબીનો સૌથી ઊજળો સફેદ ભાગ, સૌથી શામળો ભાગ અને એ બે વચ્ચેનો સામાન્ય પ્રકાશવાળો ભાગ – એમ ત્રણ વિભાગમાં વહેંચાયેલા વિસ્તારનો મુખ્ય આધાર પદાર્થ પર પડતા પ્રકાશની દિશા અને તીવ્રતા પર હોય છે. રંગીન કે શ્યામ-શ્ર્વેત, કોઈ પણ સારી છબી ભભકની રચના પર આધારિત…

વધુ વાંચો >

રંગભૂમિ : મુંબઈમાં 1949માં સ્થપાયેલી નાટ્યસંસ્થા. પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ, લીલા જરીવાલા, મધુકર રાંદેરિયા, મંગળદાસ પકવાસા, ગુણવંતરાય આચાર્ય વગેરેના સથવારે અમર જરીવાલાના મહામંત્રીપદે આ સંસ્થાએ અનેક નાટકોની રજૂઆત કરી; અને પ્રતાપ ઓઝા, વિષ્ણુકુમાર વ્યાસ વગેરેએ એમાં યથોચિત ફાળો આપ્યો. દસ વર્ષની કારકિર્દી પછી આ સંસ્થાએ નાટ્યમિલન યોજ્યું અને ‘નાટ્યરંગ’ નામનું સામયિક શરૂ કરી નાટ્યસિદ્ધાંતની ચર્ચાવિચારણામાં…

વધુ વાંચો >

રંગભેદ : રંગના આધારે નાગરિકો વચ્ચે ભેદભાવ દર્શાવવાની સરકારી નીતિ. દક્ષિણ આફ્રિકાની સરકારે દેશની અંદર વસતી વિવિધ જાતિઓ, વર્ગો અને જૂથોને રંગને આધારે અલગ ગણી તેમની વચ્ચે ભેદભાવભર્યો વ્યવહાર આચર્યો હતો. 1909માં દક્ષિણ આફ્રિકાની સરકારે ઍક્ટ ઑવ્ યુનિયન દ્વારા શ્યામ બહુમતીને રાજકારણથી જોજનો દૂર રાખી સત્તાવિહીન બનાવવાની ચાલનો આરંભ કર્યો. 1910માં યુનિયન ઑવ્ સાઉથ આફ્રિકાની…

વધુ વાંચો >

રંગમંચ (1961) : પંજાબી નાટ્યલેખક તથા દિગ્દર્શક બળવંત ગાર્ગી લિખિત ભારતીય રંગભૂમિનો ઇતિહાસ. આ કૃતિને 1962ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો. બળવંત ગાર્ગી(જ. 1918)એ પંજાબી રંગભૂમિ પર નોંધપાત્ર પ્રદાન કર્યું છે. તેમનાં કેટલાંક નાટકો પરદેશમાં અનુવાદ પામ્યાં છે અને ભજવાયાં છે. પુરસ્કૃત ગ્રંથમાં પ્રાચીન કાળથી માંડીને અર્વાચીન પ્રવાહો સુધીની ભારતીય રંગભૂમિનો વિગતપૂર્ણ વિકાસઇતિહાસ…

વધુ વાંચો >

રંગમંડપ : ગુજરાતનાં સોલંકીકાલીન મંદિરોમાં ગર્ભગૃહની સંમુખ કરાતો સ્તંભાવલિયુક્ત મંડપ. તેને ‘સભામંડપ’ને નામે પણ ઓળખવામાં આવે છે. મહામંદિરોમાં મંડપને ચારેય બાજુ પૂર્ણ દીવાલોથી આચ્છાદિત કરવામાં આવે ત્યારે તેને ‘ગૂઢમંડપ’ કહે છે. પ્રદક્ષિણાપથને અનુરૂપ, મંડપના તલમાન(ground plan)માં ત્રણે બાજુ વિસ્તાર કરવામાં આવે ત્યારે તેને ‘મહામંડપ’ કહે છે. તલમાનની દૃષ્ટિએ મંડપની દીવાલ પર ‘ભદ્ર’ અને ‘પ્રતિરથ’ નામના…

વધુ વાંચો >

રંગમંડળ (1939) : અમદાવાદમાં જાણીતા મરાઠી નાટ્યકાર મામા વરેરકરની પ્રેરણાથી એલિસબ્રિજ આરોગ્ય સમિતિ દ્વારા સ્થપાયેલી નાટ્યસંસ્થા. રંગમંડળ ગુજરાતમાં અવેતન રંગભૂમિની ઇમારતની પાયાની ઈંટ બન્યું, એમાં જાણીતા સામાજિક કાર્યકર હીરાલાલ ભગવતી પત્રકાર નીરુભાઈ દેસાઈ, લેખક ગિરીશ ભચેચ, નટ-દિગ્દર્શક ધનંજય ઠાકર અને અરુણ ઠાકોર વગેરે સંકળાયેલા હતા. તેઓએ શરૂઆતમાં એકાંકીઓ (‘સોયનું નાકું’, ‘મુકુંદરાય’, ‘એળે નહીં તો બેળે’,…

વધુ વાંચો >

રંગવિકાર (pleochroism) : ખનિજછેદોમાં જોવા મળતો પ્રકાશીય ગુણધર્મ. ખનિજછેદોની પરખ માટેના ગુણધર્મો પૈકી વિશ્લેષક-(analyser)ની અસર હેઠળ જોવા મળતી રંગફેરફારની પ્રકાશીય ઘટના. ખનિજછેદો(Cross section of mineral)માં જોવા મળતો પ્રકાશીય ગુણધર્મ (Optical properties). રંગવિકાર (Pleo chroism) તરીકે ઓળખવામાં આવે છે. આ રંગવિકારની પ્રક્રિયા દરમિયાન જ્યારે ખનિજપદાર્થને અલગ અલગ દૃષ્ટિકોણથી જોવામાં આવતાં – ભિન્ન પ્રકારના રંગ જોવા મળે…

વધુ વાંચો >

રંગવિકારી વલય (pleochroic haloes) : સૂક્ષ્મદર્શક હેઠળ અમુક ખનિજછેદોમાં જોવા મળતી પ્રકાશીય ગુણધર્મધારક ઘટના. ખનિજદળમાં રહેલા અન્ય ખનિજીય આગંતુક કણોની આજુબાજુ ક્યારેક જોવા મળતાં રંગવાળાં કે રંગતફાવતવાળાં વલય (કૂંડાળાં). 1873માં હૅરી રોઝેનબુશે કૉર્ડિરાઇટની આજુબાજુમાં અને તે પછીથી અન્ય નિરીક્ષકોએ ઘણાં ખનિજોમાં આવાં વલય જોયાની નોંધ મળે છે. દ્વિવક્રીભવનનો ગુણધર્મ ધરાવતાં ખનિજોમાં આવાં વલયો રંગફેરફાર અને…

વધુ વાંચો >

રંગૂસત્રો (chromosomes) (વનસ્પતિ) : સસીમ કેન્દ્રી (eukaryote) કોષોના (કોષ)કેન્દ્રમાં ન્યૂક્લીઇક ઍસિડો અને પ્રોટીનના અણુઓના સંયોજનથી બનેલ સૂત્રમય અંગ. અસીમ કેન્દ્રી (prokaryote) કોષોમાં રંગસૂત્ર હોતું નથી. તેના સ્થાને ગોળાકાર DNAનો એક અણુ કોષરસમાં પ્રસરેલો હોય છે. રંગસૂત્રમાં આવેલા DNAના અણુઓ કોષોમાં અગત્યના જનીનિક ઘટકો તરીકે આવેલા હોય છે અને તેઓ સાંકેતિક લિપિના સ્વરૂપમાં એક કોષમાંથી બીજા…

વધુ વાંચો >